Home /News /national-international /Russia-Ukraine War: ચારે બાજુથી બોમ્બમારો કરી રહ્યું છે રશિયા, આ છે યુક્રેન યુદ્ધના 10 અપડેટ

Russia-Ukraine War: ચારે બાજુથી બોમ્બમારો કરી રહ્યું છે રશિયા, આ છે યુક્રેન યુદ્ધના 10 અપડેટ

ઓડેસા, બિલા, ત્સેરકવા અને વોલિન ઓબ્લાસ્ટમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.

Russia-Ukraine War News: રશિયા તરફથી હજુ પણ તાબડતોબ હુમલા જારી છે. ખેરસાનમાં થયેલા રશિયન હુમલામાં નવ લોકો મૃત્યુ પામ્યા છે. કાલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે 19 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

  Russia-Ukraine War News: રશિયા અને યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 9મો દિવસ છે. રશિયન સેનાના ગોળીબારથી ઝપોરિઝિયા એટમી પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે. રશિયન સેનાએ ગોળીબાર બાદ એડમિન અને કન્ટ્રોલ બિલ્ડિંગ પર કબ્જો કરી લીધો છે. જો કે, ડિરેક્ટર એલેક્ઝાન્ડર સ્ટારુખે કહ્યું કે પ્લાન્ટ સુરક્ષિત છે. આ દરમિયાન, યુએસ પ્રમુખ જો બાઇડને રશિયા સાથે વાતને ઝાપોરિઝિયામાં ઇમરજન્સી રિસ્પોન્ડર્સને અંદર જવાની પરમિશન આપવા અપીલ કરી છે.

  રશિયા તરફથી હજુ પણ તાબડતોબ હુમલા જારી છે. ખેરસાનમાં થયેલા રશિયન હુમલામાં નવ લોકો મૃત્યુ પામ્યા છે. કાલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે 19 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવ્યું. યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારથી પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

  આવો જાણીએ રશિયા-યુક્રેન યુદ્ધના અત્યારસુધીના 10 અપડેટ-

  1. પોલેન્ડમાં ભારતીયોને લેવા ગયેલા રિટાયર જનરલ વીકે સિંહે જાણકારી આપી કે કીવમાં વધુ એક વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચો: યુક્રેનથી સ્વદેશ આવેલા વિદ્યાર્થીઓને PM મોદી મળ્યા, કોંગ્રેસ પર સાધ્યો નિશાનો

  2. રશિયા-યુક્રેન સૈન્ય સંઘર્ષને ધ્યાનમાં રાખીને બે પૂર્વ સોવિયત ગણરાજ્યો જ્યોર્જિયા અને મોલ્દોવાએ યુરોપિયન યુનિયનની સદસ્યતા માટે અરજી કરી છે. યુક્રેને કહ્યું કે તે બ્લોક માટે ફાસ્ટ-ટ્રેક સભ્યપદ મેળવવા માંગે છે, તેના બે દિવસ બાદ આ મામલો સામે આવ્યો છે.

  3. રશિયામાં શુક્રવારે ફેસબુક અને ઘણી મીડિયા વેબસાઈટ આંશિક રૂપે ઠપ્પ થઈ ગઈ હતી,જેને લીધે લોકોને ઘણી મુશ્કેલી થઈ હતી. યુક્રેન પર અટેક બાદ દુનિયાની ટીકા અને પ્રતિબંધનો સામનો કરી રહેલા રશિયામાં ફેસબુક ઉપરાંત મેડુઝા, ડ્યુશ વેલે, આરએફઈ-આરએલ અને બીબીસીની રશિયન-ભાષા સેવાની સાઈટ પણ કામ કરતી ન હતી. સાઈટ પર દેખરેખ રાખતી એનજીઓ ગ્લોબલચેકે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

  4. કેન્દ્ર સરકારે યુદ્ધ પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશ પરત લાવવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. સરકારે ગુરુવારે યુક્રેનના ખારકીવ શહેરમાં રહેતા ભારતીય નાગરિકોને એક ફોર્મ ભરવાની અપીલ કરી, જેથી સ્થળાંતરની કામગીરી ઝડપી બને.

  5. બોમ્બમારા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે તે યુદ્ધ બાદ યુક્રેનના પુનર્નિર્માણ માટે કામ કરશે. તેમણે કહ્યું કે અમારી પાસે પોતાની સ્વતંત્રતા સિવાય ગુમાવવા માટે કંઈ જ નથી.

  6. ઓડેસા, બિલા, ત્સેરકવા અને વોલિન ઓબ્લાસ્ટમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. રહેવાસીઓને નજીકના સ્થળોએ આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: લાઇવ રિપોર્ટિંગ દરમિયાન કીવમાં થયો જોરદાર બ્લાસ્ટ, પત્રકાર ભાગ્યો, જુઓ Video

  7. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રશિયન પ્રમુખ ઝેલેન્સકી સાથે વાત કરતા કહ્યું કે તેઓ Zaporizhzhya પરમાણુ પ્લાન્ટની આસપાસની પરિસ્થિતિ પર આગામી કલાકોમાં યુએન સુરક્ષા પરિષદની એક ઇમરજન્સી બેઠક બોલાવશે.

  8. યુક્રેનમાંથી ભારતીયોની સુરક્ષિત વાપસી માટે સરકારે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. અત્યાર સુધીમાં કુલ 18 હજાર લોકો ભારત પરત આવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ 30 ફ્લાઇટ્સ દ્વારા 6,400 ભારતીયોને દેશ લાવવામાં આવ્યા છે. 10 માર્ચ સુધીમાં દરેકને લાવવાનો ટાર્ગેટ છે. 24 મંત્રીઓએ બધુ યોગ્ય રીતે થાય તેની જવાબદારી સંભાળી છે. ભારતીયોને બહાર કાઢવા માટે રશિયાએ પણ 130 બસ ગોઠવી છે.

  9. બાઇડન સરકારે યુક્રેનને 10 અબજ ડોલર (લગભગ 75 હજાર 911 કરોડ રૂપિયા)ની મદદ આપવા માટેનો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસને મોકલ્યો છે. પરમિશન મળ્યા બાદ આ પૈસા યુક્રેન મોકલવામાં આવશે.

  10. બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડમાં માનવીય કોરિડોર બનાવવા પર સહમતિ બની છે. આ કોરિડોર હેઠળ યુદ્ધ ક્ષેત્રના લોકોને ખોરાક અને દવા પહોંચાડવાનું કામ કરવામાં આવશે. વાતચીત બાદ યુક્રેને કહ્યું કે તે આ વાતચીતથી સંતુષ્ટ નથી, ટૂંક સમયમાં ત્રીજા રાઉન્ડની બેઠક બોલાવવામાં આવશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: India Russia, Russia, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन