Home /News /national-international /Russia Ukraine War: યુક્રેનનાં રાષ્ટ્રપતિએ કહ્યું- રશિયા સાથે વાતચીત કરવાં તૈયાર, પણ બેલારુસમાં નહીં

Russia Ukraine War: યુક્રેનનાં રાષ્ટ્રપતિએ કહ્યું- રશિયા સાથે વાતચીત કરવાં તૈયાર, પણ બેલારુસમાં નહીં

યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેસ્કી (Volodymyr Zelensky)

Russia Ukraine War: સમાચાર એજન્સી એએફપીએ દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનથી બેલારુસમાં વાતચીતની રજુઆત કરી છે. પણ યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેસ્કી (Volodymyr Zelensky) એ કહ્યું કે, યુક્રેન રશિયા સાથે વાતચીત કરવાં તૈયાર છે. પણ તેમનાં દેશ બેલારુસમાં રશિયાની સાથે કોઇ વાતચીત નહીં કરે. તેમણે કહ્યું કે, બેલારુસનોઉપયોગ યુક્રેનમાં હુમલા માટે થઇ રહ્યો છે.

વધુ જુઓ ...
રશિયા પ્રતિનિધિ મંડળ યુક્રેન સાથે વાતચીત માટે બેલારુસ પહોચ્યાં- રશિયાએ કહ્યું કે, તેમનું એક પ્રતિનિધિમંડળ યુક્રેનનાં અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે બેલારુસનાં હોમેલ શહેર પહોંચી ગયા છે. ક્રેમલિનનાં પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, પ્રતિનિધિમંડળમાં સૈન્ય અધિકારી અને રાજનાયિક શામેલ છે. તેમણે કહ્યું કે, 'રશીયા પ્રતિનિધિ મંડળ વાતચીત માટે તૈયાર છે. અને અમે યુક્રેનનાં અધિકારીઓનો ઇન્તઝાર કરી રહ્યાં છે.'

Russia Ukraine War: સમાચાર એજન્સી એએફપીએ દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનથી બેલારુસમાં વાતચીતની રજુઆત કરી છે. પણ યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેસ્કી (Volodymyr Zelensky) એ કહ્યું કે, યુક્રેન રશિયા સાથે વાતચીત કરવાં તૈયાર છે. પણ તેમનાં દેશ બેલારુસમાં રશિયાની સાથે કોઇ વાતચીત નહીં કરે. તેમણે કહ્યું કે, બેલારુસનોઉપયોગ યુક્રેનમાં હુમલા માટે થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે વારશો, બ્રાતિસ્લાવા, બુડાપેસ્ટ અને ઇસ્તાંબુલમાં વાતચીતનો વિકલ્પ રાખ્યો છે. તો યુક્રેનનાં વિદેશ મંત્રીએ દુનિયાભરનાં લોકોથી મદદ માંગતાં કહ્યું કે, જે પણ રશિયા સાથે જંગ લડવાં ઇચ્છે છે તેમનું સ્વાગત છે.

યુક્રેન યુદ્ધમાં રશિયાને ભારે નુકસાનનો દાવો કરે છે. રશિયાને 16 એરક્રાફ્ટ, 14 હેલિકોપ્ટર, 102 ટેન્ક, 20 બખ્તરબંધ વાહનોને નષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી 198 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ રવિવારે ભારત જવા રવાના થઈ હતી. યુક્રેનની એરસ્પેસ બંધ કર્યા પછી, ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની સરહદ ચોકીઓ દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. શનિવારે સાંજે 219 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઈટ બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી.

250 નાગરિકોને લઈને બીજી ફ્લાઈટ રવિવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. લગભગ 240 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ત્રીજી ફ્લાઈટ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી જવા રવાના થઈ છે. ભારતે આ ઈવેક્યુએશન ઓપરેશનને 'ઓપરેશન ગંગા' નામ આપ્યું છે.
First published:

Tags: Russia ukraine conflict latest updates volodymyr zelensky us joe biden