Home /News /national-international /

Russia Ukraine war: બરફ ઓગાળી તરસ છીપાવવા મજબૂર, સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવી દર્દભરી કહાની

Russia Ukraine war: બરફ ઓગાળી તરસ છીપાવવા મજબૂર, સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવી દર્દભરી કહાની

. સુમીમાં ફસાયેલી માલવિકાએ કહ્યું કે અમે કેટલુંક પાણી જમા કર્યું હતું પણ તે ખતમ થઇ ગયું છે (File photo/AFP)

russia ukraine crisis - ભારતે શનિવારે કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પૂર્વી શહેરના સુમીમાં ફસાયેલા ભારતીયોને લઇને ઘણા ચિંતિત છે

    કીવ : રશિયાના હુમલા પછી યુદ્ધગ્રસ્ત (Russia Ukraine war)યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર (Government of India)સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન ઉત્તરપૂર્વી શહેર સુમીમાં (sumy)ફસાયેલા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ બરફ ઓગાળી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. સાથે સરકાર જલ્દી મદદ કરે તેવી અપીલ કરી છે. શહેરમાં 700 થી 800 વિદ્યાર્થી ફસાયેલા છે. સુમીમા ટ્રેન અને બસો અટકી ગઇ છે. રસ્તા અને પુલ નષ્ટ થઇ ગયા છે અને રસ્તા પર લડાઇ થઇ રહી છે. એક મોટા બ્લાસ્ટ પછી શહેરમાં વિજળી અને પાણીની સપ્લાય પણ બંધ થઇ ગઈ છે.

    યુક્રેનના સુમી શહેરમાં ગુરુવારે સાંજે એક બોમ્બ વિસ્ફોટ પછી સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી કેરલની મેડિકલ વિદ્યાર્થિની માલવિકા મનોજે પોતાની તરસ છીપાવવા માટે બરફ ઓગાળવા મજબૂર થવું પડ્યું હતું. સુમીમાં ફસાયેલી માલવિકાએ કહ્યું કે અમે કેટલુંક પાણી જમા કર્યું હતું પણ તે ખતમ થઇ ગયું છે. આજે અમે બહારથી બરફ લીધો અને તે ઓગાળી પાણી પીધું હતું.

    આ પણ વાંચો - છેલ્લા 7 દિવસમાં ત્રણ વખત થયો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીને મારવાનો પ્રયત્ન, બ્રિટિશ મીડિયાનો દાવો

    સુમીમાં લાઇટ નથી, કમ્યુનિકેશન ક્યારેય પણ તુટી શકે છે

    વિદ્યાર્થિનીએ કહ્યું કે સાયરન અને હવાઇ હુમલા સાંભળી શકીએ છીએ. ગુરુવારે જ્યારે હવાઇ હુમલાના એલર્ટ સંભાળાયા તો પોતાના પાસપોર્ટ સાથે બંકરો તરફ ભાગ્યા હતા. તેણે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે વીજળી નથી. હું ફોનનો વધારે ઉપયોગ કરી શકતી નથી કારણ કે બેટરી ઓછી થઇ જશે. કમ્યુનિકેશન કોઇપણ સમયે સમાપ્ત થઇ શકે છે.

    રશિયાની સરહદ પાસે છે સુમી સ્ટેટ યુનિવર્સિટી

    રિપોર્ટ્સ પ્રમાણે રશિયાની સરહદ પાસે સુમી સ્ટેટ યુનિવર્સિટીથી અત્યાર સુધી એકપણ ભારતીય વિદ્યાર્થીને બહાર નીકાળ્યા નથી. માલવિકાએ જણાવ્યું કે અમને સૂચના મળી હતી કે ભારતીય અધિકારીઓ દ્વારા ફક્ત 65 કિમી દૂર રશિયાની સરહદના માધ્યમથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. જોકે 65 કિલોમીટરની યાત્રા કરવા માટે વિદ્યાર્થીઓને યુક્રેનની સરકાર પાસેથી મંજૂરી લેવાની જરૂરિયાત હોય છે.

    આ પણ વાંચો - યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીને બચાવવા 20KM પગપાળા ચાલ્યો ભારતીય યુવાન

    યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને ઘણા ચિંતિત - ભારત

    ભારતે શનિવારે કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પૂર્વી શહેરના સુમીમાં ફસાયેલા ભારતીયોને લઇને ઘણા ચિંતિત છે. સાથે વિવિધ માધ્યમોથી રશિયા અને યુક્રેન બન્નેને તત્કાળ સંઘર્ષવિરામ કરવા કહ્યું છે. જેથી સંઘર્ષ વાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन