Home /News /national-international /Russia-Ukraine War: ભારે ગોળીબાર વચ્ચે ભારતીય એમ્બેસીએ તમામ ભારતીયોને તાત્કાલિક ખાર્કિવ છોડવા જણાવ્યું
Russia-Ukraine War: ભારે ગોળીબાર વચ્ચે ભારતીય એમ્બેસીએ તમામ ભારતીયોને તાત્કાલિક ખાર્કિવ છોડવા જણાવ્યું
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (ફાઇલ ફોટો)
Russia-Ukraine War: યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે ખાર્કિવમાં હાજર તમામ ભારતીયોને પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખાર્કિવ છોડી દેવાની તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે.
ભારતે યુક્રેનના ખાર્કિવ (Kharkiv)માં હાજર તમામ ભારતીયોને ભારે તોપમારો વચ્ચે "સલામતી અને સુરક્ષા" માટે તરત જ શહેર છોડી (Indians to leave Kharkiv immediately) દેવાની સલાહ આપી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ (Indian Embassy in Ukraine) દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે "ખાર્કીવમાં હાજર તમામ ભારતીયોને પોતાની સુરક્ષા માટે તરત જ ખાર્કીવ છોડી દેવાની તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે. અહીંથી શક્ય હોય તેટલી ઝડપે પેસોચિન, બાબાયે અને બેઝલ્યુડોવકા તરફ આગળ વધે." દૂતાવાસ વતી કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તેઓએ યુક્રેનના સમય મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં શહેર છોડવું પડશે.
તમને જણાવી દઈએ કે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. મંગળવારે ખાર્કીવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારપછી યુક્રેનમાં ભારતીય દૂતાવાસ વધુ સતર્ક બની ગયું છે. ખાર્કિવમાં રશિયા તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન ખાર્કિવના પ્રાદેશિક પોલીસ અને ગુપ્તચર મુખ્યાલય પરના હુમલાનો એક વીડિયો ઓનલાઈન ફરતો થઈ રહ્યો છે, જેમાં એક ઈમારતની છતમાં વિસ્ફોટ થયો હતો અને તેના ઉપરના માળે આગ લાગી હતી.
URGENT ADVISORY TO ALL INDIAN NATIONALS IN KHARKIV.
FOR THEIR SAFETY AND SECURITY THEY MUST LEAVE KHARKIV IMMEDIATELY.
PROCEED TO PESOCHIN, BABAYE AND BEZLYUDOVKA AS SOON AS POSSIBLE.
UNDER ALL CIRCUMSTANCES THEY MUST REACH THESE SETTLEMENTS *BY 1800 HRS (UKRAINIAN TIME) TODAY*.
આ હુમલાને કારણે ખાર્કિવના રહેવાસીઓ ડરી ગયા છે. ક્ષતિગ્રસ્ત પાંચ માળની ઇમારતનો કાટમાળ બાજુની શેરીઓમાં વિખરાયેલો જોવા મળ્યો હતો. યુક્રેન સરકારના વ્યૂહાત્મક સંચાર કેન્દ્રે બુધવારે ખાર્કિવમાં થયેલા હુમલાના ફોટા જાહેર કર્યા હતા.
યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે વતન લાવવામાં આવી રહ્યા છે.
50 લાખ યુક્રેનિયનો ભાગ્યા
યુક્રેન પર આક્રમણ શરૂ કર્યાના એક અઠવાડિયા પછી રશિયાએ જણાવ્યું હતું કે તેની સેનાએ બુધવારે યુક્રેનના પ્રથમ મોટા શહેર ખેરસોન પર કબજો કર્યો હતો. આ યુદ્ધ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. 24 ફેબ્રુઆરીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમના દક્ષિણ પાડોશી પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો ત્યારથી લગભગ 50 લાખ યુક્રેનિયનો ભાગી ગયા છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Sargei Lavrov) બુધવારે કહ્યું છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ (World War 3) થશે તો તેમાં પરમાણુ શસ્ત્રો સામેલ થશે અને તે વિનાશક હશે. રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકે લાવરોવને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રશિયા, જેણે ગત અઠવાડિયે યુક્રેન (Russia Attack Ukraine) સામે વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. તેના વિદેશ પ્રધાન લાવરોવે કહ્યું હતું કે જો કિવ પરમાણુ હથિયાર પ્રાપ્ત કરશે તો તેમના દેશને "વાસ્તવિક ખતરા" નો સામનો કરવો પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર