Home /News /national-international /

Ukraine Crisis: ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યૂક્રેન છોડવાની સલાહ, દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી

Ukraine Crisis: ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યૂક્રેન છોડવાની સલાહ, દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી

મંગળવારે દૂતાવાસે આ સંબંધમાં એડવાઇઝરી જાહેર કરી છે

Russia Ukraine Crisis Updates - દૂતાવાસે આગળ કહ્યું કે ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તે યૂક્રેનમાં પોતાની ઉપસ્થિતિ વિશે દૂતાવાસને જાણ કરે. જેથી જરૂર પડવા પર તેમના સુધી પહોંચી શકાય

  નવી દિલ્હી : કીવ સ્થિત ભારતીય દૂતાવાસે (embassy of india)ભારતીય નાગરિકોને યૂક્રેન (Ukraine)છોડવાની સલાહ આપી છે. મંળવારે દૂતાવાસે આ સંબંધમાં એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકો અને ખાસ વિદ્યાર્થીઓને અસ્થાયી રુપથી યૂક્રેન છોડવા (Ukraine Crisis)માટે કહેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલા અમેરિકા સહિત ઘણા દેશો યૂક્રેનથી (Russia Ukraine Conflict Updates)પોતાના રાજનયિકોને દેશ છોડવા માટે કહી ચૂક્યા છે.

  દૂતાવાસ તરફથી જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે યૂક્રેનમાં વર્તમાન સ્થિતિની અનિશ્ચિતતા જોતા યૂક્રેનમાં રહેતા ભારતીય નાગરિક, ખાસ કરીને વિદ્યાર્થીઓ જેમનું રોકાવવું જરૂરી નથી. તે અસ્થાયી રુપથી નીકળવા પર વિચાર કરી શકે છે. ભારતીય નાગરિકોને યૂક્રેન અને યૂક્રેનની અંદર બિન જરૂરી યાત્રાથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે.

  દૂતાવાસે આગળ કહ્યું કે ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તે યૂક્રેનમાં પોતાની ઉપસ્થિતિ વિશે દૂતાવાસને જાણ કરે. જેથી જરૂર પડવા પર તેમના સુધી પહોંચી શકાય. યૂક્રેનમાં ભારતીયોને સેવા આપવા માટે સામાન્ય રુપથી કામ કરશે.

  આ પણ વાંચો - Russia-Ukraine crisis : રશિયા અને યૂક્રેન વચ્ચે શું છે તાજા સ્થિતિ, રશિયાના વિદેશ મંત્રીએ શું કહ્યું

  ઘણા દેશોએ તેમના નાગરિકોને પાછા બોલાવ્યા

  અમેરિકા ઉપરાંત અન્ય ઘણા દેશોની સરકારો તેમના નાગરિકોને યૂક્રેન છોડવાની અપીલ કરી રહી છે. જે દેશોએ તેમના નાગરિકોને યુક્રેન છોડવાની હાકલ કરી છે તેમાં જર્મની (Germany), ઈટાલી, બ્રિટન (Britain), આયર્લેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, કેનેડા, નોર્વે, એસ્ટોનિયા, લિથુઆનિયા, બલ્ગેરિયા, સ્લોવેનિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈઝરાયેલનો સમાવેશ થાય છે. આ સાથે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ તેમના નાગરિકોને યૂક્રેન છોડવા વિનંતી કરી છે.

  રશિયાએ યૂક્રેનના મુદ્દા પર પશ્ચિમ તરફથી વાતચીતનો સંકેત આપ્યો

  યૂક્રેનને લઇને ચાલી રહેલા તણાવ (russia ukraine war) વચ્ચે રશિયાના (Russia)શીર્ષ રાજનયિકે સોમવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને (Vladimir Putin)રશિયાની સુરક્ષા માંગો પર પશ્ચિમની સાથે વાતચીત યથાવત્ રાખવાની સલાહ આપી છે. પુતિન સાથે બેઠકની શરૂઆતમાં વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે સલાહ આપી કે રશિયાએ અમેરિકા (America) અને તેના સહયોગીઓ સાથે વાતચીત ચાલું રાખવી જોઈએ. ભલે તે દેશોના પ્રમુખોએ રશિયાની માંગણીને ફગાવી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Russia, Ukraine

  આગામી સમાચાર