વોશિંગ્ટન : એક તરફ રશિયાએ કોરોના વાયરસની વેક્સીન (Coronavirus Vaccine)બનાવી લેવાનો દાવો કર્યો છે તો બીજી તરફ અમેરિકા હજુ પણ તેને માનવા તૈયાર નથી. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે અમેરિકાએ રશિયાની વેક્સીન Sputnik-Vની મજાક ઉડાવી છે. સાથે કહ્યું છે કે તે આ દવાનો પ્રયોગ વાંદરા ઉપર પણ નહીં કરે, માણસો તો દૂરની વાત છે. સીએનએનના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં રશિયાની વેક્સીનને અધુરી માનવામાં આવે છે જેથી તેને ગંભીરતાથી લેવામાં આવી નથી.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કાયલે મેકનીએ ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાની વેક્સીન વિશે જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમેરિકાની વેક્સીને ત્રીજા ચરણના કઠોર પરિશ્રમ અને ઉચ્ચ માપદંડોથી પસાર થવાનું હોય છે. બીજી તરફ રશિયાના અધિકારીઓ કહ્યું કે રશિયા કોરોના વાયરસ વેક્સીન સાથે જોડાયેલી જાણકારીને અમેરિકા સાથે શેર કરવા તૈયાર છે. તે અમેરિકાની દવા કંપનીઓને અમેરિકામાં જ રશિયાની વેક્સીનને બનાવવાની મંજૂરી આપવા પણ તૈયાર છે. રશિયાએ એ પણ દાવો કર્યો છે કે કેટલીક અમેરિકી દવા કંપનીઓને રશિયાની વેક્સીન વિશે જાણવામાં રસ ધરાવે છે. જોકે તેમણે ફર્મોના નામનો ખુલાસો કર્યો નથી. રશિયાના અધિકારીએ કહ્યું કે અમેરિકાના લોકોના જીવ બચાવવા માટે રશિયાની વેક્સીનને મેળવવા માટે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
રશિયાના અન્ય એક શીર્ષ અધિકારીએ અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે જો અમારી વેક્સીન કોરોના વાયરસ સામે પ્રભાવી સિદ્ધિ થઈ તો સવાલ પુછવામાં આવશે કે અમેરિકાએ આ વિકલ્પને મેળવવા માટે ગંભીરતાથી પ્રયત્નો કેમ ના કર્યા. કેમ વેક્સીન મેળવવામાં રાજનીતિ હાવી થઈ ગઇ. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 11 ઓગસ્ટે દાવો કર્યો હતો કે રશિયાએ દુનિયાની પ્રથમ વેક્સીન બનાવી લીધી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર