Russia-Ukraine War: 'બીજો કોઈ રસ્તો નથી... જીવનું જોખમ વધતું જાય છે', પોલેન્ડ બોર્ડર ઉપર વિદ્યાર્થીની વ્યથાનો video
Russia-Ukraine War: 'બીજો કોઈ રસ્તો નથી... જીવનું જોખમ વધતું જાય છે', પોલેન્ડ બોર્ડર ઉપર વિદ્યાર્થીની વ્યથાનો video
પોલેન્ડ બોર્ડર ઉપર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ
Russia-Ukraine War latest Update: ભારત સરકારની (Indian Government) એડવાઈઝરી ફોલો કરીને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડ (poland border) સુધી પહોંચ્યા હતા. જેમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર (Indian students stuck) ફસાયા છે જેમાંથી 50 જેટલા ગુજરતાી વિદ્યાર્થીઓ (Gujarati Students) છે.
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે (Russia-Ukraine War) ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેનો ભોગ યુક્રેન નાગરિકો બની રહ્યા છે. અને સાથે સાથે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) પણ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ફસાયેલા વિદ્યાર્થીઓ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા યુક્રેનના પાડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્લાન બાદ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નજીક પડતી પોલેન્ડ બોર્ડર (Poland border) ઉપર પહોંચ્યા છે. જોકે, અહીં વિદ્યાર્થીઓની ન ઘરની ન ઘાટની જેવી સ્થઈ છે. અહીં યુક્રેન સેના (Ukraine Army) વિદ્યાર્થીઓને પોલેન્ડમાં જવા દેતી નથી અને પરત ફરવા માટે જણાવ્યું હતું. ત્યારે પોલેન્ડ બોર્ડર પર વિદ્યાર્થીનો હૃદય દ્વાવક વીડિયો સામે આવ્યો હતો. અહીં કડકડતી ઠંડીમાં 800થી વધારે વિદ્યાર્થી પોલોન્ડ બોર્ડર પહોંચ્યા છે અને હવે ત્યાં ફસાયા છે. વિદ્યાર્થીએ વીડિયો (student video) મદદ માટે અપીલ કરી હતી.
વીડિયોમાં વિદ્યાર્થીએ વ્યક્ત કરી વ્યથા
પોલેન્ડ બોર્ડર ઉપરથી એક વિદ્યાર્થીએ વીડિયો બનાવીને મદદ માટે અપીલ કરી હતી. જેમાં વિદ્યાર્થી જણાવે છે કે, 'જેવી રીતે તમે જોઈ શકો છો એમ હજારો વિદ્યાર્થીઓ સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોલેન્ડ બોર્ડ ઉપર આવી ગયા છીએ. 30થી 35 કિલોમિટર પગે ચાલીને ચેક પોસ્ટ ઉપર પહોંચ્યા ત્યારે હવે અમને કહેવામાં આવી રહ્યું છે. તમે લોકો પાછા જાઓ. હવે અમારી પાસે પાછા જવાનો કોઈ રસ્તો નથી'
'હવે અમને પોલેન્ડમાં એન્ટ્રી અપાવની ભારત લઈ જાઓ'
'બીજી તરફ અમે જે સ્ટેટ ટર્નોપીલથી આવ્યા ત્યાં 200 ટકા એરસ્ટ્રાઈક થવાના સમાચાર મળી રહ્યા છે. અમે એડવાઈઝરી ફોલો કરીને અહીં આવ્યા બાદ પણ અમને એવું કહેવામાં આવે છે કે હવે પાછા જાઓ. અમારી એટલી જ માંગણી છે કે અમને પોલેન્ડમાં એન્ટ્રી અપાવીને વહેલી તકે ભારત બોલાવી લેવામાં આવે. હવે જીવનો ખતરો વધતો જાય છે. આભાર'
800 વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડ પહોંચ્યા જેમાં 50 ગુજરાતી
ભારત સરકારની એડવાઈઝરી ફોલો કરીને ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડ સુધી પહોંચ્યા હતા. કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ભારે સામાન સાથે 30-40 કિલોમિટર સુધી ચાલીને પહોંચ્યા હતા. હવે ત્યાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર ફસાયા છે જેમાંથી 50 જેટલા ગુજરતાી વિદ્યાર્થીઓ છે.
હંગેરિયન બોર્ડર પર ફસાયા બિહારી વિદ્યાર્થીઓ
ભારતીય દૂતાવાસની સૂચના પર ગોપાલગંજના 18 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભાગીને હંગેરી પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમ્બેસીએ કહ્યું કે અહીં તેમના માટે ફ્લાઈટની વ્યવસ્થા છે. પરંતુ, હંગેરિયન બોર્ડર પર તેમના માટે ફ્લાઇટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. યુક્રેનમાં સતત બોમ્બ ધડાકા વચ્ચે આ તમામ વિદ્યાર્થીઓ લગભગ 700 કિમીનો રોડ કવર કરીને હંગેરિયન બોર્ડર પર પહોંચ્યા હતા.
ભારતીય મૂળના વિદ્યાર્થીઓને હંગેરીમાં એન્ટ્રી નથી
યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા આ વિદ્યાર્થીઓ દ્વારા ન્યૂઝ 18ને મોકલવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે હંગેરિયન બોર્ડર પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. અહીં બોર્ડર ફોર્સનું કડક મોનિટરિંગ છે, તેથી ભારતીય મૂળના વિદ્યાર્થીઓને હંગેરીમાં એન્ટ્રી નથી મળી રહી.
વિદ્યાર્થીઓની વ્યથા" બોર્ડરથી 30 કિ.મી દૂર છે. ત્યારે હવે અમને અહીંયાથી બોર્ડર સુધી ચાલતા જવા માટે કહીં દેવામાં આવ્યું છે. અહીં હાલ સ્થિતિ ખુબ જ ખરાબ છે. ફોનમાં નેટવર્ક નથી અને અમારી પાસે 4-4 બેગ છે જેને લઈને અમારે 30 કિ.મી સુધી ચાલીને જવું પડશે" #UkraineRussia#RussiaUkraineWarpic.twitter.com/5KFdYx0s2R
ભારતીય દૂતાવાસનો કોઈ અધિકારી ત્યાં હાજર નથી
મેડિકલ સ્ટુડન્ટ રિઝવાને હંગેરિયન બોર્ડર પરથી એક વીડિયો મોકલીને કહ્યું કે ભારતીય દૂતાવાસનો કોઈ અધિકારી ત્યાં હાજર નથી. સરહદ પર તાપમાન માઈનસ બે ડિગ્રી સેલ્સિયસ છે. અહીં કડકડતી ઠંડીના કારણે બિહારી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેઓ કહે છે કે કાં તો તેમને હંગેરીમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તેમને એરલિફ્ટ કરીને તેમના વતન પરત લાવવામાં આવે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર