Home /News /national-international /

Russia-Ukraine War: ભારતીય વિદ્યાર્થીના મોત બાદ વિદેશ મંત્રાલય કડક, રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા

Russia-Ukraine War: ભારતીય વિદ્યાર્થીના મોત બાદ વિદેશ મંત્રાલય કડક, રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા

ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ભારતે રશિયા અને યુક્રેનના રાજદૂતોને તલબ કર્યા છે. (ફોટો- ANI)

Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના (India student death in ukraine) મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત (India student death in ukraine) થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.

વધુ જુઓ ...
    Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના (India student death in ukraine) મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત (India student death in ukraine) થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી કર્ણાટક (Karnataka student death in ukraine) રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે. જોકે હવે યુક્રેન-રશિયા સંઘર્ષ (Ukraine Russia Crisis)માં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ભારતીય વિદેશ મંત્રાલય કડક ફેંસલો લેવા જઇ રહ્યું છે.

    ભારતીય વિદ્યાર્થીના મોત બાદ વિદેશ મંત્રાલય કડક

    ખાર્કિવ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ભારતે રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા છે. ભારતે ખાર્કિવ અને સંઘર્ષના અન્ય વિસ્તારોમાંથી ભારતીયોને સુરક્ષિત માર્ગ પ્રદાન કરવાની તેની માંગનો પુનર્વિચાર કર્યો છે. આ શાથે જ પીએમ નરેન્દ્ર મોદીઆ સ્થિતિને પહોંચી વળવા અને દેશના નાગરિકોને સહી સલામત પરત લાવવા માટે મોટો નિર્ણય લઇ શકે છે. ANIએ સૂત્રો પાસેથી મળેલા સમાચારના આધારે જણાવ્યું છે કે PM મોદીએ આ માટે ભારતીય સેનાને આદેશ આપ્યો છે. અત્યાર સુધીમાં યુક્રેનમાં ફસાયેલા લગભગ એક હજાર ભારતીયોને પોલેન્ડ, હંગેરી, રોમાનિયા થઈને લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે. યુક્રેનમાં 20 હજારથી વધુ ભારતીયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ઘણા સી-17 એરક્રાફ્ટ આજે ઓપરેશન ગંગા હેઠળ ઉડવાનું શરૂ કરી શકે છે.

    આ પણ વાંચો- Russia Ukraine News: રશિયા યુક્રેન બોમ્બ વિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

    હવે રશિયન હુમલામાં 352 યુક્રેનિયનોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 16 બાળકો પણ સામેલ છે. યુક્રેનિયન રાજદ્વારીએ યુએનજીએની બેઠકમાં આ વિશે માહિતી આપી હતી. યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ 151 ટેન્ક, 29 એરક્રાફ્ટ અને 29 હેલિકોપ્ટરનો નાશ કર્યો છે.

    ખાર્કિવમાં આજે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, "ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે, આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો છે. મંત્રાલય તેના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."

    આ પણ વાંચો - Russia-Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ PM મોદી ભારતનું જંગી એરક્રાફ્ટ યુક્રેનમાં ખડકશે

    બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયન દળોએ યુક્રેનની રાજધાની કીવના ઉત્તરી ભાગ, અન્ય શહેર ખાર્કિવ અને ચેર્નિહિવમાં હુમલા તેજ કર્યા છે અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તોપોનો ગોળીબાર કરી રહ્યા છે. રશિયન હુમલામાં યુક્રેનના 70 સૈનિકો માર્યા ગયા છે.

    યુક્રેનમાં ભારતીયો માટે એડવાઇઝરી

    યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય. રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા માટે રશિયા તરફથી ખુબજ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે.

    રશિયાને 40 મીલ (64 કિલોમીટર) લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયા હુમલા બાદથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: India Russia, Indian Students in Ukraine, PM Modi પીએમ મોદી, Pm narendra modis, Russia and Ukraine War, Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia war with ukraine, Russia-Ukraine Conflict, Russian Army

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन