Home /News /national-international /રશિયા ખરેખર યુધ્ધ હારવાની સ્થિતિમાં છે! કેમ સર્જાઈ આ પરિસ્થિતિ, પુતિનનો દાવો શા માટે ખોટો પડ્યો?

રશિયા ખરેખર યુધ્ધ હારવાની સ્થિતિમાં છે! કેમ સર્જાઈ આ પરિસ્થિતિ, પુતિનનો દાવો શા માટે ખોટો પડ્યો?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો યુદ્ધનો નિર્ણય તેમના પતનનું કારણ સાબિત થઈ શકે છે. (ફાઈલ તસ્વીર)

યુક્રેનના યુદ્ધમાં એવું લાગે છે કે પાસા ફેરવાઈ ગયા છે. રશિયન સેના, જે પ્રથમ હુમલાખોર હતી તે હાલ ગભરાયેલી છે, કારણ કે યુક્રેનિયન સૈનિકોએ હવે પૂર્વ તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. જેના કારણે રશિયાને પીછેહઠ કરવાની ફરજ પડી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે રશિયાના કબજા હેઠળના પ્રદેશોની મુક્તિને વેગ આપવામાં આવશે. ઝેલેન્સ્કી વધુને વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી સહાય યુએસ અને તેના સાથીઓ પાસેથી મળી રહી છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: યુક્રેનના યુદ્ધમાં એવું લાગે છે કે પાસા ફેરવાઈ ગયા છે. રશિયન સેના, જે પ્રથમ હુમલાખોર હતી તે હાલ ગભરાયેલી છે, કારણ કે યુક્રેનિયન સૈનિકોએ હવે પૂર્વ તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. જેના કારણે રશિયાને પીછેહઠ કરવાની ફરજ પડી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે રશિયાના કબજા હેઠળના પ્રદેશોની મુક્તિને વેગ આપવામાં આવશે. ઝેલેન્સ્કી વધુને વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી સહાય યુએસ અને તેના સાથીઓ પાસેથી મળી રહી છે.

  અમેરિકા યુક્રેનને કરે છે તમામ પ્રકારની મદદ

  અમેરિકા યુક્રેનની તમામ જરૂરિયાતો જેવી કે રક્ષા, નાણાંકીય, આર્થિક , ડિપ્લોમેટિક તમામ પુરી થાય તે માટે બધુ કરી રહ્યું છે. યુક્રેનિયન દળો રશિયાના કબજા હેઠળના લુહાન્સ્ક પ્રાંતને ફરીથી કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે અને બિલોહોરિવકા ગામ પર કબજો કરી લીધો છે. આ ગામ લિસિચેન્સ્ક શહેરની પશ્ચિમે માત્ર છ માઇલ દૂર છે, જે ઘણી લડાઈ પછી જુલાઈમાં રશિયનોના કબજામાં જતુ રહ્યું હતું. યુક્રેન હવે ઉત્તરપૂર્વમાં જવાબી હુમલો કરવા માટે કબજે કરેલી રશિયન T-72 ટેન્કને તહેનાત કરી રહ્યું છે. તેનાથી ક્રેમલિનમાં થોડો ભય પેદા થઈ રહ્યો છે.

  પુતિન માટે અપમાનજનક સ્થિતિ

  જો યુક્રેનિયન સૈન્ય રશિયન હસ્તકના તમામ પ્રદેશો પર કબજો કરી લે તો તે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને એક અજીબ સ્થિતિમાં મૂકી દેશે. આ તેમના માટે અપમાનજનક સ્થિતિ હોઈ શકે છે. રશિયાનું સોશિયલ મીડિયા છેલ્લા એક દાયકાથી તેના વખાણ કરી રહ્યું છે. 014 માં ક્રીમિયા પર કબજો અને 2016 માં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં ચાલાકીને તેમની ઐતિહાસિક સિદ્ધિઓ તરીકે ગણવામાં આવે છે. પરંતુ આ વખતે તેના દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના રોજ પુતિનના હુમલાની શરૂઆતથી જ વિશ્વએ યુક્રેનને મજબૂત સમર્થન કર્યું છે.

  રશિયાને દારૂગોળાની અછત

  પુતિનના હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રશિયન સૈન્યની વોર મશીનરી યુક્રેનનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. હવે તો ચીન જેવા શક્તિશાળી દેશો પણ ક્રેમલિનની સામે પડવામાં રસ દાખવતા નથી. રશિયન સેના પાસે દારૂગોળાની એટલી અછત છે કે તેમ કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઈરાન અને ઉત્તર કોરિયા પાસેથી ડ્રોન સહિતના અન્ય હથિયારો મંગાવવા પડી રહ્યાં છે.

  પુતિનનું આ પગલું તેમના પતનનું કારણ બનશે

  આ અટકળોએ પણ જોર પકડ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આ ખોટું પગલું તેમના પતનનું કારણ સાબિત થઈ શકે છે. ઘણા નિષ્ણાતોએ આગાહી કરી છે કે યુદ્ધના ઊંચા ખર્ચ, હારની નિરાશા અને આર્થિક પ્રતિબંધોને કારણે તેમના શાસનનો અંત આવી શકે છે. જોકે પુતિને દેશમાં પોતાના વિરોધીઓ સાથે કામ કરવા માટે સારી તૈયારી કરી લીધી છે. છેલ્લા બે દાયકામાં, પુતિન અને તેમના સાથીઓએ તેમના શાસન માટેના જોખમોને દૂર કરવા માટે રશિયન શાસનની લગભગ દરેક મૂળભૂત રચનામાં ફેરફાર કર્યો છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Russia, Russia and Ukraine War, Russia ukrain conflict

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन