Home /News /national-international /Russia Ukraine War: શું રશિયા-યુક્રેન જંગમાં થશે અમેરિકાની એન્ટ્રી? પોલેન્ડ પહોંચ્યા જો બાઇડેન, ક્રેમલિને કહ્યું- અત્યાર સુધી 1351 સૈનિકોના મોત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન જંગમાં થશે અમેરિકાની એન્ટ્રી? પોલેન્ડ પહોંચ્યા જો બાઇડેન, ક્રેમલિને કહ્યું- અત્યાર સુધી 1351 સૈનિકોના મોત
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) પોલેન્ડ (Poland) પહોંચ્યા
Russia Ukraine conflict- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન બાઇડેનનું પોલેન્ડ પહોંચવું ઘણી રીતે મહત્વપૂર્ણ છે. પોલેન્ડ યુક્રેનની બોર્ડરથી ફક્ત 100 કિલોમીટર દૂર છે
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન (Russia Ukraine War)વચ્ચે ચાલી રહેલા જંગમાં 30 દિવસો પસાર થઇ ગયા છે પણ સ્થિતિ હજુ સુધરવાનું નામ લેતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયાએ (Russia)યુક્રેન (Ukraine)પર હુમલા પહેલાથી ઘણા વધારી દીધા છે. નાટો (NATO)અને યુરોપીય સંઘ સાથે-સાથે પુરી દુનિયા એ વાતથી ચિંતિત છે કે ક્યાંક રશિયા જીતવા માટે દરેક સીમાઓને તોડી ના દે. રશિયાને રોકવા માટે અમેરિકા અને નાટો દેશ એક્શનમાં આવી રહ્યા છે. ગુરુવારે નાટો નેતાઓએ આ સંબંધમાં બ્રસેલ્સમાં એક મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) પોલેન્ડ (Poland) પહોંચ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન બાઇડેનનું પોલેન્ડ પહોંચવું ઘણી રીતે મહત્વપૂર્ણ છે. પોલેન્ડ યુક્રેનની બોર્ડરથી ફક્ત 100 કિલોમીટર દૂર છે. આવામાં બાઇડેનની યાત્રા ઘણી મહત્વની છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા રશિયા સામે મોટું પગલું ભરી શકે છે. બાઇડેન પોલેન્ડના રેજજો શહેરમાં પહોંચ્યા છે. જે યુક્રેન બોર્ડરની પાસે છે. યુક્રેનથી તેની દૂરી ફક્ત એક કલાકની છે. હાલ તે વાત બહાર આવી નથી કે બાઇડેન પોલેન્ડ આવવાનો શો ઉદ્દેશ્ય છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે રેજજોમાં ચલાવવામાં આવી રહેલા હ્યુમન કોરિડોર વિશે તેમની જાણકારી આપવામાં આવશે.
આ પહેલા બાઇડેન પ્રશાસને કહ્યું હતું કે રશિયા દ્વારા યુક્રેન સામે કારણ વગર છેડાયેલા યુદ્ધના સમાપ્ત થવા સુધી રશિયા પર સખત પ્રતિબંધ લાગુ રહેશે. બીજી તરફ શુક્રવારે યુદ્ધ સંબંધિત એક મોટી જાણકારી શેર કરી છે. રશિયાની સેનાએ કહ્યું કે યુક્રેનમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી 1351 સૈનિકોના મોત થયા છે. જ્યારે આ સંકટગ્રસ્ત દેશથી ચાર લાખ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સેનાએ જાણકારી આપતા કહ્યું કે યુદ્ધમાં અત્યાર સુધી 3825 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે.
" isDesktop="true" id="1192621" >
જો ચીન રશિયાને મદદ કરશે તો પશ્ચિમ સાથેના સંબંધો બગડશે - બાઇડેન
જો બાઇડેને કહ્યું કે તેઓ ચીનને ધમકી આપી રહ્યા નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે શી જિનપિંગ રશિયાને મદદ કરવાના સંભવિત પરિણામોને સમજે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન યુરોપિયન દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા માંગે છે. જો બાઇડેનના જણાવ્યા મુજબ, તેમણે શી જિનપિંગને કહ્યું હતું કે રશિયાની મદદ કરીને, તેઓ તેમના ઉદ્દેશ્યોને મોટા જોખમમાં મૂકશે. જો બાઇડેને આગળ કહ્યું, "મને લાગે છે કે ચીન સમજે છે કે તેનું આર્થિક ભાવિ રશિયા કરતાં પશ્ચિમના દેશો સાથે વધુ નજીકથી જોડાયેલું છે. તેથી હું આશા રાખું છું કે તે આ બાબતમાં સામેલ નહીં થાય
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર