વોશિંગ્ટન : અમેરિકાએ (USA)ચેતવણી આપી છે કે યૂક્રેન (Ukraine)પર રશિયાનો (Russia) હુમલો ગમે તે સમયે થઇ શકે છે. નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આવામાં 48 કલાકની અંદર અમેરિકાના નાગરિકો ત્યાંથી નીકળી જાય. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના (Joe Biden) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવેને કહ્યું કે અમારી ખુફિયા રિપોર્ટ જણાવે છે કે રશિયાના એક લાખ સૈનિકોની ફોજે યૂક્રેનને (Russia-Ukraine crisis)ઘેરી લીધું છે. કોઇપણ સમયે તે હુમલાને અંજામ આપી શકે છે. યૂક્રેને પણ હજારો સૈનિકોને સરહદ પર તૈનાત કર્યા છે.
વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેકે કહ્યું કે અમે હાલ હુમલાનો નિશ્ચિત સમય તો બતાવી શકીએ નહીં પણ ચીનમાં યોજાઈ રહેલા વિન્ટર ઓલિમ્પિક ખતમ થયા પછી અંજામ આપી શકે છે. જોકે તેમણે એ ચર્ચાઓને ફગાવી છે કે રશિયા વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન હુમલો કરશે નહીં કારણ કે તે પોતાના મિત્ર દેશ ચીનમાં યોજાઇ રહી છે. તેમણે કહ્યું કે જો હુમલો થાય તો પહેલા યૂક્રેનની રાજધાની કીવને નિશાન બનાવી શકે છે. વિમોનાથી હુમલા સિવાય મિસાઇલો પણ દાગવામાં આવી શકે છે. આવામાં નાગરિકોને નુકસાન પણ થઇ શકે છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ બાઇડેને પણ અમેરિકાના નાગરિકોને યૂક્રેન છોડવાની અપીલ કરતા કહ્યું હતું કે સ્થિતિ જલ્દી બગડી શકે છે.
જેક સુલિવેને કહ્યું કે અમેરિકા આ પ્રકારના સંકટનો સામનો કરવા તૈયાર છે. જોકે તેમનું એ પણ કહેવું છે કે અમેરિકી અધિકારી હાલ તે વાતને લઇને પુરી રીતે આશ્વત નથી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિને હુમલાનો અંતિમ નિર્ણય કરી લીધો છે. અમેરિકા ડિપ્લોમેટિક રીતથી આ સંકટનું સમાધાન શોધવામાં લાગ્યું છે. જે અંતર્ગત રવિવારે જો બાઇડેન અને પૂતિન વચ્ચે ફોન પર વાતચીત થશે. આ વાતચીત પર બધાની નજર ટકેલી છે.
1960ના કોલ્ડ વોર પછી પ્રથમ વખત પરમાણું શક્તિઓથી સજ્જ રશિયા અને અમેરિકા યુદ્ધના કગાર પર ઉભા છે. આખી દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યૂક્રેન એક જમાનામાં રશિયાના સામ્રાજ્યનો ભાગ હતું. પછી સોવિયત સંઘ (USSR)બન્યું ત્યારે પણ તે તેમાં સામેલ હતું. જોકે USSRના વિઘટન પછી યૂક્રેને પોતાને આઝાદ દેશ જાહેર કર્યો હતો. આ પછી રશિયાના બદલે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો સાથે સંબંધો મજબૂત કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર