અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની ચાર કાર અને પૈસાથી ભરેલા હેલિકોપ્ટર લઇને ભાગ્યા, રિપોર્ટમાં દાવો

અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની (ફાઇલ ફોટો)

Ashraf Gani latest news- કેટલાક પૈસા છોડી દેવા પડ્યા કારણ કે તે બધા હેલિકોપ્ટરમાં સમાઇ શકતા ન હતા

 • Share this:
  નવી દિલ્હી : કાબુલમાં રશિયાના દૂતાવાસે સોમવારે કહ્યું કે અફઘાનિસ્તાનના (Afghanistan)રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Gani) ચાર કાર અને પૈસાથી ભરેલા એક હેલિકોપ્ટર લઇને દેશમાંથી ભાગ્યા છે. આરઆઈએ સમાચાર એજન્સીના હવાલાથી ડેલી મેલ વેબસાઇટે આ જાણકારી આપી છે. ખબરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે કેટલાક પૈસા છોડી દેવા પડ્યા કારણ કે તે બધા હેલિકોપ્ટરમાં સમાઇ શકતા ન હતા. અસરફ ગનીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે તે લોહીયાળ જંગથી બચવા માંગતા હતા જેથી તેમણે કાબુલમાં તાલિબાનના (Taliban)પ્રવેશ સાથે જ અફઘાનિસ્તાન છોડી દીધું છે.

  અશરફ ગની હાલના સમયે ક્યાં છે તે વિશે કોઇને જાણકારી નથી. શરૂઆતના રિપોર્ટ પ્રમાણે ગની રવિવારે કાબુલથી તઝાકિસ્તાન ભાગ્યા હતા. જોકે અલી જઝીરાના રિપોર્ટે પછી તેમના અંગત અંગરક્ષકના હવાલાથી દાવો કર્યો કે તે ઉઝબેકિસ્તાન ગયા હતા. અફઘાન રાષ્ટ્રીય સુલહ પરિષદના પ્રમુખ અબ્દુલ્લાએ તેની પૃષ્ટી કરી છે કે ગની દેશ બહાર ચાલ્યા ગયા છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ દેશવાસીઓને આવી મુશ્કેલ સ્થિતિમાં છોડીને ભાગી ગયા છે. અલ્લાહ તેમને જવાબદેહ ગણાવશે.

  આ પણ વાંચો - Afghanistan Crisis : જાણો કોણ છે મુલ્લા બરાદર, જેને મળી શકે છે અફઘાનિસ્તાનનું સંચાલન

  અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કરી લીધો છે. તાલિબાન ના ડરથી લોકો કોઈ પણ ભોગે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો ખુલ્લો છે- કાબુલ એરપોર્ટ. એવામાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ છે. આ દરમિયાન TOLO Newsના હવાલાથી માહિતી મળી રહી છે કે તાલિબાની ફાઇટરોએ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ (Firing at Kabul Airport) કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.

  એક આતંકી સંગઠનની સરકારને માન્યતા આપવાને લઇને વૈશ્વિક રૂપથી ઉહાપોહની સ્થિતિ છે. જોકે જે રીતે હાલત જોવા મળી રહી છે. તેમા કેટલાક દેશો તાલિબાની સરકારને માન્યતા આપવામાં નરમ વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. ખબર છે કે ચીન (China), રશિયા, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરશે નહીં. આ ચારેય દેશ પોતાનું દૂતાવાસ તાલિબાન સરકારમાં પણ પૂર્વવત ચલાવતા રહેશે
  Published by:Ashish Goyal
  First published: