Home /News /national-international /

Russia Ukraine War: યુક્રેનમાં થયેલાં હુમલામાં મૃત્યુ પામેલો ભારતીય વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી, નામ છે નવિન

Russia Ukraine War: યુક્રેનમાં થયેલાં હુમલામાં મૃત્યુ પામેલો ભારતીય વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી, નામ છે નવિન

કર્ણાટકનાં વિદ્યાર્થી નવિનનું ખારકીવમાં રશિયા દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં મોત

Russia Ukraine War: યુક્રેનની (Ukraine) રાજધાની કીવમાં (Kyiv) બગડતી સ્થિતિ વચ્ચે આજે ભારતીય દુતાવાસે સખત એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં કેહવામાં આવ્યું હતું કે, તમામ ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓને જલ્દી જ કિવ છોડી દો. એડ્વાઇઝરી મુજબ, કીવ છોડવા માટે જે સાધન મળે તેમાં તેઓ નીકળી પડે. જેમાં ટ્રેન, બસ અને અન્ય ટ્રાવેલની સલાહ આપવામાં આવી હતી.

વધુ જુઓ ...
  Indian Student Killed in Ukraine: યુક્રેનમાં રશિયન હુમલાથી પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. આજે ખારકીવમાં એક હવાઇ હુમલામાં એક ભાતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું છે. તેનો જીવ રશિયા દ્વારા કરવામાં આવેલાં બોમ્બાર્ડિંગમાં ગયો છે. આ જાણકારી વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi) એ આપી છે. મંગળવારનાં રશિયાનાં હુમલામાં માર્યા ગયેલાં ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન છે અને તે કર્ણાટકનો રહેવાસી હતો. આજે સવારે રશિયાએ યુક્રેનનાં તમામ મોટા શહેરો પર હુમલો તેજ કરી દીધો છે. કીવ તરફ રશિયાની સેનાનો મોટો કાફલો તેજીથી આગળ વધી રહ્યો છે.

  આ પણ વાંચો-Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યો વેક્યુમ બોમ્બનો ઉપયોગ, જાણો કેટલો ઘાતક છે આ બોમ્બ

  રશિયન હુમલામાં માર્યા ગયેલાં ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન છે- અરિંદમ બાગચીનું કહેવું છે કે, મને ભારે ખેદ છે કે ખારકીવમાં જે હવાઇ હુમલો થઇ રહ્યો છે. તેમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું છે. હાલમાં મંત્રાલય વિદ્યાર્થીનાં પરિવારનાં સંપર્કમાં છે. પરિવાર સાથે અમારી સંપૂર્ણ સંવેદના છે. અરિદંમ બાગ્ચી (Arindam Bagchi) વધુમાં કહે છે કે, ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનનાં રાજદૂતોનાં સંપર્કમાં છે. જેમાં આ માંગણી ઉઠી છે કે, ભારતીય છાત્રો અને નાગરિકોને કાઢવા અને તેમને સુરક્ષિત રસ્તો આપવામાં આવે. કારણ કે ઘણાં વિદ્યાર્થીઓ હજુ પમ ખારકીવ અને અને શહેરમાં ફસાયેલાં છે. દુતાવાસે કહ્યું હતું કે, જેટલું બને એટલું ઝડપી કીવ છોડી દે.  ભારતીય વિદ્યાર્થીઓને જલ્દી જ કિવ છોડી દેવાની બીજી એડ્વાઇઝરી જાહેર-
  ભારતીય દુતાવાસ દ્વારા કિવ બને એટલું ઝડપી ખાલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત આજે સવારે કરવામાં આવી અને હવે બીજી વખત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તમામને અપીલ કરવામાં આવી છે કે બની શકે કે અમને રેલવે સ્ટેશન પર આપનાં સુધી પહોંચવામાં થોડો સમય લાગી જાય. પણ આપ શાંતિ જાળવજો. આ સમયમાં  ભારીતય વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર ભારતીય જનતાને બને તેટલી ઝડપથી દેશ પરત લાવવાં અમારી પ્રાથમિકતા છે.

  કર્ણાટકનાં વિદ્યાર્થી નવિનનું ખારકીવમાં રશિયા દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં મોત


  યુક્રેનની રાજધાની કીવમાં બગડતી સ્થિતિ વચ્ચે આજે ભારતીય દુતાવાસે સખત એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં કેહવામાં આવ્યું હતું કે, તમામ ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓને જલ્દી જ કિવ છોડી દો. એડ્વાઇઝરી મુજબ, કીવ છોડવા માટે જે સાધન મળે તેમાં તેઓ નીકળી પડે. જેમાં ટ્રેન, બસ અને અન્ય ટ્રાવેલની સલાહ આપવામાં આવી હતી.

  યુક્રેનના Military Base પર રશિયાનો મોટો હુમલો, 70થી વધુ સૈનિકનાં મોત (Russia-Ukraine War)

  રશિયા અને યુક્રેન (Ukraine War) વચ્ચે યુદ્ધ સતત વધી રહ્યું છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. મંગળવારે, રશિયન સૈન્ય હુમલામાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન સૈનિકોએ અર્ટલરી વડે ઓખ્તિરકા (Okhtyrka)માં સ્થિત લશ્કરી મથકને નિશાન બનાવ્યું. Okhtyrka શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.

  સ્પુટનિકના અહેવાલ મુજબ રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલા, મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું. વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો

  રશિયાએ યુક્રેન પર હુમલામાં વાપરેલો વેક્યુમ બોમ્બ કેટલો ખતરનાક- આમ તો વેક્યૂમ બોમ્બને ઓફિશિયલી Thermobaric Weapons પણ કહેવામાં આવે છે. આ દુનિયાનાં સૌથી ખતરનાક હથિયારમાંથી એક છે. તેની અંદર એક્સપ્લોસિઝ ફ્યુઅલ અને કેમિકલ ભરેલો હોય છે. જે વિસ્ફોટ થવા પર સુપરસોનિક તરંગો પેદા કરે છે. એક વખત તે ફાટે છે તો વિસ્ફોટ થવાં પર તેનાં રસ્તામાં જે પણ આવે છે તે તમામને નષ્ટ કરી નાંખે છે.

  આ કેવો હુમલો, જેમાં બની ગઇ પેઇન્ટિંગ- તો રશિયાએ યુક્રેન પર હુમલા દરમિયાન ઘણી ઉંચી ઉંચી ઇમારતો પર પેઇન્ટિંગ બનાવી છે. આ લાલ અને નારંગીની ક્રોસ સાઇનમાં છે. આ અજીબ પેઇન્ટિંગ કીવ ઉપરાંત ખારકિવ અને અન્ય શહેરમાં પણ નજર આવે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Russia ukraine news, Russia ukraine war, Ukraine news

  આગામી સમાચાર