Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ PM મોદી ભારતનું જંગી એરક્રાફ્ટ યુક્રેનમાં ખડકશે

Russia-Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ PM મોદી ભારતનું જંગી એરક્રાફ્ટ યુક્રેનમાં ખડકશે

C-17 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાનું સૌથી મોટું વિમાન છે. (ફોટો - Twitter)

Indian in Ukraine: યુક્રેન (Ukraine)માં ફસાયેલા સેંકડો ભારતીયોને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મોટું પગલું ભર્યું છે. સુત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ હવે તેણે ઓપરેશન ગંગા (Oparetion Ganga) હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની જવાબદારી એરફોર્સને (Indian Air Force) સોંપી છે.

વધુ જુઓ ...
    યુક્રેન (Ukraine)માં ફસાયેલા સેંકડો ભારતીયોને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મોટું પગલું ભર્યું છે. સુત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ હવે તેણે ઓપરેશન ગંગા (Oparetion Ganga) હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની જવાબદારી એરફોર્સને (Indian Air Force) સોંપી છે. C-17 એરક્રાફ્ટ (C-17 aircraft) એરફોર્સનું સૌથી મોટું એરક્રાફ્ટ છે. તેનાથી ઓછા સમયમાં યુક્રેનમાંથી વધુ ભારતીયોને બહાર કાઢવામાં મદદ મળશે. યુક્રેન પર રશિયા (Ukraine Russia War)નો હુમલો છઠ્ઠા દિવસે પણ ચાલુ છે અને ત્યાં ફસાયેલા ઘણા ભારતીયો ભોંયરામાં સંતાઇને પોતાનો જીવ બચાવી રહ્યા રહે છે, જેમની પાસે હવે ખાવા-પીવાનું પણ નથી.

    ANIએ સૂત્રો પાસેથી મળેલા સમાચારના આધારે જણાવ્યું છે કે PM મોદીએ આ માટે ભારતીય સેનાને આદેશ આપ્યો છે. અત્યાર સુધીમાં યુક્રેનમાં ફસાયેલા લગભગ એક હજાર ભારતીયોને પોલેન્ડ, હંગેરી, રોમાનિયા થઈને લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે. યુક્રેનમાં 20 હજારથી વધુ ભારતીયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ઘણા સી-17 એરક્રાફ્ટ આજે ઓપરેશન ગંગા હેઠળ ઉડવાનું શરૂ કરી શકે છે.

    C-17 ગ્લોબમાસ્ટર દરેક પ્રકારના કામમાં માસ્ટર છે

    ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર III એ લશ્કરી અને માનવતાવાદી સહાયતાવાળું વિમાન છે. 4 એન્જિન ધરાવતું આ એરક્રાફ્ટ ઘણી બધી વસ્તુઓ કરવામાં સક્ષમ છે. તે ભારતીય સેનાને વિશ્વના કોઈપણ ખૂણે ગમે ત્યાં, કોઈપણ સંજોગોમાં, દિવસ કે રાત વિશાળ માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો પહોંચાડી શકે છે. આ સિવાય તે ભારતીય સેનાને નાનામાં નાના એરપોર્ટ સુધી લઈ જઈ શકે છે. તેનો ઉપયોગ માનવતાવાદી સહાય માટે પણ થઈ શકે છે. C17 લાંબા અંતર સુધી ઉડી શકે છે. એટલા માટે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે તેની પસંદગી કરવામાં આવી છે. અફઘાન સરકારના પતન પછી ગયા વર્ષે ત્યાંથી ભારતીયોને લાવવા માટે માત્ર C-17 ગ્લોબમાસ્ટર મોકલવામાં આવ્યું હતું. તે એકસાથે 72.6 ટનનો ભાર ઉપાડી શકે છે.

    આ પણ વાંચો- Russia Ukraine News: યુક્રેન બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

    24 કલાકમાં કીવ છોડવાની સલાહ

    જણાવી દઇએ કે, આજે જ યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય. રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા માટે રશિયા તરફથી ખુબજ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાને 40 મીલ (64 કિલોમીટર) લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયા હુમલા બાદથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી.

    આ પણ વાંચો- Russia Ukraine War: યુક્રેનમાં રશિયાના મિસાઈલ હુમલાનો Viral Video, તબાહીના રૂવાંડા ઊભા કરી નાખતા દૃશ્યો

    ભારતીય વિદ્યાર્થીનુ મોત

    રશિયા યુક્રેન સંઘર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: India Russia, Indian Students in Ukraine, PM Modi પીએમ મોદી, Russia and Ukraine War, Russia ukrain crisis, Russia Ukraine, Russia ukraine news, Russia war with ukraine, Ukraine Russia War

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन