Home /News /national-international /Russia-Ukraine War: કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, સારવાર માટે પરત ફરવું પડ્યું

Russia-Ukraine War: કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, સારવાર માટે પરત ફરવું પડ્યું

કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, સારવાર માટે પરત ફરવું પડ્યું

Russia-Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ ચરમ પર છે ત્યારે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને કાઢવાં ભારતની પ્રાથમિકતા થઇ ગઇ છે. પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે (VK Singh) કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ.

વધુ જુઓ ...
  કિવ. યુક્રેન યુદ્ધની (Ukraine War) આગમાં સળગી રહ્યું છે. રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં તેના 10થી વધુ શહેરો બરબાદ થઈ ગયા છે. દરમિયાન, યુક્રેનના વિવિધ શહેરોમાંથી ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર ઓપરેશન ગંગા (Operation Ganga) ચલાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે સવારે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી. વિદ્યાર્થી ભારત પરત ફરવા જઈ રહ્યો હતો ત્યારે ગોળી વાગી હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીને સારવાર માટે કિવ પરત ફરવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1500 યુક્રેનિયનો ઘાયલ થયા છે.

  પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે (VK Singh) કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ.

  આ પણ વાંચો-યૂરોપનાં સૌથી મોટા ન્યુક્લિઅર પાવર પ્લાંટમાં દેખાયો ધુમાડો, યુક્રેનનો દાવો હોઇ શકે છે Chernobylથી 10 ગણો મોટો ધડાકો

  આ પહેલા બુધવારે યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું, તે પંજાબનો રહેવાસી હતો. આગલા દિવસે એટલે કે મંગળવારે, હવાઈ હુમલામાં ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો, જે કર્ણાટકનો રહેવાસી હતો.

  યુદ્ધની વચ્ચે, યુએનનો અંદાજ છે કે રશિયન હુમલાને કારણે 10 લાખ યુક્રેનિયનોએ પોતાનું વતન છોડીને અન્ય દેશોમાં આશ્રય લેવો પડ્યો છે. યુએનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેનમાં થયેલા હુમલામાં 209 નાગરિકો માર્યા ગયા હતા.
  " isDesktop="true" id="1185452" >

  ગુરુવારે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન ગંગાના ભાગરૂપે એરફોર્સ સહિત 19 ફ્લાઇટ્સ દ્વારા યુક્રેનના પડોશી દેશોમાંથી 3726 લોકોને ઘરે લાવવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગા હેઠળ, ગુરુવારે, ભારતીયોને બુકારેસ્ટથી 8, બુડાપેસ્ટથી 5, સુસિયાવાથી 2, કોસાસેથી 1 અને રેઝેજોથી 3 ફ્લાઈટમાં લાવવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ્સ દિલ્હી, મુંબઈ, હિંડોન વગેરે એરપોર્ટ પર ઉતરી હતી. એડવાઈઝરી જારી થયા બાદથી ઓપરેશન ગંગા હેઠળ 17,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Russia news, Russia ukraine war, Ukraine latest updates, Vladimir putin, Volodymyr zelenskyy

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन