Home /News /national-international /

Russia Ukraine crisis: રશિયાના હુમલામાં નષ્ટ થયું વિશ્વનું સૌથી મોટુ પ્લેન, રસપ્રદ છે તેના નિર્માણની કથા

Russia Ukraine crisis: રશિયાના હુમલામાં નષ્ટ થયું વિશ્વનું સૌથી મોટુ પ્લેન, રસપ્રદ છે તેના નિર્માણની કથા

યુક્રેનની ડિફેન્સ કંપની યુક્રોબોરોનપ્રોમે આ જાણકારી આપી

Russia Ukraine war News - 84 મીટર લાંબુ એરક્રાફ્ટ 850 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 350 ટન સામાનને તેના ગંતવ્ય સ્થાને લઈ જઈ શકે તેમ હતું

નવી દિલ્હી : વિશ્વનું સૌથી મોટું એરોપ્લેન એન્ટોનોવ 225 (એન્ટોનોવ-225) રશિયન હુમલામાં નાશ (worlds largest plane destroyed)પામ્યું છે. યુક્રેનની ડિફેન્સ કંપની યુક્રોબોરોનપ્રોમે આ જાણકારી આપી છે. આ પ્લેન મિરિયા તરીકે જાણીતું હતું અને તે કાર્ગો પ્લેન હતું. મળતી માહિતી મુજબ, કિવની બહાર ચોથા દિવસે થયેલી લડાઈમાં (Russia Ukraine crisis)રશિયન સેનાએ આ વિમાનને નષ્ટ કરી દીધું હતું. યુક્રેને ટ્વિટ કર્યું કે રશિયન આક્રમણકારોએ કિવ નજીક ગોસ્ટોમેલમાં એન્ટોનવ એરપોર્ટ પર વિશ્વના સૌથી મોટા વિમાન મિરિયાને નષ્ટ કરી દીધું છે. યુક્રેનિયન ભાષામાં, મિરિયાને (Mriya)સ્વપ્ન કહેવામાં આવે છે.

ટ્વિટર પર માહિતી આપતા યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ લખ્યું, 'આ વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ AN-225 'Mriya' (યુક્રેનિયન 'ડ્રીમ') હતું. કદાચ રશિયાએ આપણા મિરિયાનો નાશ કર્યો છે. પરંતુ તેઓ ક્યારેય મજબૂત, મુક્ત અને લોકશાહી યુરોપિયન દેશના અમારા સપનાને નષ્ટ કરી શકશે નહીં. અમે અમારા ઉદ્દેશ્યમાં સફળ થઈશું.

અમે તેને ફરીથી બનાવીશું

યુક્રેનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે, રશિયન આક્રમણકારોએ વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ મિરિયાને નષ્ટ કરી દીધું છે. પરંતુ અમે તેને ફરીથી બનાવીશું. અમે મુક્ત, મજબૂત અને લોકશાહી યુરોપનું સ્વપ્ન સાકાર કરીશું. યુક્રેને આ પ્લેનની તસવીર પણ પોસ્ટ કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે બેશક તે આ પ્લેનને બાળી શકે છે પરંતુ મિરિયા ક્યારેય નષ્ટ નહીં થાય.

આ પણ વાંચો - વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવાનું પસંદ કરે છે?

ઉલ્લેખનીય છે કે, An-225 મિરિયા છ ટર્બોફન એન્જિનો દ્વારા સંચાલિત એરક્રાફ્ટ હતું અને તે 640 ટનના મહત્તમ ટેકઓફ વજન સાથે ઉડી શકતું હતું. તે અત્યાર સુધીનું સૌથી લાંબુ અને ભારે વિમાન હતું. તે બધા જ વિમાનમાં સૌથી મોટી પાંખો ધરાવતું વિમાન હતું.

સોવિયેત કાળમાં બનાવાયું હતું વિમાન

યુક્રેનિયન સંરક્ષણ કંપની યુક્રોબોરોનપ્રોમ દ્વારા અનુમાન લગાવાયું છે કે, તેના પુનર્નિર્માણમાં લગભગ 3 અબજ ડોલરનો ખર્ચ થશે અને તેને બનાવવામાં પાંચ વર્ષ લાગશે. આ પ્લેન વિશ્વભરમાં અનોખું હતું. 84 મીટર લાંબુ એરક્રાફ્ટ 850 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 350 ટન સામાનને તેના ગંતવ્ય સ્થાને લઈ જઈ શકે તેમ હતું. તેનું નામ મિરિયા રાખવામાં આવ્યું હતું, જેને યુક્રેનિયન ભાષામાં સપના કહેવામાં આવે છે. જોકે તે સોવિયેત સમયમાં એરોનોટિકલ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું હતું.

તે વિમાને 1988માં તેની પ્રથમ ઉડાન ભરી હતી. સોવિયત યુનિયનના વિસર્જન પછી તે લાંબા સમય સુધી ઉડ્યું ન હતું. તેનો ફ્લાઇટ ટેસ્ટ 2001માં થયો હતો, જોકે, તે કિવથી માત્ર 20 કિમી દૂર જઈ શક્યું હતું. હાલના સમયમાં તેનું સંચાલન યુક્રેનની એન્ટોનોવ એરલાઇન પાસે હતું. કોવિડ-19 દરમિયાન આ વિમાનની ઘણી માંગ હતી.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन