Home /News /national-international /

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google Maps પણ શામેલ, કંઈક આવી રીતે કરી રહ્યું છે મદદ!

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં Google Maps પણ શામેલ, કંઈક આવી રીતે કરી રહ્યું છે મદદ!

ગૂગલ દ્વારા રશિયન દળોને ગેરમાર્ગે દોરવા માટે આવા પગલા લેવામાં આવી રહ્યા છે.

Russia-Ukraine War Updates: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)માં જ્યાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સામેલ થઈ રહ્યું છે, ત્યાં નેવિગેશન એપ ગૂગલ મેપ્સે (Google Maps) પણ આ યુદ્ધમાં પોતાનો ભાગ ભજવવાનું શરૂ કરી દીધું છે.

    Russia-Ukraine Crisis: જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ થાય છે, ત્યારે લોકોએ ન ઇચ્છતા હોવા છતાં, કોઈને કોઈ રીતે તેમાં સામેલ થવું જ પડે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ (Russia-Ukraine War)માં પણ જ્યાં યુક્રેનિયનોને હથિયાર ઉઠાવવા પડ્યા છે ત્યાં નેવિગેશન એપ ગૂગલ મેપ્સે (Google Maps) પણ તેમની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ મેપ્સે યુક્રેનના લોકોના જીવ બચાવવા માટે ટ્રાફિક અપડેટ્સ અંગે એક અસાધારણ પગલું ભર્યું છે.

    ગૂગલ મેપ્સે યુક્રેનના લોકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આવું પગલું ભર્યું છે, જે અગાઉ ક્યારેય અપનાવવામાં આવ્યું નથી. યુક્રેનિયનોને રશિયન દળોથી સુરક્ષિત રાખવા ગૂગલે તેની મેપિંગ સેવાને થોડા સમય માટે અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે. આ સેવા દ્વારા જ્યાં ટ્રાફિક ડેટા અને અપડેટ આપવામાં આવતું હતું તે હાલમાં આપવામાં આવી રહ્યું નથી.

    રશિયન દળોના હુમલાથી બચાવવાની પહેલ
    યુક્રેનના વિસ્તારોમાં જ્યાં વધુ ટ્રાફિક હોય છે અને જ્યાં લોકોની વધુ ભીડ જોવા મળે છે, તે સ્થાનોને ગૂગલ મેપ્સ દ્વારા નેવિગેશનમાંથી દૂર કરવામાં આવ્યા છે. સ્માર્ટફોન પર ન તો ટ્રાફિક અપડેટ્સ છે કે ના સ્પીડની માહિતી ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: Russia-Ukraine War: રશિયાના અબજોપતિઓએ પુતિનની હઠની કિંમત ચૂકવી, 83 અબજ ડોલરનું નુકસાન થયું

    તેનો હેતુ એ છે કે રશિયા યુક્રેનના તે વિસ્તારોને નિશાન બનાવી ન શકે, જ્યાં લોકોની સંખ્યા વધુ છે. માત્ર ડ્રાઈવરો જ તેની લાઈવ ટ્રાફિક માહિતી મેળવી શકશે જેથી તેઓ ટર્ન બાય ટર્ન નેવિગેશન કરી શકે. ગૂગલ દ્વારા રશિયન દળોને ગેરમાર્ગે દોરવા માટે આવા પગલા લેવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: Ukraine-Russia War: યુક્રેન-રશિયા યુદ્ધમાં ઈમારતોથી લઈને ટેન્કો સુધી રહસ્યમય નિશાનો દેખાય છે! તેમના અર્થ શું છે?

    યુક્રેનમાં હટાવવામાં આવી રહ્યા છે સાઈન બોર્ડ
    અગાઉ, યુક્રેનની સરકારે દેશના તમામ સાઈન બોર્ડ હટાવવાનો આદેશ આપ્યો હતો, જેથી જ્યારે તેઓ દેશમાં પ્રવેશે ત્યારે રશિયન દળો મૂંઝવણમાં મૂકાય જાય. તેમના માટે રસ્તો શોધવો મુશ્કેલ બની જાય. યુક્રેનની કન્સ્ટ્રક્શન કંપનીએ ફેસબુક પર સરકારના આ પગલાની સંપૂર્ણ માહિતી આપી છે. ઘણા સાઈન બોર્ડ પર લખવામાં આવી રહ્યું છે - આ નર્કનો રસ્તો છે! યુક્રેનના નાગરિકોએ સાઈનબોર્ડ પર દુશ્મનો માટે અપશબ્દો લખ્યા છે અને તેમને ગેરમાર્ગે દોરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Google maps, Russia ukrain crisis, Russia ukraine news, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन