Russia-Ukraine War : ચીને રશિયા-યુક્રેન યુદ્ધને ગણાવ્યુ ગંભીર, મદદની કરી ઓફર
યુધ્ધની આ સ્થિતીમાં ચીને રશિયાનો ઘણો સાથ આપ્યો છે.
Russia Ukraine News : રશિયા યુક્રેન યુધ્ધ (Russia Ukraine War) મામલે ચીન અને અમેરિકા (China USA News) એક રીતે એકબીજાની આમને સામને આવી ગયા છે. ચીને રશિયાને સાથ આપ્યો એ જગ જાહેર છે ત્યારે અમેરિકાએ ચીન પર વધુ એક આરોપ લગાવ્યો છે.
ચીનના (China) વડા પ્રધાન લી કેકિયાંગે શુક્રવારે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને "ગંભીર" ગણાવી અને શાંતિ માટે "સકારાત્મક ભૂમિકા" ભજવવામાં ચીનની મદદની ઓફર કરી. જોકે આ દરમિયાન પણ વડાપ્રધાને રશિયાની (Russia) ટીકા કરી ન હતી. એક ન્યૂઝ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, "અમે કટોકટીના શાંતિપૂર્ણ નિરાકરણ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ,"
તેમણે કહ્યું, "અત્યારે સૌથી મોટી બાબત એ છે કે તણાવને વધતો કેવી રીતે અટકાવવો અથવા નિયંત્રણની બહાર જતો કેવી રીતે અટકાવવો." તેમણે કહ્યું. ચીને સંઘર્ષમાં રશિયાનો સાથ આપ્યો છે અને તેમણે તેને યુદ્ધ અથવા આક્રમણ તરીકે ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો. બીજી તરફ અમેરીકાએ (USA) ચીન પર ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવામાં રશિયાની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
ચીન આ મુદ્દે અન્ય દેશોથી અલગ વર્તન કરી રહ્યું છે. એક તરફ તે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને શાંતિની વાત કરી રહ્યુ છે તો બીજી તરફ તે આ દેશ પર હુમલો કરવા માટે રશિયાને સમર્થન આપી રહ્યુ છે.
ચીન દ્વારા આ રીતે રશિયાના સમર્થનથી એ વાતનો ડર વધી ગયો છે કે તે કોઈપણ સમયે તાઈવાન સાથે પણ આવું કરી શકે છે. ચીન તાઈવાનને પોતાના અધિકારક્ષેત્ર તરીકે સ્વ-શાસિત દેશ માને છે અને યુક્રેન પર રશિયન આક્રમણ બાદથી એવી આશંકા સેવાઈ રહી છે કે જરૂર પડ્યે ચીન તાઈવાન પર કબજો કરવા માટે બળપ્રયોગ પણ કરી શકે છે. તાઈવાનના સંરક્ષણ પ્રધાન ચીઉ કુઓ ચેંગે ગુરુવારે કહ્યું હતું કે જો ચીન સાથે સંઘર્ષ થાય છે, તો પરિણામને ધ્યાનમાં લીધા વિના તે તમામ પક્ષો માટે વિનાશક હશે.
તાઈવાનના સંરક્ષણ પ્રધાને પત્રકારોને કહ્યું, 'યુદ્ધ કોઇ નથી ઈચ્છતું. આના પર વિચાર કરવો જોઇએ. આ અઠવાડિયે બેઇજિંગમાં ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) અને તેની સલાહકાર સંસ્થાની વાર્ષિક બેઠક દરમિયાન, પ્રતિનિધિઓએ તાઈવાનમાં વિદેશી પ્રભાવ અને અલગતાવાદને દોષી ઠેરવ્યો હતો અને તાઈવાનના સમર્થનનો સામનો કરવા માટે ચીનની કાનૂની અને નાણાકીય શક્તિનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
પીપલ્સ લિબરેશન આર્મીના પ્રવક્તા કર્નલ વુ ક્વિઆને NPCને કહ્યું, "તાઈવાનમાં વર્તમાન તણાવ અને અશાંતિનું મૂળ કારણ અલગતાવાદી પ્રવૃત્તિઓ અને બાહ્ય દળો સાથે જોડાણ છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર