Home /News /national-international /'કોઇપણ પરિસ્થિતિમાં કીવ છોડી દે ભારતીયો', Russia Ukraine War વચ્ચે ઇન્ડિયન એમ્બેસીએ જાહેર કરી એડ્વાઇઝરી

'કોઇપણ પરિસ્થિતિમાં કીવ છોડી દે ભારતીયો', Russia Ukraine War વચ્ચે ઇન્ડિયન એમ્બેસીએ જાહેર કરી એડ્વાઇઝરી

રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે ઇન્ડિયન એમ્બસીએ જાહેર કરી એડવાઇઝરી

Russia Ukraine Latest News: યુક્રેનની (Ukraine) રાજધાની કીવમાં (Kyiv) સ્થિત પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. આ વચ્ચે ફસાંયેલાં ભારતીયો માટે સખત એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકો અને છાત્રો કીવ કોઇપણ પરિસ્થિતિમાં ઝડપથી છોડી દે.

વધુ જુઓ ...
    Russia Ukraine Crisis: યુક્રેનની રાજધાની કીવમાં  (Kyiv ) સ્થિતિ બગડતી જઇ રહી છે. આ વચ્ચે ત્યાં ફસાંયેલાં ભારતીયોએ (Indian Embassy) કડક એડ્વાઇઝરી જાહેર કરી છે. જેમાં તમામ ભારતીય નાગરીકો અને વિદ્યાર્થીઓને આજે કીવ છોડી દેવાની એડ્વાઇઝરી આપવામાં આવી છે. કીવ છોડવા માટે જે સાધન મળે તેમાં તુરંત બેસી ત્યાંથી નીકળી જાય.

    યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય. રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા માટે રશિયા તરફથી ખુબજ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાને 40 મીલ (64 કિલોમીટર) લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયા હુમલા બાદથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી.



    આપને જણાવી દઇએ કે, યુક્રેનમાં આશરે 20 હજાર ભારતીય લોકો હાજર છે. જેમાંથી મોટાભાગનાં મેડિકલનું ભણતર પુર્ણ કરવાં ગયા છે જેમાંથી ચાર હજારથી વધુ લોકો ભારત પરત આવી ગયા છે અન્ય નીકળી પણ રહ્યાં છે. મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે. આપને જણાવી દઇએ કે, આ ઓપરેશન ગંગા હેઠળ આઠમી ફ્લાઇટ બુડાપેસ્ટ (હંગરી)થી દિલ્હી માટે મંગળવારનાં રવાના થઇ છે. આ પહેલાં આજે યુક્રેનથી એક ફ્લાઇટ 182 ભારતિય વિદ્યાર્થીઓ અંગે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી છે.

    આ પણ વાંચો-રશિયાએ યુક્રેન પર કર્યો વેક્યુમ બોમ્બનો ઉપયોગ, જાણો કેટલો ઘાતક છે આ બોમ્બ

    યુક્રેનના Military Base પર રશિયાનો મોટો હુમલો, 70થી વધુ સૈનિકનાં મોત (Russia-Ukraine War)
    રશિયા અને યુક્રેન (Ukraine War) વચ્ચે યુદ્ધ સતત વધી રહ્યું છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. મંગળવારે, રશિયન સૈન્ય હુમલામાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન સૈનિકોએ અર્ટલરી વડે ઓખ્તિરકા (Okhtyrka)માં સ્થિત લશ્કરી મથકને નિશાન બનાવ્યું. Okhtyrka શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.

    સ્પુટનિકના અહેવાલ મુજબ રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલા, મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું. વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો

    રશિયાએ યુક્રેન પર હુમલામાં વાપરેલો વેક્યુમ બોમ્બ કેટલો ખતરનાક- આમ તો વેક્યૂમ બોમ્બને ઓફિશિયલી Thermobaric Weapons પણ કહેવામાં આવે છે. આ દુનિયાનાં સૌથી ખતરનાક હથિયારમાંથી એક છે. તેની અંદર એક્સપ્લોસિઝ ફ્યુઅલ અને કેમિકલ ભરેલો હોય છે. જે વિસ્ફોટ થવા પર સુપરસોનિક તરંગો પેદા કરે છે. એક વખત તે ફાટે છે તો વિસ્ફોટ થવાં પર તેનાં રસ્તામાં જે પણ આવે છે તે તમામને નષ્ટ કરી નાંખે છે.

    આ કેવો હુમલો, જેમાં બની ગઇ પેઇન્ટિંગ- તો રશિયાએ યુક્રેન પર હુમલા દરમિયાન ઘણી ઉંચી ઉંચી ઇમારતો પર પેઇન્ટિંગ બનાવી છે. આ લાલ અને નારંગીની ક્રોસ સાઇનમાં છે. આ અજીબ પેઇન્ટિંગ કીવ ઉપરાંત ખારકિવ અને અન્ય શહેરમાં પણ નજર આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Indian Embassy, Russia ukraine war

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन