Home /News /national-international /Russia Ukraine war: રશિયા પર લાદવામાં આવેલ પ્રતિબંધોની અસર શું થશે? આ પગલાં અસરકારક નીવડશે? અહીં જાણો બધું જ

Russia Ukraine war: રશિયા પર લાદવામાં આવેલ પ્રતિબંધોની અસર શું થશે? આ પગલાં અસરકારક નીવડશે? અહીં જાણો બધું જ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)અને વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવ ઉપર પણ અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે (Photo : shutterstock)

russia and ukraine conflict - અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા મુકવામાં આવતા પ્રતિબંધો આકરાં પગલાં ગણાય છે. જે દેશો વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને લાગુ પડે છે

નવી દિલ્હી : યૂક્રેન પર રશિયાના આક્રમણ (Russia Ukraine war)બાદ પશ્ચિમી દેશો રશિયાની (Russia)આક્રમકતાનો જવાબ આપવા માટે પ્રતિબંધો મુકવાની બાબતને સૌથી મહત્વની રીત માને છે. જેથી અમેરિકા સહિત અનેક મોટા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)અને વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવ ઉપર પણ અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ પ્રતિબંધો શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે, શું તેની અર્થપૂર્ણ અસર છે? તેવા પ્રશ્નો દરેકના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે અહીં આ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ થયો છે.

અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા મુકવામાં આવતા પ્રતિબંધો આકરાં પગલાં ગણાય છે. જે દેશો વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને લાગુ પડે છે. આ સામાન્ય રીતે લશ્કરી હોતા નથી અને એક દેશ દ્વારા બીજા દેશ સામે અથવા સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા એકપક્ષીય રીતે લાદવામાં આવે છે. આ પ્રતિબંધો સંપૂર્ણ રીતે અથવા વ્યવસાયને લક્ષ્ય બનાવીને લાદવામાં આવે છે.

આર્થિક પ્રતિબંધો એટલે શું?

આર્થિક પ્રતિબંધો વિવિધ પ્રકારના હોય છે. આમાં પ્રવાસ પ્રતિબંધો અને નાણાકીય પ્રતિબંધો પણ સામેલ છે. નાણાકીય પ્રતિબંધ હેઠળ મિલકતો ફ્રીઝ કરવામાં આવે છે અને નાણાકીય બજારો અને સેવાઓ પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવે છે.

આ પણ વાંચો - Russia-Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે યોદ્ધા છીએ જંગ જીતીશું, પોતાનો જીવ બચાવે અને પાછી જાય રશિયાની સેના

શું આર્થિક પ્રતિબંધો અસરકારક હોય છે?

આર્થિક પ્રતિબંધો અસરકારક બની શકે છે. જે લોકો અને સંસ્થાઓ પર પ્રતિબંધ છે તેના પર તેની ગંભીર અસર પડી શકે છે. જોકે આર્થિક પ્રતિબંધોની સામાન્ય અસરકારકતા અનિશ્ચિત છે. યુનિવર્સિટી ઓફ મેમ્ફિસના નિષ્ણાત ડર્સુન પેકસેનના જણાવ્યા અનુસાર, આર્થિક પ્રતિબંધોને કારણે લગભગ 40 ટકા કિસ્સાઓમાં જેના પર પ્રતિબંધ મુકાયા છે તે દેશોની વર્તણૂકમાં અસરકારક ફેરફારો થાય છે, પરંતુ અમેરિકન સરકારના તાજેતરના અભ્યાસ મુજબ, આ પ્રતિબંધોની કેટલી અસર છે તે જાણવું અશક્ય છે. ઉદાહરણ તરીકે, જે દેશ અથવા વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઘણા અલગ અલગ કારણોસર પોતાની વર્તણૂકમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે છે. આમાંના કેટલાક ફેરફારોને પ્રતિબંધો સાથે કોઈ લેવાદેવા હોતા નથી.

હવે રશિયા પર કયા પ્રતિબંધો અમલમાં છે?

આંતરરાષ્ટ્રીય સમુદાયે એકપક્ષી અને સામૂહિક રીતે રશિયા પર અનેક આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા અને યુકેએ રશિયાની બે સૌથી મોટી બેંકો સબરબેંક અને વીટીબી બેંક પર એકતરફી પ્રતિબંધ લાદ્યા છે. તેમણે રશિયાના મુખ્ય ભદ્ર વર્ગ પર મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ આવું જ કર્યું છે. જ્યારે જર્મનીએ પણ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને રોકવાનો સંકેત આપ્યો છે. પોલેન્ડ, ચેક રિપબ્લિક, બલ્ગેરિયા અને એસ્ટોનિયાએ રશિયન એરલાઇન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

શું યુએન રશિયા પર પ્રતિબંધો લાદી શકે?

રશિયા દ્વારા વીટોના ઉપયોગને કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધો લાદી શકશે નહીં, પરંતુ યુરોપિયન યુનિયને રશિયાના ઘણા લોકો અને સંસ્થાઓ પર મુસાફરી અને નાણાકીય પ્રતિબંધો લાદ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રતિબંધો 555 રશિયન વ્યક્તિઓ અને 52 સંસ્થાઓ પર લાગુ પડે છે. આમાં યૂક્રેન સામેની આક્રમકતાને ટેકો આપનાર રશિયન સ્ટેટ ડુમાના 351 સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Russian Attack on Ukraine: પોતાનાથી 3 ગણા મોટા રશિયાને આ રીતે ઘૂંટણીયે લાવી રહ્યું છે યુક્રેન

બીજી તરફ અમેરિકા અને યૂકેન સાથે મળીને યુરોપિયન યુનિયને રશિયાની ટોચની બેંકોને સ્વિફ્ટ બેન્કિંગ સિસ્ટમથી અલગ કરવા સંમતિ દર્શાવી છે. આ ઉપરાંત રશિયા પર અનેક રાજદ્વારી પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે.

શું આ પ્રતિબંધોની કોઈ અર્થપૂર્ણ અસર થશે?

અત્યારે કંઈ પણ કહેવું બહુ વહેલું ગણાશે. ટૂંકા સમયમાં આ પ્રતિબંધોની કદાચ કોઈ અસર નહીં થાય. એકપક્ષીય અને સામૂહિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે વ્યાપક છે. આનો ઝડપથી અમલ કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઇ લાવરોવને વ્યક્તિગત રીતે નિશાન બનાવવાનો નિર્ણય અભૂતપૂર્વ છે, પરંતુ આ પ્રતિબંધો લાગુ કરવા સામે કેટલાક પડકારો પણ છે.
" isDesktop="true" id="1184160" >

ઉદાહરણ તરીકે, સ્વિટ્ઝર્લૅન્ડે યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને ટેકો આપ્યો છે, પરંતુ યુરોપિયન યુનિયન, અમેરિકા અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની યાદીમાં વ્યક્તિઓની અસ્કયામતોને ફ્રીઝ કરવા પર નિયંત્રણો લાદવાની બાબતે તે અચકાઈ રહ્યું છે. બીજી તરફ ન્યૂયોર્ક ટાઇમ્સના વિશ્લેષણ અનુસાર, રશિયન કંપનીઓ ક્રિપ્ટોકરન્સી તરફ વળીને પ્રતિબંધોને ટાળી શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन