Home /News /national-international /Russia Ukraine War : 600 ભારતીય વિદ્યાર્થીઓનું છેલ્લું ગ્રૂપ યુક્રેનથી ભારત પહોંચ્યું, સરકારનો માન્યો આભાર

Russia Ukraine War : 600 ભારતીય વિદ્યાર્થીઓનું છેલ્લું ગ્રૂપ યુક્રેનથી ભારત પહોંચ્યું, સરકારનો માન્યો આભાર

600 ભારતીય વિદ્યાર્થીઓનું છેલ્લું ગ્રૂપ યુક્રેનથી ભારત પહોંચ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું છેલ્લું ગ્રૂપ શુક્રવારે ભારત પહોંચ્યું હતું. ભારત પહોંચેલા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), વિદેશ મંત્રાલય અને દૂતાવાસનો આભાર વ્યક્ત કર્યો છે.

વધુ જુઓ ...
    Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) નું છેલ્લું જૂથ શુક્રવારે ભારત પહોંચ્યું હતું, જેમાં 600 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમને ઓપરેશન ગંગા (Operation Ganga) હેઠળ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા ભારત (India) લાવવામાં આવ્યા હતા. ભારત પહોંચેલા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), વિદેશ મંત્રાલય અને દૂતાવાસનો આભાર વ્યક્ત કર્યો છે. યુદ્ધગ્રસ્ત સુમી શહેરમાંથી સુરક્ષિત પરત ફરેલા વિદ્યાર્થી ધ્રુવે કહ્યું કે સરકારનો આભાર, ત્યાં ટકી રહેવું મુશ્કેલ હતું. અમારા સુરક્ષિત વાપસી માટે સરકારે ખૂબ જ મહેનત કરી.

    રશિયા અને યુક્રેન (Russia Ukraine) દ્વારા બંને પક્ષો સાથે ભારતની તીવ્ર રાજદ્વારી સંલગ્નતાએ વિદ્યાર્થીઓના સુરક્ષિત બહાર નીકળવા માટે માનવતાવાદી કોરિડોર બનાવવાનું શક્ય બનાવ્યું અને ત્યારબાદ યુક્રેનિયન શહેરમાંથી વિદ્યાર્થીઓનું સ્થળાંતર શક્ય બન્યું. આમાંથી બે ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લેન્ડ થઈ હતી, જ્યારે ત્રીજી ફ્લાઈટ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થઈ હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) શુક્રવારે સવારે પ્રથમ ફ્લાઈટથી પરત ફરેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ઠાકુરે વિદ્યાર્થીઓનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું. મંત્રીએ એક વિડિયો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'ઘરમાં આપનું સ્વાગત છે! વિદ્યાર્થીઓનો બીજો સમૂહ આજે સવારે #OperationGanga દ્વારા પરત ફર્યો છે અને તેઓ તેમના પરિવારો અને મિત્રો સાથે ફરી જોડાશે.અમે યુક્રેનમાં રહેતા દરેક ભારતીય નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.'' બીજી ફ્લાઇટ ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતરી જ્યાં વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે સ્વાગત કરવામાં આવ્યું હતું.


    વર્ધલક્ષ્મી તેની યુક્રેનિયન બિલાડી પણ સાથે લાવી

    ભારતીય વિદ્યાર્થિનીઓમાંની એક વર્ધલક્ષ્મીએ જણાવ્યું કે તે પોતાની બિલાડી (ukrainian Cat) લિજોનાક પોતાની સાથે લાવી હતી, આ બિલાડી છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે છે. તેણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તે પરિવારના સભ્ય જેવી બની ગઈ છે, તે તેને એકલી છોડી શકે તેમ નથી. તેણે કહ્યું કે અમારી સામે વિસ્ફોટ થઈ રહ્યા હતા, તે ખૂબ જ ડરામણો, ભયાનક અને તણાવપૂર્ણ સમય હતો. મોબાઈલ ચાર્જિંગ પણ મુશ્કેલ હતું.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine war

    विज्ञापन
    विज्ञापन