Home /News /national-international /UN સેક્રેટરી જનરલની યુક્રેનની મુલાકાત દરમિયાન થયો હતો હુમલો, 'કિવ પર વરસાવી હતી મિસાઈલ' - રશિયા

UN સેક્રેટરી જનરલની યુક્રેનની મુલાકાત દરમિયાન થયો હતો હુમલો, 'કિવ પર વરસાવી હતી મિસાઈલ' - રશિયા

રશિયાએ સ્વીકાર્યું UN સેક્રેટરી જનરલની યુક્રેનની મુલાકાત દરમિયાન થયો હતો હુમલો

Russia-Ukraine War: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસની (UN Secretary-General Antonio Guterres) યુક્રેનની મુલાકાત દરમિયાન, રશિયાએ કિવ પર હવાઈ હુમલો કર્યો. રશિયન સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે આની પુષ્ટિ કરી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે (Russia's Defense Ministry) શુક્રવારે પુષ્ટિ કરી કે તેણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની મુલાકાત દરમિયાન કિવ પર હવાઈ હુમલો કર્યો (Strike on Kyiv during the visit of UN Secretary-General Antonio Guterres). મંત્રાલયે યુક્રેનમાં સંઘર્ષ વિશે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે રશિયન વાયુસેનાના લાંબા અંતરના હવાઈ હથિયારોએ કિવમાં આર્ટોમ મિસાઈલ અને સ્પેસ એન્ટરપ્રાઈઝની પ્રોડક્શન ઈમારતોનો નાશ કર્યો હતો.

યુક્રેને શુક્રવારે જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે રાજધાનીમાં લગભગ બે અઠવાડિયામાં પ્રથમવાર છે. તે જ સમયે, યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસના પ્રવક્તાએ હુમલાને આઘાતજનક ગણાવ્યો.

આ પણ વાંચો: Tamilnadu: કોલેજમાં કોરોના વિસ્ફોટ! કોવિડના લક્ષણો જોયા બાદ 40 વિદ્યાર્થીઓને આયસોલેટ કરાયા

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે બુકા અને અન્ય કિવ ઉપનગરોની મુલાકાત લીધી, જ્યાં મોસ્કો પર યુદ્ધ અપરાધોનો આરોપ છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ ગુરુવારે અનેક હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં યુક્રેનના રેલ્વે સ્ટેશનો પર ત્રણ પાવર સબસ્ટેશન અને ટોચકા-યુ મિસાઈલ લોન્ચરનો નાશ કર્યો હતો.

આ પહેલા ગુરુવારે, યુએનના પરમાણુ વોચડોગના વડા રાફેલ ગ્રોસીએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટની પહોંચના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયાએ લગભગ બે મહિના પહેલા તેને જપ્ત કર્યો હતો.

તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, રશિયાએ યુક્રેન પરના હુમલાની ભારે કિંમત ચૂકવવી પડી હતી કારણ કે યુએસ સહિત તમામ પશ્ચિમી દેશોએ મોસ્કો પર કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે, જેની રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે.

આ પણ વાંચો: Electricity Crisis: લાંબા વીજ કાપ માટે થઇ જાવ તૈયાર, માંગ સામે પુરવઠો ઓછો, આગળ સ્થિતિ વધારે ખરાબ થશે

ગ્રોસી, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના વડા, યુક્રેનિયન અને રશિયન અધિકારીઓ બંને સાથે વાતચીત કરી રહ્યા છે.
First published:

Tags: Russia ukraine war