Home /News /national-international /

Russia Ukraine War: યુક્રેનની ફર્સ્ટ લેડીએ ચેતવણી આપતા કહ્યું,'...તો દુનિયામાં કોઈ સુરક્ષિત જગ્યા નહીં હોય'

Russia Ukraine War: યુક્રેનની ફર્સ્ટ લેડીએ ચેતવણી આપતા કહ્યું,'...તો દુનિયામાં કોઈ સુરક્ષિત જગ્યા નહીં હોય'

યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની ઓલેના ઝેલેન્સ્કા. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)

Russia Ukraine War: ઓલેના ઝેલેન્સકા (Olena Zelenska)એ યુરોપિયન દેશોને ચેતવણી આપતા કહ્યું, 'હું આ દુનિયાને કહેવા માંગુ છું કે આ યુદ્ધ માત્ર યુક્રેનનું યુદ્ધ નથી, પરંતુ તે યુરોપનું યુદ્ધ છે. આ યુદ્ધ યુરોપિયન દેશોની સરહદોની નજીક થઈ રહ્યું છે. યુક્રેન તેમની સેનાને રોકી રહી છે જે આવતીકાલે તમારા દેશમાં પણ પ્રવેશ કરી શકે છે.

વધુ જુઓ ...
    રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) ચાલી રહ્યું છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ તરફ કૂચ કરી રહી છે. આ દરમિયાન યુક્રેન (Ukraine)ના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenski)એ યુકેના ધારાસભ્યોને રશિયાને આતંકવાદી રાજ્ય તરીકે નિયુક્ત કરવા અને આપણો દેશ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા રશિયા પર વધુ કડક પ્રતિબંધો મૂકવા વિનંતી કરી છે. આ સાથે જ તેમની પત્ની અને યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સકા (Olena Zelenska)એ પણ રશિયા પર નિશાન સાધ્યું છે. તેમણે યુરોપિયન દેશોને રશિયા સામે મેદાનમાં ઉતરવાનું પણ આહ્વાન કર્યું છે.

    યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સકાએ રશિયા પર નાગરિકોના નરસંહારનો આરોપ લગાવીને હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે વ્લાદિમીર પુતિન પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે. જો આપણે સાથે મળીને તેમને નહીં રોકીએ તો આ દુનિયામાં ક્યાંય પણ આપણા માટે સુરક્ષિત જગ્યા નહીં હોય. ઝેલેન્સ્કાએ કહ્યું, 'તમે આકાશ બંધ કરો, અમે જમીન પર યુદ્ધ લડીશું.' યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ યુરોપિયન દેશોની સરહદોની નજીક થઈ રહ્યું છે. યુક્રેન તેમની સેનાને રોકી રહ્યું છે જે આવતીકાલે તમારા દેશમાં પણ પ્રવેશ કરી શકે છે.

    તેમણે કહ્યું કે યુક્રેનની મહિલાઓ અને બાળકો યુદ્ધના કારણે બંકરોમાં રહેવા મજબૂર છે. આ યુદ્ધ કેટલાક લોકો માટે સામાજિક પ્રતિષ્ઠા હશે, પરંતુ યુક્રેનના લોકો માટે તે એક ભયંકર વાસ્તવિકતા છે. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ નેશન્સે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આ યુદ્ધને કારણે 20 લાખથી વધુ લોકો તેમના ઘર છોડીને ગયા છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: હવે યુક્રેનમાં ટામેટાં બની રહ્યાં છે હથિયાર, નાગરિકો શાકભાજીથી લડી રહ્યા છે યુદ્ધ

    ઝેલેન્સકાએ કહ્યું-"છેલ્લા બે અઠવાડિયામાં જે બન્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે," આપણો દેશ પહેલા શાંતિપૂર્ણ હતો. આપણા શહેરો, નગરો અને ગામડાઓમાં જીવન હતું. 24 ફેબ્રુઆરીની સવારે અમે રશિયન આક્રમણથી જાગી ગયા. રશિયન ટેન્કો સરહદ પાર કરી અને યુક્રેનની શેરીઓમાં આવી ગઇ. તેમના વિમાનો આપણા હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા. આપણા શહેરોની આસપાસ મિસાઈલ લોન્ચર લગાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો- કંદહાર પ્લેન હાઇજેકમાં સામેલ આતંકવાદીની કરાચીમાં હત્યા, પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો

    લોકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગયા પછી પણ તેમણે રશિયા પર હુમલો કર્યો. તેમણે કહ્યું, 'ભોંયરામાં ઇન્સ્યુલિન રાખવું કેટલું સરળ હશે? અથવા ભીષણ બંદૂકની લડાઈ વચ્ચે અસ્થમાની સારવાર કેટલી સરળ હશે? કેન્સરના હજારો દર્દીઓએ હવે કીમોથેરાપી અને રેડિયેશન ટ્રીટમેન્ટ માટે રાહ જોવી પડશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia and Ukraine War, Russia ukraine conflict latest updates volodymyr zelensky us joe biden, Russia ukraine crisis, Russia Ukraine Latest News, Russia ukraine war, Ukraine crisis, Ukraine latest updates

    આગામી સમાચાર