Home /News /national-international /

Russia-Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સોનુ સૂદની અપીલ, જ્યાં છો ત્યાં જ રહો, મદદ જલ્દી પહોંચશે

Russia-Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સોનુ સૂદની અપીલ, જ્યાં છો ત્યાં જ રહો, મદદ જલ્દી પહોંચશે

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સોનુ સૂદ મસીહા તરીકે ઉભરી આવ્યો હતો. (સમાચાર18)

Russia-Ukraine War: સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા પંજાબ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ સ્થળની નજીક જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરી છે, જેથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. સોનુ સૂદનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓ એ જ જગ્યાએ રહે છે, તો ભારતીય દૂતાવાસ સરળતાથી તેમનો સંપર્ક કરી શકશે.

વધુ જુઓ ...
    કોરોના કાળ (Corona period)માં પરોપકારી ચહેરા (philanthropic face) તરીકે ઉભરી આવેલા મોગાના રહેવાસી અભિનેતા સોનુ સૂદ (Actor Sonu Sood)ની સંસ્થા સૂદ ચેરિટેબલ ટ્રસ્ટે (Sood Charitable Trust) યુક્રેનની ભારતીય દૂતાવાસ (Indian Embassy of Ukraine)નો સંપર્ક કરી ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવાની પહેલ શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા પંજાબ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ સ્થળની નજીક જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરી છે, જેથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. સોનુ સૂદનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓ એ જ જગ્યાએ રહે છે, તો ભારતીય દૂતાવાસ સરળતાથી તેમનો સંપર્ક કરી શકશે. સોનુ સૂદે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો છે કે ભારતીય એજન્સી તેમના ડેટા લઈને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

    જણાવી દઈએ કે એક્ટર સોનુ સૂદ ફરી એકવાર મસીહા બનીને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યો છે. યુક્રેનથી પરત આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે સોનુ અને તેની ટીમે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓની મદદ કરી. સોનુ સૂદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યું, 'યુક્રેનમાં અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલ સમય અને કદાચ મારું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અસાઇનમેન્ટ.'

    આ પણ વાંચો- News live updates: Gujarat Budget: 60થી વધુ વયના લોકોને રૂ. 1,000 અને 80થી વધુ વયના લોકો માટે રૂ. 1,250 પેન્શન

    પંજાબના વિદ્યાર્થીઓ ઉત્પીડનનો ભોગ બની રહ્યા છે

    બીજી તરફ પંજાબના વિદ્યાર્થીઓની હાલત પર જાહેર કરાયેલા મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબના તલવાડાની અનિકા તેના સાથીદારો સાથે યુક્રેનની ખાર્કિવ મેડિકલ કોલેજ હોસ્ટેલના બંકરમાં 7 દિવસથી ફસાયેલી હતી. જ્યારે તેણે તેના સાથીઓ સાથે 14 કિ.મી. પગપાળા ખાર્કિવ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે યુક્રેનિયન અધિકારીઓએ તેને માર માર્યો અને તેને ભગાડી દીધા. કડકડતી ઠંડીમાં તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી તેઓ ફરીથી 30 કિમી ચાલીને આગળ વધ્યા હતા. જેથી દૂર જઈને બંકરમાં આશરો લેવો પડ્યો હતો.

    આ પણ વાંચો- Russia Ukraine war effect: રશિયા યુક્રેન યુદ્ધના કારણે ગુજરાતના ડાયમંડ ઉદ્યોગ પર પણ અસર, જાણો શું કહે છે વેપારી

    ગર્ભવતી મહિલાની દર્દનાક કહાની સામે આવી

    યુક્રેનમાં ફસાયેલા પંજાબના વિદ્યાર્થીઓના પરિવારજનોએ પણ ભારતીય દૂતાવાસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પંજાબના ખેડા કલમોટ ગામનો રમણ વર્મા તેની પત્ની પૂજા વર્મા સાથે અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. રમણ વર્માના પિતા રામ કુમાર વર્માએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે તેમની પુત્રવધૂ ત્રણ મહિનાની ગર્ભવતી છે.ખાવાની વ્યવસ્થા નથી. ભારતીય દૂતાવાસે પણ તેની કોઈ કાળજી લીધી ન હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia and Ukraine War, Russia ukraine crisis, Russia ukraine news, Russia-Ukraine Conflict, Sonu sood, Sonu Sood Help, Sonu Sood News, Ukraine, Ukraine crisis, Ukraine war

    આગામી સમાચાર