Home /News /national-international /રશિયા અમને ધરતી પરથી જ નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે - મિસાઈલ હુમલા પર બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી
રશિયા અમને ધરતી પરથી જ નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે - મિસાઈલ હુમલા પર બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી
જેલેંસ્કીએ રશિયા પર આરોપ લગાવ્યો છે કે તે યુક્રેનને પૃથ્વીના ચહેરા પરથી જ નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વાલોદિમર જેલેંસ્કીએ સોમવારે કહ્યું કે દેશના વિવિધ શહેરો પર મિસાઈલ હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે રશિયા પર આરોપ લગાવ્યો કે યુક્રેનને ધરતી પરથી નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેલેંસ્કીએ ટેલીગ્રામ મેસેજિંગ એપથી કહ્યું કે તે અમેને નષ્ટ કરવા અને ધરતી પરથી અમારો સંપૂણ નાશ કરવાની કોશિશ કરી રહ્યાં છે.
કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વાલોદિમર જેલેંસ્કીએ સોમવારે કહ્યું કે દેશના વિવિધ શહેરો પર મિસાઈલ હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે રશિયા પર આરોપ લગાવ્યો કે યુક્રેનને ધરતી પરથી નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેલેંસ્કીએ ટેલીગ્રામ મેસેજિંગ એપથી કહ્યું કે તે અમેને નષ્ટ કરવા અને ધરતી પરથી અમારો સંપૂણ નાશ કરવાની કોશિશ કરી રહ્યાં છે.
17 લોકોના મૃત્યુ થયા
ન્યુઝ એજન્સી રોયયર્સના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ વધુમાં કહ્યું કે તેમણે જાપોરિજ્જિયામાં અમારા લોકોનો જીવ લીધો છે, જે ઘરે સૂઈ રહ્યાં હતા. એ લોકોને મારી નાંખ્યા જે નિપ્રો અને કીવમાં કામ કરવા જઈ રહ્યાં હતા. યુક્રેનના જાપોરિજ્જિયા શહેરમાં ગતરાતે રશિયાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકોના મૃત્યુ થયા છે.
નગર પરિષદના સચિવ અનાતોલી કુર્તેવના જણાવ્યા અનુસાર ગતરાતે શહેર પર રશિયાની સેનાએ રોકેટ વડે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 5 મકાન ધરાશાયી થઈ ગયા હતા અને લગભગ 40 અન્યને નુકસાન થયું છે. બીજી તરફ યુક્રેનની સેનાએ પણ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેમાં ઘણા લોકોને ઈજા થઈ છે.
75 મિસાઈલ છોડવામાં આવી
રિપોર્ટના જણાવ્યા અનુસાર રાજધાની કીવ પર 75 મિસાઈલ છોડવામાં આવી હતી. તેમાંથી 41 મિસાઈલને યુક્રેનના એરફોર્સે તોડી પાડી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ જેલેંસ્કીની ઓફિસ પર પણ મિસાઈલ છોડવામાં આવી છે. હાલ આ અંગેની અધિકારિક પુષ્ટિ થઈ નથી.
આ પહેલા શનિવારે ક્રીમિયા પ્રાયદ્વીપને રશિયા સાથે જોડનાર એક પુલ પર વિસ્ફોટ થયો હતો. જેના કારણે પુલ નાશ પામ્યો હતો. રશિયા આ પુલના રસ્તે દક્ષિણ યુક્રેનમાં યુદ્ધ માટે સૈન્ય-સામન મોકલે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સપ્તાહમાં જાપોરિજ્જિયાને ઘણી વખત ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર