Home /News /national-international /

Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર ઝડપી હુમલો કરી વિનાશ વેર્યો, ભારે તબાહી વચ્ચે 21ના મોત

Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર ઝડપી હુમલો કરી વિનાશ વેર્યો, ભારે તબાહી વચ્ચે 21ના મોત

યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ રહેણાંક વિસ્તારોમાં નાગરિકોના ઘરો અને ઇમારતોને નિશાન બનાવ્યા છે.

Russia Attack On Ukraine: અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ હુમલામાં ઉપયોગ કરવા માટે ચીન પાસેથી સૈન્ય ઉપકરણોનો સહયોગ માંગ્યો છે.

    રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં છેલ્લા 24 કલાકમાં ભારે વિનાશ થયો છે અને પૂર્વી યુક્રેન (Ukraine)માં 21 લોકોના મોત થયાના અહેવાલ છે. રશિયા (Russia) યુક્રેન પર જોરદાર હુમલા કરી રહ્યું છે અને આ ગોળીબારના કારણે કુલ 53થી વધુ લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનમાં 22માં દિવસે પણ અશાંતિ છવાયેલી રહી. રશિયન મિસાઇલો અને બોમ્બથી ત્રણ શહેરોમાં ઘણી ઇમારતોને ખુબ જ નુકસાન થયું છે. અડધી રાત્રે પણ હુમલાઓ થઈ રહ્યા છે અને દિવસ દરમિયાન ઘણી વખત વિસ્ફોટ થાય છે. રાજધાની કિવને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના પર અડધી રાત્રે પણ હુમલો કરવામાં આવે છે.

    યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ રહેણાંક વિસ્તારોમાં નાગરિકોના ઘરો અને ઇમારતોને નિશાન બનાવ્યા છે. રશિયન સેના જોરશોરથી હુમલો કરી રહી છે. કિવ બાદ ખાર્કિવ પર ભારે તોપમારો થયો છે અને આખું શહેર ખંડેર જેવું બની ગયું છે. સેંકડો મકાનોને નુકસાન થયું છે. બજાર અને અન્ય ઈમારતો પર હજુ પણ હવાઈ હુમલા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયન હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર આપવાના પ્રયાસો ચાલુ છે.

    આ પણ વાંચો- Coronavirus: ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી, વિદેશ મંત્રાલયે કરી આ કાર્યવાહી

    યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે યુક્રેન યુદ્ધના કારણે રશિયા સાથેનું તેનું મંગળ મિશન મોકૂફ રાખવામાં આવ્યું છે. અગાઉ રશિયન-યુરોપિયન મંગળ મિશન વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે સમાચારમાં કહેવામાં આવ્યું છે કે જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં યુક્રેનના 108 માસૂમ બાળકોના મોત થયા છે. આ આંકડો યુક્રેન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. યુક્રેનને રશિયન હુમલાથી બચાવવામાં બ્રિટન મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. બ્રિટને યુક્રેનની નજીકના દેશ પોલેન્ડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લગાવવાની વાત કરી છે, જેથી તેના દ્વારા યુક્રેનને મદદ કરી શકાય.

    આ પણ વાંચો- Shankarsinh Vaghela: શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ ગણાવી

    અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ હુમલામાં ઉપયોગ કરવા માટે ચીન પાસેથી સૈન્ય ઉપકરણોનો સહયોગ માંગ્યો છે. આ પછી સોમવારે રોમમાં અમેરિકા અને ચીનની (China) સરકારોના ટોચના સહયોગી દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી. અમેરિકાએ ચીનને ચેતવણી આપી છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ ન કરે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે રશિયાને સૈન્ય મદદ આપવાના કિસ્સામાં ચીનને તેના પરિણામો ભોગવવા પડશે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે તેણે ચીન પાસેથી કોઈ સૈન્ય મદદ માંગી નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia Ukraine, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Russia-Ukraine Conflict, Ukraine war

    આગામી સમાચાર