હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા વાતાવરણનું નિર્માણ થયું છે. આ તણાવથી દુનિયાના ટોચના દેશોની નજર ભારત-પાકિસ્તાન પર મડરાયેલી છે. એવામાં ભારતનું સૌથી જૂનું મિત્ર રશિયાએ આંતકવાદની લડાઇમાં સાથે હોવાની વાત કરી છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદીમીર પુતિને ભારતીય વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી.
હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભારતીના CRPFના 44 જવાન શહીદ થયા હતા, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી હતી, તો આ ઘટનાને લઇને રશિયાના પ્રેસિડન્ટ પુતિને દિલ્હી સ્થિતિ વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી. આ વાતચિતમાં પુતિને પુલવામા હુમલા અંગે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું કે આતંકવાદીની લડાઇમાં હંમેશા રશિયા ભારતની સાથે છે.
ટેલિફોનિક વાતચિતમાં બંને નેતાઓએ આતંકવાદની જડમૂડથી ખતમ કરવાની વાત કરી હતી. સાથે જ આવનારા દિવસોમાં બંને દેશો સાથે મળીને વિકાસ સાધવાની વાત પર રાજી થયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને રશિયાના વ્લાદિવોસ્ટોકમાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. તો કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીએ પણ બંને દેશો વચ્ચે આર્થિક કોઓપરેશન માટે મહત્વની આ ફોરમમાં હાજરી આપવાની મંજૂરી આપી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર