Home /News /national-international /પીએમ મોદી બાદ ભારતના લોકો પર ફીદા થયા પુતિન, કહ્યું- ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી

પીએમ મોદી બાદ ભારતના લોકો પર ફીદા થયા પુતિન, કહ્યું- ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી

રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના કર્યા વખાણ

પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ભારતના લોકોના વખાણ કરી રહ્યા છે.

    મોસ્કો: પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ભારતના લોકોના વખાણ કરી રહ્યા છે. તમણે ભારતીયોને પ્રતિભાશાળી અને પ્રેરિત બતાવતા કહ્યું કે, આવનારા દિવસોમાં ભારત અપ્રત્યાશિત સફળતા પ્રાપ્ત કરશે. શુક્રવારે વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં ઘણી સંભાવનાઓ છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત વિકાસના મામલામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરશે. પુતિને રશિયાના એકતા દિવસ અવસર પર કહ્યું કે, ભારત પોતાના વિકાસ મામલામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લગભગ દોઢ અબજ લોકોવાળા દેશમાં તે ક્ષમતા છએ. આવો ભારતને જોઈએ, જ્યાં બહુ પ્રતિભાશાળી અને બહુ જ પ્રેરણાસ્ત્રોત લોકો વસે છે.

    આ પણ વાંચો: Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક પ્રગટ કર્યો

    આફ્રિકાને લૂટીને અમીર બનવાનો યૂરોપ પર લગાવ્યો આરોપ


    આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ આફ્રિકામાં ઉપનિવેશવાદ, ભારતની ક્ષમતા અને રશિયાની અદ્વિતિય સભ્યતા અને સંસ્કૃત વિશે વાત કરી હતી. પુતિને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, પશ્ચિમી સામ્રાજ્યે આફ્રિકાને લૂટી લીધું હતું. ઘણા બધા અંશે પૂર્વ ઔપનિવેશિક શક્તિઓથી પ્રાપ્ત કરેલી સમૃદ્ધિનું સ્તર આફ્રિકાની લૂટ પર આધરિત છએ. આ બધા જાણે છે. હા, વાસ્તવમાં તે સત્ય છે અને યૂરોપના શોધકર્તા તેને છુપાવતા નથી. પુતિને કહ્યું કે, રશિયા એક બહુરાષ્ટ્રીય ઓળખાણવાળો દેશ છે. અને અમારી એક અલગ સભ્યતા અને સંસ્કૃતિ છે. રશિયા યુરોપિય સંસ્કૃતિનો ભાગ છે અને ધર્મ દ્વારા મહાદ્વિપથી જોડાયેલો છે. રશિયા વિશ્વની એક પ્રમુખ શક્તિ બનીને ઊભરેલો દેશ છે. તે હકીકતમાં એક અનોખી સભ્યતા અને સંસ્કૃતિ છે.

    આ પણ વાંચો: રશિયાના ટાર્ગેટ પર હવે એલન મસ્કના સેટેલાઈટ, પશ્ચિમી દેશોને કહ્યું- ઉડાવી દઈશું

    રશિયાની સંસ્કૃતિ દુનિયામાં કેવી રીતે અનોખી છે તે બતાવ્યું


    વ્લાદિમીર પુતિને કહ્યું કે સંસ્કૃતિ અને ઈસાઈ ધર્મના આધાર પર રશિયાનો યૂરોપ સાથે સંપર્ક છે. આ ઉપરાંત તે એશિયાની પણ ઓળખાણ શેર કરે છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયામાં બહુરાષ્ટ્રીય ઓળખાણ સમાયેલી છે. આ અમારી અનોખી સંસ્કૃતિ છે અને અમને તેના પર ગર્વ છે. આ દરમિયાન વ્લાદિમીર પુતિને ભારતના ખૂબ વખાણ કરતા કહ્યું કે, આવનારા દિવસોમાં તે દેશના અભૂપતપૂર્વ પ્રગતિ કરશે. આપને જણાવી દઈએ કે, રશિયા અને ભારતની વચ્ચે દાયકાઓથી સારા સંબંધો રહ્યા છે. વ્લાદિમીર પુતિને પણ હંમેશા આ ઐતિહાસિક સંબંધોનો ખ્યાલ રાખ્યો છે. હાલમાં જ પુતિને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા અને તેમને દેશભક્ત ગણાવ્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Russia, Vladimir putin

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन