કીવ : બે પડોશી દેશો યુક્રેન (Ukraine) અને રશિયા (Russia)ના યુદ્ધ (Russia-Ukraine War)વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની ઘણી દર્દનાક વાતો સામે આવી છે. ભારત પરત ફરવામાં સફળ થયેલા અને યુક્રેનની સરહદો (ukraine crisis) અને બંકરોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ ડરની દાસ્તાન કહી રહ્યા છે. આ દરમિયાન વિશ્વના વધુ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની વાર્તા ચર્ચાનો વિષય બની રહી છે. આ કિસ્સામાં ભારતના અંકિત અને પાકિસ્તાનની વિદ્યાર્થી મારિયાનું નામ સામેલ છે. અહીં ભારે ગોળીબાર અને બોમ્બમારા વચ્ચે અંકિત મારિયાને સલામત સ્થળે લઈ ગયો. જોકે બંને વિદ્યાર્થીઓ હજુ પણ તેમના વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં હરિયાણાના અંકિતે જણાવ્યું કે, તે કિવ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં યુક્રેનિયન ભાષાનો વિદ્યાર્થી છે. તેમનું કહેવું છે કે 25 ફેબ્રુઆરીએ મોડી રાત્રે 2.30 વાગ્યે ઈન્સ્ટીટ્યુટથી થોડા અંતરે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ લગભગ 80 વિદ્યાર્થીઓને બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે, આ ગ્રુપમાં તે એકમાત્ર ભારતીય વિદ્યાર્થી હતો અને પાકિસ્તાનની મારિયા પણ આ ગ્રુપમાં હતી. મુશ્કેલીમાં ફસાયેલા અંકિતે ડરી ગયેલા મારિયાના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને રક્ષણનું વચન આપ્યું હતું.
અંકિતે જણાવ્યું કે, જ્યારે તેઓ સતત બોમ્બ ધમાકાઓને કારણે બહાર નીકળવા લાગ્યા ત્યારે મારિયાએ પણ સાથે આવવાની વાત કરી હતી. તેણે જણાવ્યું કે બંને 28 ફેબ્રુઆરીએ કિવના બગજાલા રેલ્વે સ્ટેશન તરફ નીકળ્યા હતા. બંને વિદ્યાર્થીઓ પગપાળા મુસાફરી કરી રહ્યા હતા અને અંકિત કહે છે કે તેણે બે દિવસથી કઈપણ ખાધું નથી. આ દરમિયાન મારિયાની હાલત વધુ ગંભીર દેખાઈ રહી હતી, જેને જોઈને અંકિતે જવાબદારી લીધી અને ફાયરિંગ વચ્ચે 5 કિમી દૂર સ્ટેશન પહોંચ્યો હતો.
અખબાર સાથેની વાતચીતમાં તેમણે સ્ટેશનની સ્થિતિ વિશે જણાવ્યું કે ત્યાં ઘણી ભીડ હતી અને તેઓ 3 ટ્રેન ચૂકી ગયા હતા. આ પછી સાંજે 6 વાગ્યે બંને વિદ્યાર્થીઓ કોઈક રીતે ટ્રેનમાં ચડી ગયા. અંકિતે જણાવ્યું કે એક કલાક પછી ટ્રેકની બાજુમાં વિસ્ફોટ થયો અને ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. એટલું જ નહીં તેણે કહ્યું કે એક ગોળી બારીમાંથી નીકળીને તેના માથા પરથી પસાર થઈ ગઈ હતી.
આખરે બંને વિદ્યાર્થીઓ 1 માર્ચ સુધીમાં ટેર્નોપિલ સ્ટેશન પહોંચવામાં સફળ થયા હતા. તેણે વધુમાં જણાવ્યું કે અહીં મારિયાએ પાકિસ્તાની દૂતાવાસ સાથે વાત કરી અને અધિકારીઓની મદદથી બંનેને મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેને કોફી, બ્રેડ અને સૂપ આપવામાં આવતા હતા.
પાકિસ્તાની ઓફિસરે કર્યા વખાણ
રિપોર્ટ અનુસાર આ સમગ્ર ઘટના પર પાકિસ્તાન એમ્બેસીએ અંકિતના વખાણ કર્યા છે. એમ્બેસીએ લખ્યું કે એક ભારતીય છોકરાએ અમારી દીકરીને બચાવી અને અમારો બાળક બની ગયો છે. ભાસ્કરના કહેવા પ્રમાણે એમ્બેસીએ કહ્યું કે બેટા! તમારો ખુબ ખુબ આભાર. તેમણે એમ પણ કહ્યું કે આ સમય બંને દેશોના લોકો માટે એકબીજાને નીચા દેખાડવાનો નહી, પણ પ્રેમ અને સમર્થન બતાવવાનો છે. તાવથી પીડાઈ રહ્યો છે અંકિત
અંકિતે જણાવ્યું કે, તેઓ રોમાનિયા બોર્ડર પર છે અને કેમ્પમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અહીં તાપમાન માઈનસ છે અને તેમને ખૂબ જ તાવ છે અને શરીરમાં દુ:ખાવો થઈ રહ્યો છે. તેણે કહ્યું કે પાકિસ્તાની દૂતાવાસે તેને બસ દ્વારા ટેર્નોપિલથી રોમાનિયા બોર્ડર પર મોકલ્યો હતો, પરંતુ બસે તેને 15-20 કિમી પહેલા જ ઉતારી દીધો હતો. અહીંથી પગપાળા તેણે સરહદ સુધીનો રસ્તો પાર કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર