Home /News /national-international /Russia Ukraine War: યૂરોપનાં સૌથી મોટા ન્યુક્લિઅર પાવર પ્લાંટમાં દેખાયો ધુમાડો, યુક્રેનનો દાવો હોઇ શકે છે Chernobylથી 10 ગણો મોટો ધડાકો

Russia Ukraine War: યૂરોપનાં સૌથી મોટા ન્યુક્લિઅર પાવર પ્લાંટમાં દેખાયો ધુમાડો, યુક્રેનનો દાવો હોઇ શકે છે Chernobylથી 10 ગણો મોટો ધડાકો

યુરોપનાં સૌથી મોટા પરમાણું ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડો ઉડતો દેખાઇ રહ્યો છે.

Russia-Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ વધુ સંવેદનશીલ બની રહ્યું છે. રશિયાએ શુક્રવારે ભારતીય (India)સમયાનુસાર વહેલી સવારે યુક્રેનનાં (Ukraine) અનરહોદર શહેર પર હુમલો કરી દીધો છે. ન્યૂઝ એજન્સી એપીએ યુક્રેની અધિકારીઓનાં હવાલાથી દાવો કર્યો છે કે, આ રશિયન (Russia) હુમલા બાદ યૂરોપનાં સૌથી મોટા પરમાણું ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડો ઉડતો દેખાઇ રહ્યો છે.

વધુ જુઓ ...
  Russia Ukraine Latest Updates: રશિયા યુક્રેન યુદ્ધનો આજે નવમો દિવસ છે. હવે પરિસ્થિતી એ હદે ખરાબ થઇ રહી છે કે શક્તિશાળી રશિયા સતત યુક્રેનને નષ્ટ કરવામાં લાગી ગયુ છે. બંને તરફ જાન માલનું ભારે નુક્શાન થઇ રહ્યું છે. આ વચ્ચે ખબર છે કે, યુક્રેનમાં Zaporizhzhia Oblast નાં અનરહોદર શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. યુક્રેની અધિકારીનો દાવો છે કે આ અટેક બાદ જેપોરીજિયા (Zaporizhzhia) સ્થિત યૂરોપનાં સૌથી મોટા પરમાણું ઉર્જા કેન્દ્ર માંથી ધુમાડાનાં વમળો બનતા દેખાયા છે.

  સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે યુક્રેનના સરકારી અધિકારીને ટાંકીને મોટા સમાચાર આપ્યા છે કે યૂરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Zaporizhzhia Nuclear Power Plant) માંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ આગ પછી યૂરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પરના હુમલાઓ બંધ કરવા રશિયન સૈનિકોને હાકલ કરી હતી. કુલેબાએ ટ્વીટ કર્યું, "જો તે બ્લાસ્ટ થશે, તો તે ચોર્નોબિલ કરતા 10 ગણો મોટો બ્લાસ્ટ હશે! રશિયનોએ તરત જ આગને રોકવી જોઈએ.  રશિયાએ યુક્રેનના એનર્હોદર શહેરમાં હુમલો કર્યો છે. એનર્હોદર એ યુક્રેનમાં ઝાપોરિઝ્ઝિયા ઓબ્લાસ્ટના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક શહેર અને નગરપાલિકા છે. ખરેખર, એનર્હોદર ઝાપોરિઝિયાથી અમુક અંતરે આવેલું છે. એનર્હોદર નિકોપોલ અને ચેર્વોનોહરીહોરીવકાની સામે, કાખોવકા જળાશય નજીક ડીનીપર નદીના ડાબા કાંઠે સ્થિત છે.

  ન્યુક્લિયર પાવર પ્લાન્ટની પ્રેસ સર્વિસના પ્રવક્તા એન્ડ્રે તુઝના જણાવ્યા અનુસાર, રેડિયેશન ફેલાવાનો કોઈ ખતરો નથી.
  યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં 6 રિએક્ટર છે, જે આખા યૂરોપમાં સૌથી મોટા અને પૃથ્વી પર 9મું સૌથી મોટું રિએક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા હાલમાં મોર્ટાર અને આરપીજીથી તેના પર હુમલો કરી રહ્યું છે. ઉર્જા કેન્દ્રના કેટલાક ભાગોમાં હાલમાં આગ લાગી છે. રશિયનોએ અગ્નિશામકો પર પણ ગોળીબાર કર્યો.

  વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ કોઈ વળાંક પર પહોંચતી દેખાતી નથી. આ યુદ્ધમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુક્રેનના ન્યુક્લિયર પાવર સ્ટેશન તેના નિશાના પર છે. અગાઉ, ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટને (Chernobyl Nuclear Plant) 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન સૈનિકોએ કબજે કરી લીધો હતો.

  રશિયાએ યુક્રેનના એનર્હોદર શહેરમાં હુમલો કર્યો છે. એનર્હોદર એ યુક્રેનમાં Zaporizhzhia Oblast ના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક શહેર અને નગરપાલિકા છે. ખરેખર, એનર્હોદર ઝાપોરિઝિયાથી Zaporizhzhia) અમુક અંતરે આવેલું છે. એનર્હોદર (Enerhodar) નિકોપોલ (Nikopol) અને ચેર્વોનોહરીહોરીવકાની (Chervonohryhorivka ) સામે, કાખોવકા (Kakhovka ) જળાશય નજીક ડીનીપર નદીના ડાબા કાંઠે સ્થિત છે.

  અમેરિકા સહિતના પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે જો કોઈ બહારની વ્યક્તિ હસ્તક્ષેપ કરશે તો એવા પરિણામો આવશે જે પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. નિષ્ણાતો પુતિનની આ ધમકીને પરમાણુ યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન (ICAN) અનુસાર, જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો મૃત્યુઆંક 100 મિલિયનને પાર કરી જશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Russia, Russia Ukraine Latest News, Russia ukraine war, Ukraine, Vladimir putin, Volodymyr zelenskyy

  विज्ञापन
  विज्ञापन