રશિયામાં ફરી જોવા મળી મોદી અને પુતિનની ખાસ દોસ્તી, ભેટીને કર્યુ સ્વાગત

News18 Gujarati
Updated: September 4, 2019, 12:36 PM IST
રશિયામાં ફરી જોવા મળી મોદી અને પુતિનની ખાસ દોસ્તી, ભેટીને કર્યુ સ્વાગત
મોદી અને પુતિન વચ્ચે ઉમળકાભેર થયેલી મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

મોદી અને પુતિન વચ્ચે ઉમળકાભેર થયેલી મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

  • Share this:
વ્લાદિવોસ્તોક (રશિયા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ત્રણ દિવસના પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોક (Vladivostok) પહોંચ્યા છે. અહીં પહોંચતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) અને પીએમ મોદીની દોસ્તીની ઝલક ફરી એક વાર જોવા મળી. વ્લાદિવોસ્તોકના જ્વેજ્દા શિપ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં પહોંચતા પુતિને પીએમ મોદીને ભેટીને સ્વાગત કર્યુ.

બંને નેતાઓ વચ્ચે ઉમળકાભેર થયેલી મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાશ્મીરમાં સરકારના તાજેતરના નિર્ણય બાદ પુતિન અને મોદીની પહેલી મુલાકાત છે. રશિયા કાશ્મીર મુદ્દે ભારતને પોતાનું સમર્થન પહેલા જ આપી ચૂક્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમ (Eastern Economic Forum)ની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા (Russia)ના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચ્યા છે. આ પહેલા વ્લાદિવોસ્તોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનરની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, લંડનમાં પાકિસ્તાની મૂળના લોકોની અસભ્ય હરકત, ભારતીય હાઇ કમિશન પર ઇંડા-પથ્થર ફેંક્યાં

રશિયાના શહેર વ્લાદિવોસ્તોકનો પ્રવાસ કરનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે. તેઓ બુધવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે વ્યાપક ચર્ચા કરવાના છે. પીએમ મોદીએ રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ પ્રવાસ નવા રસ્તે લઈ જશે, નવી ઉર્જા આપશે અને બંને દેશોની વચ્ચે સંબંધોને નવી ગતિ પૂરી પાડશે. ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમની સાઇડલાઇનમાં યોજાનારી 20મી રશિયા-ભારત શિખર બેઠક દરમિયાન બંને દેશ લગભગ 15 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના છે, જેમાં કેટલાક સૈન્ય-ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ હશે.

આ પણ વાંચો, દુનિયાનું સૌથી ખતરનાક હેલિકૉપ્ટર અપાચે, ક્ષણભરમાં દુશ્મનનો કરી દેશે ખાતમો
First published: September 4, 2019, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading