Home /News /national-international /

Russia-Ukraine Conflict Updates: યુદ્ધનો ખતરો ટળ્યો નથી, રશિયાએ યૂક્રેન પાસે તૈનાત કર્યા સૈનિક, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

Russia-Ukraine Conflict Updates: યુદ્ધનો ખતરો ટળ્યો નથી, રશિયાએ યૂક્રેન પાસે તૈનાત કર્યા સૈનિક, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

ખાનગી અમેરીકન કંપની દ્વારા શેર કરેલી આ સેટેલાઇટ તસવીરોમાં ઓટોમેટિક આર્ટિલરી યૂનિટ્સ બેલારુષમાં ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે (Satellite image ©2022 Maxar Technologies via AP)

Russia Ukraine Updates : રશિયાએ (Russia)પહેલા દાવો કર્યો હતો કે સેના યૂક્રેનની (Ukraine)સરહદેથી પાછળ હટવા લાગી છે. જોકે હજુ આવું બની રહ્યું નથી

    કીવ : રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધનો (Ukraine-Russia Crisis)ખતરો હજુ ટળ્યો નથી. રશિયાએ (Russia)પહેલા દાવો કર્યો હતો કે સેના યૂક્રેનની (Ukraine)સરહદેથી પાછળ હટવા લાગી છે. જોકે હજુ આવું બની રહ્યું નથી. બેલારુષ, ક્રીમિયા અને પશ્ચિમી રશિયાની સરહદ પર હજુ પણ સૈન્ય ગતિવિધિઓ ચાલી રહી છે. અમેરિકાએ પણ દાવો કર્યો છે કે રશિયાની યૂક્રેનની સરહદથી સૈનિકોની વાપસીની પોતાની ઘોષણાથી વિપરિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 7000 વધારે સૈનિકોને તૈનાત કર્યા છે.

    છેલ્લા 48 કલાકમાં મેક્સારની હાઇ રિઝોલ્યૂશન સેટેલાઇટ તસવીરોમાં બેલારુષ-યૂક્રેન સરહદથી 6 કિલોમીટરથી પણ ઓછી દૂરી પર એક નવી સૈન્ય પોંટન પુલ, ક્રીમિયા, પશ્ચિમી રશિયામાં સૈનિકો અને બખ્તરબંધ ઉપકરણોની તૈનાતી જોવા મળી રહી છે. ખાનગી અમેરીકન કંપની દ્વારા શેર કરેલી આ સેટેલાઇટ તસવીરોમાં ઓટોમેટિક આર્ટિલરી યૂનિટ્સ બેલારુષમાં ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે.

    જમીન પર હુમલા માટે હેલિકોપ્ટરની તૈનાતી પણ જોવા મળી

    આ તસવીરો બેલારુષના આગળના ભાગ પર જમીન પર હુમલા માટે હેલિકોપ્ટરની તૈનાતી પણ જોવા મળી રહી છે. મેક્સાર તરફથી શેર કરેલી આ તસવીરોમાં એક મોટી ફીલ્ડ હોસ્પિટલ પણ જોવા મળે છે.

    આ પણ વાંચો - ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યૂક્રેન છોડવાની સલાહ

    ખાનગી અમેરિકી કંપની દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં મોટી સંખ્યામાં સૈન્ય ટુકડી જોવા મળી રહી છે. જેને હાલમાં જ બેલારુષના એક હવાઇ ક્ષેત્રમાં પોતાના સ્થળેથી પ્રસ્થાન કરતા તૈનાત કરવામાં આવી હતી. જે ક્ષેત્રોમાં રશિયાએ પોતાની સેના વધારી છે તે મોટાભાગે યૂક્રેન અને ઉત્તર પૂર્વમાં છે.

    યૂક્રેનની ચારે તરફ રશિયાના સૈનિકો, મિસાઇલો અને યુદ્ધપોતાના વિશાલ નિર્માણને શીત યુદ્ધ પછી યૂરોપ માટે સૌથી ખરાબ સુરક્ષા જોખમ તરીકે જોવામાં આવી રહ્યું છે. નાટોએ પણ એવા વાતને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યૂક્રનની સરહદ પર ખતરો ઓછો થઇ ગયો છે.

    સૈન્ય મથકો પર પાછા જવાનું શરૂ કરશે તેવી વાત કહી હતી

    આ પહેલા રશિયાના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે રશિયન સમાચાર એજન્સીઓને જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમી સૈન્ય જિલ્લાઓમાં એકમોએ તેમનું કામ પૂર્ણ કરી લીધું છે, રેલ અને માર્ગ પરિવહન પર સામાન લાવવાનું શરૂ કર્યું છે અને આજે તેઓ તેમના સૈન્ય મથકો પર પાછા જવાનું શરૂ કરશે.

    જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે યુક્રેનની સરહદ પાસે કેટલા રશિયન સૈનિકો હાજર છે અને તેમના પાછા જવાથી યુદ્ધની શક્યતા પર કેવી અસર પડશે. પરંતુ રશિયા દ્વારા પોતાના સૈનિકોને પાછા ખેંચવાની આ પ્રથમ જાહેરાત હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia, Ukraine

    આગામી સમાચાર