Home /News /national-international /Ukraine Blasts Videos: સ્થાનિક પત્રકારે બનાવ્યો બ્લાસ્ટનો વીડિયો, જોતજોતામાં જ બ્રિજ 'ધડામ'
Ukraine Blasts Videos: સ્થાનિક પત્રકારે બનાવ્યો બ્લાસ્ટનો વીડિયો, જોતજોતામાં જ બ્રિજ 'ધડામ'
યુક્રેનમાં જોતજોતમાં બ્રિજ જમીનદોષ
Ukraine War: રશિયન હુમલા બાદ સોશિયલ મીડિયા પર જોવા મળતા યુક્રેનના વીડિયોમાં જોતજોતામાં જ એક બ્રિજને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ વીડિયોમાં એક નાશ પામેલી ઈમારત અને પાર્કમાં એક વિશાળ ખાડોમાંથી નીકળતો ધુમાડો જોવા મળી રહ્યો છે.
નેશનલ ડેસ્ક: યુક્રેનની રાજધાની કિવમાં આજે અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટોથી થયેલા નુકસાનના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પત્રકારો અને સામાન્ય લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મિસાઈલ હુમલા બાદ ધ્વસ્ત ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. આવા જ એક વીડિયોમાં, કિવ ફ્રીલાન્સ પત્રકાર ઇલિયા પોનોમારેન્કોએ બતાવ્યું છે કે, કેવી રીતે રાજધાની કિવની મધ્યમાં પ્રખ્યાત બ્રિજ ઓફ ગ્લાસ (Bridge of Glass) પર ધમાકો કરી પુલ તોડવામાં આવ્યો હતો. આ વિસ્ફોટો બાદ શહેરમાં ઓહાપો મચી ગયો હતો.
Luxmoor એ અન્ય એક વિડિયો પોસ્ટ કર્યો હતો કે, વીડિયો રેકોર્ડ કરતી વખતે એક છોકરી કેવી રીતે નાસી છૂટી હતી. આ ક્લિપમાં, જ્યારે રસ્તા પરથી પસાર થતી વખતે બોમ્બ ધડાકા શરૂ થાય છે, ત્યારે યુવતીના ચહેરા પર ડર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે એક મિસાઇલ છોકરીની ખૂબ નજીક પડી હતી.
A girl was recording herself as she walked through what looks like Shevchenko Park in Kyiv this morning. She was almost killed by a Russian rocket pic.twitter.com/1Fa40ypcyg
કારમાંથી અન્ય કેટલાક વીડિયો શૂટ કરવામાં આવ્યા છે, જેમાં વિસ્ફોટના સ્થળેથી ધુમાડો નીકળતો જોવા મળે છે. યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાએ ઓછામાં ઓછી 75 મિસાઈલો છોડી છે, જેમાં 5 લોકો માર્યા ગયા છે. એક દિવસ પહેલા, રશિયાએ યુક્રેન પર ક્રિમિયાને રશિયા સાથે જોડતા પુલને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેને "આતંકવાદી કૃત્ય" ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે "યુક્રેનની ગુપ્તચર એજન્સી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો". યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિરે તેમના ભાષણમાં હુમલાની સીધી જવાબદારી લીધી ન હતી. રશિયાએ છેલ્લે 26 જૂને કિવ પર હુમલો કર્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર