Home /News /national-international /શું યુદ્ધ પુરું થશે? બેલારુસમાં થશે Russia Ukraine વચ્ચે ઐતિહાસિક મંત્રણા

શું યુદ્ધ પુરું થશે? બેલારુસમાં થશે Russia Ukraine વચ્ચે ઐતિહાસિક મંત્રણા

Russia Ukraine News: બેલારુસના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, રશિયા યુક્રેનની બેઠક યોજવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માત્ર બંને દેશોના પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે.

Russia Ukraine News: બેલારુસના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, રશિયા યુક્રેનની બેઠક યોજવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માત્ર બંને દેશોના પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે.

Russia Ukraine Meeting in Belarus: રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ અટકશે કે નહીં તે આજે બપોર બાદ નક્કી થઈ શકે છે. આજે બેલારુસમાં રશિયા અને યૂક્રેન વચ્ચે વાતચીત થવાની છે. ભારતીય સમય અનુસાર આ બેઠક બપોરે 3.30 કલાકે યોજાશે. બેલારુસના વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રશિયા યુક્રેનની બેઠક યોજવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માત્ર બંને દેશોના પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે.

બેલારુસ પર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય?

યૂક્રેન માટે બેલારુસ પર વિશ્વાસ કરવો એટલો સરળ નથી. અત્યાર સુધી આ યુદ્ધમાં બેલારુસ રશિયાની પડખે રહ્યું છે. સવારે એવી પણ માહિતી મળી હતી કે, યૂ1ક્રેન પરના હુમલામાં બેલારુસ રશિયાનો સાથ આપી શકે છે. અત્યાર સુધી બેલારુસ સીધી લડાઈમાં સામે આવ્યું ન હતું. પરંતુ રશિયાએ આજે ​​સવારે યૂક્રેનના ઝાયટોમીર એરપોર્ટ પર કરેલા હુમલામાં ઈસ્કેન્ડર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રશિયા યુક્રેનની બેઠક યોજવા માટે મંચ તૈયાર છે.


હવાઈ હુમલો બેલારુસ દ્વારા કરવામાં આવ્યો હતો. બેલારુસે કહ્યું હતું કે, તે રશિયાને હવાઈ હુમલા માટે તેના પ્રદેશનો ઉપયોગ કરવા દેશે નહીં, તેમ છતાં આવું થયું.

આ પણ વાંચો - Russia-ukraine War: 'મારી હત્યા કરાવવા માંગે છે પુતિન' યૂક્રેનના રાષ્ટ્રપતિનો આરોપ, કીવમાં એર એલર્ટ

રશિયા હજી યૂક્રેનની રાજધાની સુધી પહોંચી નથી શક્યું

અમેરિકી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે, જો મંત્રણા પાટા પર નહીં જાય તો બેલારુસ આ લડાઈમાં કૂદી શકે છે. અત્યાર સુધીની સ્થિતિ એવી છે કે, રશિયા આ યુદ્ધને જેટલું સરળ માની રહ્યુ હતું તેટલું સરળ નથી. રશિયન સૈનિકોને યૂક્રેન તરફથી આકરી સ્પર્ધા મળી રહી છે. રશિયા હજુ સુધી યૂક્રેનની રાજધાની કીવને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો - રશિયા-યુક્રેન યુદ્ધમાં Google એ ભર્યું મહત્વનું પગલું, લીધો આ નિર્ણય

યૂક્રેનને અન્ય દેશોની પણ મળી મદદ

આપણે તમને જણાવી દઈએ કે, રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. હવે યૂક્રેનને અન્ય દેશોની પણ મદદ મળવા લાગી છે. અમેરિકા યૂક્રેનને 500 સ્ટિંગર મિસાઈલ અને હથિયારો મોકલી રહ્યું છે. યૂક્રેનનો દાવો છે કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 352 લોકોના મોત થયા છે, તે જ સાથે 1,684 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ યૂક્રેનનો દાવો છે કે, તેણે અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. યૂક્રેનનો દાવો છે કે, 27 ફેબ્રુઆરી સુધીમાં, 4,500 રશિયન સૈનિકો મારવા ઉપરાંત, લગભગ 150 ટેન્ક, 700 લશ્કરી વાહનો, 60 ફ્યુઅલ ટેન્ક, 26 હેલિકોપ્ટરનો નાશ કર્યો છે.

ભારતીયોને પરત લાવવા દેશના મંત્રીઓ જશે

આ યુદ્ધ દરમિયાન આપણી વાત કરીએ તો, યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર મંત્રીઓને યૂક્રેનના પાડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ચારેય મંત્રીઓ ઓપરેશન ગંગામાં કોર્ડિનેશન કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કીરણ રિજ્જુ અને જનરલ (રિ.) વીકે સિંહ જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યૂક્રેનની સ્થિતિને લઈને 24 કલાકમાં બીજી હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. જેમા આ નિર્ણય લેવાયો છે. આ બેઠક બે કલાક ચાલી હતી. પ્રધાનમંત્રીએ દરેકને સુરક્ષિત પરત લવાશે તેની ખાતરી પણ આપી હતી.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, દેશવિદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો