યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ (Ukraine-Russia War) સમગ્ર વિશ્વના દેશો માટે ત્રીજા વિશ્વ યુદ્ધ (Third World War)ના ભણકારા સમાન છે. રશિયાના વલણથી એક તરફ જ્યાં ઘણા દેશો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ રશિયામાં પણ યુદ્ધનો વિરોધ થઇ રહ્યો છે. આ સંઘર્ષ સામે વિરોધ દર્શવવા રશિયાની એક ન્યૂઝ ચેનલના સમગ્ર સ્ટાફે રાજીનામું (News Channel Staff Resigns) ધરી દીધું હતું. યુક્રેન પર રશિયાના હુમલાઓ સતત તીવ્ર અને ઘાતક બની રહ્યા છે. જેના કારણે આ ટીમે પોતાનું રાજીનામું ‘Say No to War’ મેસેજ સાથે લાઇવ ટીવી પર આપતા ચર્ચાનો વિષય બન્યો છે.
આ ટીવી ચેનલનું નામ Dozhd અથવા TV Rain છે. જે રશિયાની અંતિમ ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ચેલન હતી. ચેનલ પર રશિયા અને યુક્રેનના યુદ્ધનું કવરેજ કરવા માટે સતત પ્રેશર બનાવવામાં આવી રહ્યું હતું.
ન્યૂઝ ચેનલ પર અનેક ગંભીર આરોપ
બીબીસીના જણાવ્યા અનુસાર, રશિયાના ટેલીકોમ્યુનિકેશન રેગ્યુલેટરનો આરોપ છે કે, TV Rain ઉગ્રવાદ ફેલાવી રહી છે અને અહીંના નાગરિકોનું અપમાન કરી રહી છે. રેગ્યુલેટરનું કહેવું છે કે, આ ચેનલના કારણે લોકોની સુરક્ષા પર સંકટ છે અને સતત વિરોદ પ્રદર્શન વધી રહ્યા છે. આ ન્યૂઝ ચેનલની વેબસાઇટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. CBSએ જણાવ્યું કે વેબસાઇટને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
સ્ટાફે ‘નો ટૂ વોર’ કહી આપ્યું લાઇવ રાજીનામું
TV Rainનું છેલ્લું પ્રસારણ ગુરૂવારે હતું. ત્યાર બાદ સમગ્ર ટીમ ઓન એર લાઇવ ‘Say No to War’ કહીને પોતાનું રાજીનામું આપીને સ્ટૂડિયોમાંથી બહાર નીકળી ગઇ હતી. ત્યાર બાદથી ટીવી પોતાની ચેનલ પર સતત સોવિયત કાળનો બેલી ડાન્સ પ્રોગ્રામ પ્રસારિત કરી રહી છે.
ફેક ન્યૂઝ ફેલાવવા પર 15 વર્ષની સજા
રશિયન સરકાર વિરોધીઓની સામે સતત કડક પગલાઓ લઇ રહી છે અને ફ્રી પ્રેસને સંપૂર્ણ ખતમ કરી દીધું છે. શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક બિલ સાઇન કર્યું છે. જે અનુસાર, રશિયન સેનાની વિરુદ્ધ જે પણ ફેક ન્યૂઝ ફેલાવશે તેને 15 વર્ષની જેલની સજા કરવામાં આવશે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 10મો દિવસ છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલાઓ શરૂ કર્યા હતા. અત્યાર સુધીમાં 12 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે અને લગભગ 2000 લોકોના મોત થયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Employee Resigns, Russia ukraine war, Russian news channel