Russia-Ukraine War: આ પહેલા રશિયન સેનાએ પણ માર્યુપોલ શહેરમાં સ્થિત સ્ટીલ પ્લાન્ટ પર ભીષણ હવાઈ હુમલા અને તોપમારો કર્યો હતો. જ્યાં યુક્રેનના નાગરિકો ઉપરાંત સેનાના જવાનો પણ હાજર હતા. જોકે શનિવારે એઝોવસ્ટલ પ્લાન્ટમાંથી તમામ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવામાં આવ્યા હતા.
યુક્રેનમાં રશિયાનો હુમલો (Russia Ukraine War) ચાલુ છે. પૂર્વી યુક્રેનના લુહાન્સક (Luhansk) પ્રદેશમાં ગામની એક શાળામાં બોમ્બ પડ્યા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 60 લોકોના મોતની આશંકા છે. રાજ્યના રાજ્યપાલે રવિવારે આ માહિતી આપી છે. સેરહિયે ગૈદાઈએ જણાવ્યું કે રશિયન સેના (Russian Army)એ શનિવારે આ ભયાનક હુમલો કર્યો હતો.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, લુહાન્સ્કના ગવર્નર અનુસાર રશિયન સેનાએ શનિવારે બપોરે બિલોહોરિવકામાં એક સ્કૂલને નિશાન બનાવી અને તેના પર બોમ્બ ફેંક્યો હતો. જ્યાં 90 જેટલા લોકોએ આશરો લીધો હતો. બ્લાસ્ટ બાદ શાળાની ઈમારતમાં આગ લાગી ગઈ હતી.
સોશિયલ મીડિયા એપ પર આ ઘટના વિશે માહિતી આપતા રાજ્યપાલે કહ્યું કે લગભગ 4 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. દુર્ભાગ્યવશ કાટમાળ હટાવ્યા બાદ માત્ર બે જ મૃતદેહ મળી આવ્યા હતા. બિલ્ડિંગમાંથી 30 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 7 લોકો ઘાયલ થયા છે. જ્યારે બાકીના 60 લોકોનો કોઈ પત્તો મળ્યો નથી, તેઓ હુમલામાં મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.
જો કે ન્યૂઝ એજન્સી રોયટર્સે આ અહેવાલની પુષ્ટિ કરી નથી. યુક્રેન વારંવાર રશિયા પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવી રહ્યું છે.
આ પહેલા રશિયન સેનાએ પણ માર્યુપોલ શહેરમાં સ્થિત સ્ટીલ પ્લાન્ટ પર ભીષણ હવાઈ હુમલા અને તોપમારો કર્યો હતો. જ્યાં યુક્રેનના નાગરિકો ઉપરાંત સેનાના જવાનો પણ હાજર હતા. જોકે શનિવારે એઝોવસ્ટલ પ્લાન્ટમાંથી તમામ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પહેલા રશિયન સેનાએ ગયા મહિને મેરીયુપોલ થિયેટર પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 600 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા માંગતું નથી. કારણ કે તે અન્ય યુરોપિયન દેશોને કબજે કરવા માગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર