પાર્ટીમાં દારૂ પતી ગયો તો નશામાં લોકોએ સેનિટાઇઝર પી લીધું, સાતનાં મોત, બે કોમામાં

પાર્ટીમાં દારૂ પતી ગયો તો નશામાં લોકોએ સેનિટાઇઝર પી લીધું, સાતનાં મોત, બે કોમામાં
પ્રતિકાત્મક તસવીર

રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં 9 લોકો દારુની પાર્ટી કરી રહ્યા હતા

 • Share this:
  રશિયાના (Russia) એક ગામનો અચરજ પમાડતો એક કિસ્સો સામે આવ્યો છે. રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં દારૂની પાર્ટીમાં (liquor party) દારૂ ખૂટી પડતા પાર્ટી કરી રહેલા લોકો સેનિટાઇઝર (Sanitizer) પીવા લાગ્યા હતા. જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે બે વ્યક્તિઓ કોમામાં છે.

  મળતી માહિતી પ્રમાણે, રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં 9 લોકો દારુની પાર્ટી કરી રહ્યા હતા. આ પાર્ટીમાં દારુ પત્યા પછી આ લોકોએ દારુના નશામાં સેનિટાઈઝર પીવા માંડ્યુ હતુ. જેના કારણે સાત લોકોના મોત થયા છે અને બાકીના બે વ્યક્તિ કોમામાં છે. લોકોએ જે સેનિટાઈઝર પી લીધુ હતુ તેમાં 69 ટકા મિથેનોલ હતો. જે જીવાણુઓને મારવા માટે વપરાય છે.  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,33,738એ પહોંચ્યો

  મરનારા પૈકીના 3ના મોત ઘટનાસ્થળ પર જ થયા હતા. બાકીના 6ને એરલિફ્ટ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ચાર લોકોને બચાવી શકાયા નહોતા. બાકીના બે વ્યક્તિઓ હજી પણ કોમામાં છે.

  અમદાવાદ ફરીથી થયું ધબકતું : જોઇલો કરફ્યૂનાં બે દિવસ બાદનું અમદાવાદ

  આ ઘટના બાદ રશિયન સરકારે લોકોને અપીલ કરી છે કે, સેનિટાઈઝર પીવા માટે નથી હોતું, એને ન પીઓ. આ તમારા માટે ઘાતક પૂરવાર થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે, રશિયામાં અત્યાર સુધીમાં 20, 64,748 કોરોનાના કેસ થયા છે અને 35,778 લોકોના કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે. વિશ્વમાં હાલ 58 મિલિયન લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 13.8 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 23, 2020, 11:38 am

  ટૉપ ન્યૂઝ