નશામાં ચૂર પ્રોફેસરની બેગમાંથી મળ્યા ગર્લફ્રેન્ડના કપાયેલા હાથ, પોલીસને ઘરમાંથી મળ્યું બાકી શરીર

સોકોલોવ સેન્ટ પિટર્સબર્ગમાં પોતાની સ્ટુડન્ટ અને ગર્લફ્રેન્ડ યેશચેંકોની સાથે મોઇકા નદીના કિનારે પોતાના ફ્લેટમાં રહેતા હતા. (ફાઇલ ફોટો URA.RU)

પોતાની સ્ટુડન્ટ અને પાર્ટનરને મોતને ઘાટ ઉતારી પ્રોફેસરે શરીરથી હાથ અલગ કર્યા, નદીમાં ફેંકવા જતા પોતે પણ તણાયા

 • Share this:
  સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) : રશિયાના એક જાણીતા ઈતિહાસકાર (Russian Historian)એ પોતાના પાર્ટનરની હત્યાની વાતને સ્વીકારી લીધી છે. આ વાતની જાણકારી તેમના વકીલે આપી. નોંધનીય છે કે, આ પ્રોફેસર પોતાની બેગમાં મહિલાના કપાયેલા હાથ (Woman's Severed Arms) લઈને તેને નદીમાં ફેંકવા માટે ગયા હતા.

  રશિયન મીડિયાએ કહ્યું કે ઓલેગ સોકોલોવ (Oleg Sokolov, 63) દારૂના નશામાં હતા, જ્યારે તેઓ પોતાની પાર્ટનરના કપાયેલા હાથોને નદીમાં ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેને કારણે તેઓ પોતે પણ નદીમાં પડી ગયા.

  પ્રોફેસરને મળી ચૂક્યો છે ફ્રાન્સનો વિશેષ પુરસ્કાર

  ત્યારબાદ નજીકમાં હાજર એક ડ્રાઇવરે આ ઘટના વિશે પોલીસને જાણકારી આપી. જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો જાણ્યું કે પ્રોફેસરની સ્ટુડન્ટ અને ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા યેશચેંકો (Anastasia Yeshchenko)નું કપાયેલું શબ પ્રોફેસરના ઘરે પડેલું હતું. નોંધનીય છે કે, યેશચેંકોની ઉંમર માત્ર 24 વર્ષ હતી.

  પ્રોફેસર સોકોલોવ, નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparte)ના વિશેષ જાણકાર છે. તેમને ફ્રાન્સનું પુરસ્કાર 'લીજન દે ઑનર' પણ મળી ચૂક્યું છે.

  પ્રોફેસર સોકોલોવને નેપોલિયન જેવા કપડા પહેરવા પસંદ હતા. (ફાઇલ ફોટો AP)


  પ્રોફેસરે કબૂલી લીધો પોતાનો અપરાધ

  સોકોલોવના વકીલ અલેક્જેંડર પોચુયેવે જણાવ્યું કે, તેઓએ પોતાના ગુનો કબૂલી લીધો છે. તેઓએ વધુમાં કહ્યુ કે, ઈતિહાસકારે જે જાણકારી આપી છે, તેનાથી તેઓ દુ:ખી છે અને કાયદાકીય પ્રક્રિયા માટે સહયોગ આપી રહ્યા છે.

  સોકોલોવ સેન્ટ પીટર્સબર્ગમાં પોતાની સ્ટુડન્ટ અને ગર્લફ્રેન્ડ (Girlfriend) યેશચેંકોની સાથે મોઇકા નદીના કિનારે પોતાના ફ્લેટમાં રહેતા હતા. તેઓ ત્રણ વર્ષોથી સાથે રહેતા હતા.

  તેઓ બંને ફ્રાન્સના ઈતિહાસના જાણકાર હતા. યેશચેંકો સેન્ટ પીટસબર્ગ સ્ટેટ યુનિવર્સિટી (St Petersburg State University)માં એક પોસ્ટગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી અને તેઓએ સાથે મળી કેટલાક લેખોને પ્રકાશિત પણ કરાવ્યા હતા. તેઓ બંને ઐતિહાસિક કપડા પહેરવાનું પસંદ કરતા હતા. તેઓ નેપોલિયનની જેમ તૈયાર થતા હતા અને ઐતિહાસિક ઘટનાઓનું પુનરાવર્તન કરતા હતા.

  ઘરેથી જપ્ત થયા અનેક હથિયાર

  શનિવાર સવારે કપાયેલા હાથ ફેંકવા દરમિયાન ઠંડા પાણીમાં પડવાના કારણે પ્રોફેસર સોકોલોવને હાઇપોથર્મિયા (Hypothermia) થતાં હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ પોલીસની કસ્ટડીમાં છે.

  સોકોલોવની ઉપર યેશચેંકોના શરીરના ટુકડા કરતાં પહેલા તેની હત્યા એક નળી વગરની શૉટગન (જૂના જમાનાની બંદૂક)થી કરવાની આશંકા છે. તેમની બેગમાં પણ યેશચેંકોના કપાયેલા હાથની સાથે એક પિસ્તલ (Pistol) પણ મળી છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, તેમના એપાર્ટમેન્ટથી શૉટગન, ચાકુ, એક કુહાડી અને કારતૂસ મળી આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: