Home /News /national-international /Russia-Ukraine War: કીવ પાસે ફાયરિંગમાં અમેરિકન પત્રકારનું મોત, અત્યારસુધી 596 લોકોએ જીવ ગુમાવ્યો

Russia-Ukraine War: કીવ પાસે ફાયરિંગમાં અમેરિકન પત્રકારનું મોત, અત્યારસુધી 596 લોકોએ જીવ ગુમાવ્યો

યુક્રેનમાં અમેરિકન પત્રકારનું મોત

Russia-Ukraine War - રશિયન દળોએ રાજધાની કિવ નજીક ઇરપિન શહેરમાં એક અમેરિકન પત્રકારને (US Journalist) ગોળી મારી દીધી હતી, જ્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. પત્રકારનું નામ હતું બ્રેન્ટ રેનોડ, તે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા પણ હતા.

કીવ: સોમવારે રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia Ukraine War) 18મો દિવસ છે. રવિવારના રોજ, રશિયાએ યુક્રેનના પશ્ચિમ ભાગમાં લિવ શહેરની નજીક એક સૈન્ય મથક પર ક્રૂઝ મિસાઈલ છોડી હતી. છોડવામાં આવેલી મિસાઇલોની સંખ્યા 30થી વધુ હતી. યુક્રેનિયન પોલીસના જણાવ્યા અનુસાર, રશિયન દળોએ રાજધાની કિવ નજીક ઇરપિન શહેરમાં એક અમેરિકન પત્રકારને ગોળી મારી દીધી હતી, જ્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. પત્રકારનું નામ હતું બ્રેન્ટ રેનોડ, તે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા પણ હતા.

યુનાઇટેડ નેશન્સ અનુસાર, બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા 596 નાગરિકો માર્યા ગયા છે. જોકે, વૈશ્વિક સંસ્થા અનુસાર ચોક્કસ આંકડો વધારે હોઈ શકે છે. યુએન માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 1,067 ઘાયલ થયા છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે રવિવારે જણાવ્યું કે 43 લોકો માર્યા ગયા અને 57 બાળકો ઘાયલ થયા.

આ પણ વાંચો - Munawwar Rana પરિવાર સાથે પહોંચ્યા દિલ્હી, BJP ની જીત પર અગાઉ UP છોડવાની કરી હતી વાત

યુક્રેનના 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ


તમને જણાવી દઇએ કે રવિવારના રોજ સમગ્ર યુક્રેનમાં વૉર સાયરન સાંભળવા મળ્યા હતા જેના પર થી મોટા હુમલાની આશંકા સેવાઇ રહી હતી. રશિયા સતત આક્રમક બની રહ્યુ છે. રશિયન સેના યુક્રેન પર સતત હવાઈ હુમલો કરી રહી છે. 24 માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ ચાલુ છે. યુદ્ધની વચ્ચે, યુક્રેનનો દાવો છે કે તેણે 13 માર્ચે 4 રશિયન લશ્કરી વિમાનો અને 3 હેલિકોપ્ટરને ઠાર માર્યા છે. કહેવાય છે કે આ હુમલો એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ શેખી મારી, કહ્યું- ભારતની મિસાઇલનો જવાબ અમે પણ આપી શકતા હતા, અમે શાંતિ જાળવી

લગભગ 1,25,000 નાગરિકોને સુરક્ષિત કોરિડોર દ્વારા બહાર કાઢવામાં આવ્યા - ઝેલેન્સકી


યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 125,000 નાગરિકોને સુરક્ષિત કોરિડોર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને એક ટીમ માનવતાવાદી સહાય સાથે રશિયન દળો દ્વારા ઘેરાયેલા મેરીયુપોલ શહેર તરફ આગળ વધી રહી છે. ઝેલેન્સકીએ રવિવારે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે અમે અત્યાર સુધી માનવતાવાદી કોરિડોર દ્વારા લગભગ 125,000 લોકોને બહાર કાઢ્યા છે.
First published:

Tags: Russia, Russia ukraine war, Ukraine, Ukraine crisis