Home /News /national-international /Russia Ukraine War LIVE Updates: યુદ્ધવિરામ પછી, રશિયાએ ફરીથી માર્યુપોલ પર બોમ્બનો વરસાદ કર્યો; યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે હાર નહીં માનીએ

Russia Ukraine War LIVE Updates: યુદ્ધવિરામ પછી, રશિયાએ ફરીથી માર્યુપોલ પર બોમ્બનો વરસાદ કર્યો; યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે હાર નહીં માનીએ

રશિયા યુક્રેન યુદ્ધનો 11મો દિવસ

Russia Ukraine Latest News: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે કોઇ પણ ત્રિજા પક્ષ દ્વારા કરવામાં આવેલી નો-ફ્લાય ઝોનની કોઈપણ પ્રકારની જાહેરાતને મોસ્કો, ''યુક્રેન સાથેનાં આ યુદ્ધમાં તેઓ તેમનાં સહભાગી છે તે રીતે તરીકે ગણશે.'' આ સાથે જ અમેરિકા અને બ્રિટન દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તેમનાં તેમનાં નાગરિકોને રશિયા છોડવાની સલાહ આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    Russia Ukraine War: આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 11મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શનિવારે યુએસ સેનેટરોને રશિયાના આક્રમણ સામે લડવામાં દેશને મદદ કરવા વધુ વિમાનો મોકલવા વિનંતી કરી. તે જ સમયે, યુક્રેનના મેરીયુપોલ અને વોલ્નોવાખામાંથી લોકોને બહાર કાઢવા માટે લાગુ કરવામાં આવેલ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. યુક્રેનિયન મીડિયા અનુસાર, રશિયન સૈન્યએ મારીયુપોલમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે, ત્યારબાદ સુરક્ષાના કારણોસર માનવતાવાદી કોરિડોરમાંથી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. બીજી બાજુ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે કોઇ પણ ત્રિજા પક્ષ દ્વારા કરવામાં આવેલી નો-ફ્લાય ઝોનની કોઈપણ પ્રકારની જાહેરાતને મોસ્કો, ''યુક્રેન સાથેનાં આ યુદ્ધમાં તેઓ તેમનાં સહભાગી છે તે રીતે તરીકે ગણશે.'' આ સાથે જ અમેરિકા અને બ્રિટન દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તેમનાં તેમનાં નાગરિકોને રશિયા છોડવાની સલાહ આપવામાં આવી છે.

    રશિયામાં હવે Visa અને Mastercardનો ઉપયોગ નહીં થઇ શકે.
    આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયાને અલગ થલગ કરવાનાં પ્રયાસ વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ જેલેસ્કીની અપીલ પર વીઝા (Visa), માસ્ટરકાર્ડ (Mastercard) એ પણ રશિયા સાથેની તમામ લેવડ-દેવડ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો-Russia Ukraine War: કાશ્મીરમાં રહેતી યુક્રેનિયન મહિલાએ PM મોદીને કરી અપીલ - 'અમારા દેશને બચાવો'

    યુક્રેનનાં મારિયોપોલમાં રશિયાની સેના તેજીથી બોમ્બબાર્ડિંગ કરી રહી છે. શહેરનાં મેયરનો દાવો- મેયર વાદિમ બોયચેંકોએ શનિવારે રાત્રે દાવો કર્યો કે, રશિયન સેનાએ તેનાં શહેરમાં ગોળીબાર તેજ કરી દીધો છે જેમાં વિમાનનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. પોસ્ટ સિટી રશિયન સેનાની ઘેરાબંધીથી ખરાબ સ્થિતિમાં છે. રહેણાંક વિસ્તારમાં સતત ગોળીબાર ચાલુ છે. અને આ યુદ્ધ વિમાનો રહેણાંક વિસ્તારમાં બોમ્બ બાર્ડિંગ કરી રહ્યાં છે.

    Puma અને IBMએ રશિયામાં તેમનું કામકાજ બંધ કર્યું
    યુદ્ધ વિરુદ્ધ લામબંદ થતાં જ પ્યૂમા (Puma) કંપનીએ પણ રશિયામાં તેનાં ઉત્પાદનની આપૂર્તિ અને તેમનાં સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. જે ઉપરાંત Payoneer, Paypal અને Adobeએ રશિયામાં તેમનું કામ બંધ કર્યું છે આ સાથે જ આઇબીએમ (IBM)એ પણ રશિયન બજારથી તેમનો બિઝનેસ સંપૂર્ણ સમેટી લેવાની જાહેરાત કરી છે.
    " isDesktop="true" id="1186125" >

    યુક્રેનનો મોટો દાવો, રશિયન સેનાનાં 10,000 જવાન મારી નાંખ્યા- યુક્રેનની સરકારનો દાવો છે કે, રશિયાનાં 10 દિવસનાં સંઘર્ષમાં તેમને તેમનાં 10,000 જવાનો ગુમાવ્યાં છે આ ઉપરાંત રશિયન સેનાનાં 79 ફાઇટર જેટ અને હેલીકોપ્ટર સહિત 269 ટેન્ક, 945 બખ્તરબંધ લડાકૂ વાહન અને 45 મલ્ટી રોકેટ લોન્ચ સિસ્ટમ પણ યુક્રેને નષ્ટ કરી દીધી છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા લડાઇ હારી ચુક્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 11th Day War News, Russia ukraine war, Vladimir putin, Volodymyr Zelensky

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन