Home /News /national-international /Russia Ukraine War: ભારતની પુત્રીએ યુક્રેનમાં બનાવ્યું ‘મિની ઇન્ડિયા’, 500 વિદ્યાર્થીઓને આવી રીતે પહોંચાડી રહી છે ભોજન
Russia Ukraine War: ભારતની પુત્રીએ યુક્રેનમાં બનાવ્યું ‘મિની ઇન્ડિયા’, 500 વિદ્યાર્થીઓને આવી રીતે પહોંચાડી રહી છે ભોજન
આર્યાએ કહ્યું કે પોતાની ફી ના પૈસા ભોજન અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પર ખર્ચ કરી રહ્યા છે
Russia Ukraine Crisis - આર્યાએ જણાવ્યું - તે બે મહિના પહેલા ફિઝિયોથેરાપીનો કોર્સ કરવા માટે ડનિપ્રો આવી હતી. તેનો ભાઇ પણ અહીં અભ્યાસ કરી રહ્યો છે
ભોપાલ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં (Russia Ukraine War) ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે અને પોતાના ઘરે જવાની રાહ જોઈ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડનિપ્રો શહેરમાં 400થી વધારે વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી ઘરો અને બંકરોમાં કેદ (Russia Ukraine Crisis) છે. તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સે (Indian Students)એકબીજાની મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે એક સોશિયલ મીડિયા હેલ્પલાઇન ચેઇન તૈયાર કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેની એડમિન મધ્ય પ્રદેશના ભોપાલની આર્યા શ્રીવાસ્તવ છે.
એક અખબાર સાથે થયેલી વાતચીતમાં આર્યાએ કહ્યું કે પોતાની ફી ના પૈસા ભોજન અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પર ખર્ચ કરી રહ્યા છે. માર્ચમાં ફી આપવાની હોય છે. જેના કારણે બધા પાસે પૈસા છે. તેનું કહેવું છે કે સાંજ પછી કોઇ ભારતીય વિદ્યાર્થી બહાર જતા નથી. સાયરન વાગતા જ બધા સુરક્ષિત સ્થળોએ પહોંચી જઈએ છીએ. રસ્તા પર સન્નાટો જોવા મળે છે.
ડનિપ્રોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે મદદ
આર્યાએ જણાવ્યું હતું કે તે બે મહિના પહેલા ફિઝિયોથેરાપીનો કોર્સ કરવા માટે ડનિપ્રો આવી હતી. તેનો ભાઇ પણ અહીં અભ્યાસ કરી રહ્યો છે. એક અખબાર સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે અહીં 400થી વધારે વિદ્યાર્થીઓ ફસાયેલા છે. પહેલા ખાવા-પીવાની વસ્તુઓ હતી તો પરેશાની આવી ન હતી. સામાન ખતમ થયો તો પરેશાની વધી ગઇ હતી. ધીરે-ધીરે ખાવાનો સ્ટોક ખતમ થવા લાગ્યો હતો. આવામાં અમે એકબીજાની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવ્યા પછી દિવસમાં અલગ-અલગ સુપર માર્કેટથી સામાન ખરીદીને લાવતા હતા. 7 થી વધારે કિચન બનાવવામાં આવ્યા. વોટ્સએપ ગ્રુપ દ્વારા ખબર કરતા હતા કે ક્યાં ભોજનની જરૂર છે. પછી સાંજે તેમના સુધી ભોજન પહોંચાડતા હતા.
" isDesktop="true" id="1185183" >
આર્યાએ કહ્યું હતું કે અમે એકબીજાની મદદ માટે સોશિયલ મીડિયા ચેઇન તૈયાર કરી હતી. અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. પછી તેના દ્વારા જાણકારી લેતા રહ્યા કે શું જરૂર છે. પછી અમારી ટીમે તેમના સુધી ભોજન પહોંચાડ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર