Coronavirus Cases in Russia: બ્રિટન બાદ રશિયામાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રવેશ, જાણો શું કહે છે Expert

આ માનવાનું હાલ કોઈ કારણ નથી કે આ સબવેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. (ફોટો- Reuters/ Anton Vaganov)

Coronavirus Cases in Russia: AY.4.4નો સબવેરિયન્ટ આશરે 10 ટકા વધુ ઘાતક છે જેને લીધે રશિયામાં રેકોર્ડ કેસ અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે.

  • Share this:
    મોસ્કો. રશિયામાં કોવિડ-19 ડેલ્ટા વેરિયન્ટ (Covid-19 Delta Variant)ના સબવેરિયન્ટથી જોડાયેલા કેટલાય કેસ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, આ વેરિયન્ટ પહેલા કરતાં વધુ ચેપી અને ઘાતક સાબિત થઈ શકે છે. કામિલ ખાફિજોફ નામના એક રિસર્ચરે કહ્યું કે, AY.4.4નો સબવેરિયન્ટ આશરે 10 ટકા વધુ ઘાતક છે જેને લીધે રશિયામાં રેકોર્ડ કેસ અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે. જોકે, તેમણે એવું પણ જણાવ્યું કે તેના ફેલાવાની ગતિ હાલ ધીમી છે. તેમણે કહ્યું વાયરસના આ વેરિયન્ટ વિરુદ્ધ વેક્સીન અસરકારક છે એ એટલું અલગ નથી કે એન્ટીબોડીની ક્ષમતાને નાટકીય રૂપે બદલી નાખે છે.

    AY.4.4 સબવેરિયન્ટના કેસ ઇંગ્લેન્ડમાં વધી રહ્યા છે. બ્રિટનમાં 27 સપ્ટેમ્બરથી વધેલા કેસમાં 6% આ વેરિયન્ટ સાથે જોડાયેલા કેસ છે. આ ખુલાસો 15 ઓક્ટોબરના જારી કરાયેલી યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે બુધવારે કહ્યું કે આ માનવાનું હાલ કોઈ કારણ નથી કે આ સબવેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

    આવા પ્રકારના વાયરસ રહેશે
    રશિયાના ઇમ્યુનોલોજિસ્ટ નિકોલે કુશ્કોવે કહ્યું કે ડેલ્ટા અને તેના સબવેરિયન્ટ ભવિષ્યમાં પણ અસરકારક બની રહેશે અને શક્યતા છે કે આ કોઈ પ્રકારની વેક્સીનને અનુકૂળ થઈ જાય ખાસ કરીને જ્યાં વેક્સીનેશનનો દર 50 ટકાથી ઓછો કે લગભગ એટલો જ છે. તેમણે કહ્યું કે જોકે એવું લાગતું નથી કે તેમાં કોઈ મોટો ફેરફાર થશે કેમકે કોરોનાવાયરસની પણ એક મર્યાદા છે અને તેમાં આવનારા તેજ ઉછાળાને લોકોએ પહેલા પણ જોયો છે.

    જણાવી દઈએ કે રશિયામાં અત્યારસુધીમાં કોવિડ-19થી કુલ 2,26,353 દર્દીઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે જે યુરોપનો અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે. ઉપ વડાપ્રધાન તાત્યાના ગોલિકોવાએ 30 ઓક્ટોબરથી એક અઠવાડિયા સુધીની રજા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે કેમકે 30 ઓક્ટોબર પછી સાત દિવસમાં ચાર સરકારી રજાઓ છે. આ પ્રસ્તાવને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની મંજૂરી મળવાનું બાકી છે.
    Published by:Nirali Dave
    First published: