Home /News /national-international /

Russia Ukraine crisis : પીએમ મોદીએ રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત, કરી પ્રશંસા

Russia Ukraine crisis : પીએમ મોદીએ રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત, કરી પ્રશંસા

બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂક્રેન સંકટને લઇને મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી

Russia Ukraine war News - ભારત યૂક્રેન સરકારની અપીલ પર કીવને મેડિકલ અને અન્ય રાહત સામગ્રી મોકલશે

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રોમાનિયાના પ્રધાનમંત્રી નિકોલાઇ-લોનેલ સિઉકા સાથે ફોન પર વાતચીત કરી છે. યૂક્રેનમાં ફસાયેલા (Russia Ukraine crisis)ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પીએમ મોદીએ રોમાનિયાની (Romania)પ્રશંસા કરી છે. પીએમ મોદીએ રોમાનિયામાં ભારતીય નાગરિકોને વિઝા વગર પ્રવેશ અને વિશેષ વિમાનની નિકાસી માટે ઉડાન ભરવા માટે ધન્યવાદ પાઠવ્યા છે.

    બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂક્રેન સંકટને લઇને મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બનેલી સ્થિતિ પર ચર્ચા થઇ હતી. સરકાર યુદ્ધ સ્તર પર અભિયાન ચલાવીને યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે અભિયાન ચલાવી રહી છે. પીએમ મોદી પહેલા પણ કહી ચૂક્યા છે કે યૂક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પાછા લાવવા સરકારની પ્રાથમિકતા છે. આ જ કારણે છેલ્લા 24 કલાકમાં પીએમ મોદીએ ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે.

    આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ, હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, વીકે સિંહ સિવાય ઘણા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો - Russia-Ukraine War: યૂક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે કયા કયા વિકલ્પો છે?

    પીએમ મોદીએ બેઠક દરમિયાન યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા અંતર્ગત ચાલી રહેલા પ્રયત્નોની સમીક્ષા કરી હતી. પીએમે કહ્યું કે પૂરી સરકારી મશીનરી ચોવીસ કલાક કામ કરી રહી છે. જેથી સુનિશ્ચિત થઇ શકે છે ત્યાં બધા ભારતીય સુરક્ષિત રહે અને જલ્દીથી જલ્દી વતન પરત ફરી શકે.

    આ પહેલા એ જાહેરાત કરવામાં આવી ચૂકી છે કે ભારત યૂક્રેન સરકારની અપીલ પર કીવને મેડિકલ અને અન્ય રાહત સામગ્રી મોકલશે અને આ દિશામાં માનવીય આધાર પર કામ કરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો - Russia-Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે યોદ્ધા છીએ જંગ જીતીશું, પોતાનો જીવ બચાવે અને પાછી જાય રશિયાની સેના

    આ પહેલા રવિવારે સાંજે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ 4 કેન્દ્રીય મંત્રીઓને યૂક્રેનના પાડોશી દેશોમાં પહોંચીને ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવવાની પ્રક્રિયાની દેખરેખની જવાબદારી આપી છે. જે અંતર્ગત વીકે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજૂ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગરીમાં અને જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને માલ્દોવામાં ભારતીય નાગરિકો સાથે કોર્ડિંનેટ કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    આગામી સમાચાર