Home /News /national-international /

Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં ક્યાં લશ્કરી મથકો બનાવ્યા છે? ગૂગલ મેપ્સની તસવીરો આવી સામે

Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં ક્યાં લશ્કરી મથકો બનાવ્યા છે? ગૂગલ મેપ્સની તસવીરો આવી સામે

Google Map તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે રશિયાએ પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજોને તૈનાત કર્યા છે

Russia Ukriane War: ગૂગલ મેપ (Google Map) ની આ તસવીરોમાં રશિયાની બેલેસ્ટિક મિસાઈલો સાથે યુદ્ધ જહાજ, રનવે પર ફાઈટર જેટ અને પોર્ટ પર એન્કર ન્યુક્લિયર મિસાઈલો સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે, તેને જોયા બાદ ફરી એકવાર રશિયાની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે.

વધુ જુઓ ...
  રશિયા અને યુક્રેન (Russia - Ukraine War) વચ્ચે છેલ્લા બે મહિનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો અને લોકોએ જીવ ગુમાવ્યા છે. રશિયા તેની તમામ સૈન્ય શક્તિ સાથે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. હવે રશિયન સેનાની તૈનાતીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં એ જોઈ શકાય છે કે કેવી રીતે રશિયાએ પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજોને તૈનાત કર્યા છે (Russia built military bases in Ukraine).

  જે તસવીરો સામે આવી છે તે ગૂગલ (Google Map) દ્વારા જાહેર કરવામાં આવી છે. એટલે કે આ ગૂગલ મેપ પર કેપ્ચર થયેલી તસવીરો છે. જો કે સામાન્ય રીતે એવું જોવામાં આવતું નથી કે ગૂગલ આવા ચિત્રોને સંપૂર્ણપણે પ્રકાશિત કરે છે. સામાન્ય રીતે આવા ચિત્રોને Google પોતે જ અસ્પષ્ટ કરી દે છે અથવા તે બિલકુલ દર્શાવવામાં આવતું નથી. પરંતુ યુક્રેન હુમલાના વિરોધમાં ગૂગલ મેપની આ તસવીરો બહાર પાડવામાં આવી છે. આવો જાણીએ શું છે સમગ્ર સત્ય...

  આ પણ વાંચો: Russia-Ukraine War : રશિયાનો મોટો દાવો - 'મેરિયુપોલ પર હવે અમારો કબજો છે'

  ટ્વિટર હેન્ડલ @ArmedForcesUkr એ રશિયન સૈન્ય થાણાઓની કેટલીક તસવીરો ટ્વિટ કરીને દાવો કર્યો છે કે હવે દરેક વ્યક્તિ લગભગ 0.5 મીટર પ્રતિ મીટરના રિઝોલ્યુશન સાથે વિવિધ પ્રકારના રશિયન લોન્ચર, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ માઇન, કમાન્ડ પોસ્ટ્સ અને ગુપ્ત લેન્ડફિલ્સ જોઈ શકે છે.

  યુક્રેનની સેના આ ટ્વિટર હેન્ડલનો ઉલ્લેખ પહેલા પણ ઘણી વખત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં આ ટ્વિટર હેન્ડલના દાવા પર દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શેર કરેલી તસવીરોમાં પણ રશિયન લશ્કરી થાણા સ્પષ્ટ દેખાતા હતા. એક તસવીરમાં રશિયન એરફોર્સ સ્ટેશન પર પાંચમી પેઢીનું Su-57 ફાઈટર એરક્રાફ્ટ ઊભું જોવા મળે છે.

   રશિયાએ યુદ્ધનો નવો તબક્કો શરૂ કર્યો - યુક્રેન


  તમને જણાવી દઈએ કે રશિયા કોઈપણ સંજોગોમાં યુક્રેન પર પોતાનો હુમલો રોકવા માટે તૈયાર નથી. હવે યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે રશિયાએ યુદ્ધનો નવો તબક્કો શરૂ કર્યો છે. પૂર્વી યુક્રેનમાં દેશના ઔદ્યોગિક હાર્ટલેન્ડ પર કબજો મેળવવા માટે રશિયન સૈન્યએ મંગળવારે એક મોટો ગ્રાઉન્ડ લેવલ હુમલો કર્યો. જે બાદ યુક્રેનના જનરલ સ્ટાફે કહ્યું કે રશિયન સેનાએ ડોનબાસ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે.

  જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કબજો કરનારાઓએ સરહદ પરની અમારી સુરક્ષા કોર્ડનને તોડવાનો પ્રયાસ કર્યો હતો." હુમલાઓ સોમવારે 300 માઇલ (480 કિમી) કરતા વધુ લાંબા મોરચા પર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ લુહાન્સ્ક અને ડોનેટ્સક પ્રદેશ હતો. રશિયન દળો પડોશી ખાર્કિવ સહિત અનેક વિસ્તારોમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આ પણ વાંચો: Corona Update : વિશ્વમાં કોરોનાના કેસ 49 કરોડને પાર, આ દેશોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ

  રશિયાના હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ પૂર્વી યુક્રેનને કબજે કરવા માટે હુમલો શરૂ કર્યો છે. તેણે એક વિડિયો સંદેશમાં કહ્યું, "હવે અમે કહી શકીએ છીએ કે રશિયન દળોએ ડોનબાસ માટે યુદ્ધ શરૂ કર્યું છે. સમગ્ર રશિયન સેનાનો મોટો હિસ્સો આ હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે."
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Russia, Russia ukraine war, Vladimir putin

  આગામી સમાચાર