Home /News /national-international /'હથિયાર નીચે મૂકી દો નહિ તો પરિણામ ભોગવો' રશિયાની ધમકી પર યુક્રેનનો વળતો પ્રહાર 'છેલ્લા શ્વાસ સુધી લડીશું'

'હથિયાર નીચે મૂકી દો નહિ તો પરિણામ ભોગવો' રશિયાની ધમકી પર યુક્રેનનો વળતો પ્રહાર 'છેલ્લા શ્વાસ સુધી લડીશું'

Russia-Ukriane War: ડોનબાસમાં બળવાખોર જૂથો (rebel groups in Donbass) સાથે યુક્રેનના ઉગ્ર સંઘર્ષ બાદ રશિયાએ યુક્રેનિયન સૈનિકોને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ટૂંક સમયમાં બને એટલા જલ્દી શસ્ત્રો નીચે મૂકી દો.

Russia-Ukriane War: ડોનબાસમાં બળવાખોર જૂથો (rebel groups in Donbass) સાથે યુક્રેનના ઉગ્ર સંઘર્ષ બાદ રશિયાએ યુક્રેનિયન સૈનિકોને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ટૂંક સમયમાં બને એટલા જલ્દી શસ્ત્રો નીચે મૂકી દો.

    Russia Ukraine War તેના 55માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ બંને પક્ષો હાર માની લેવા તૈયાર નથી. દરમિયાન, તેની અત્યાર સુધીની સૌથી મોટી ધમકીમાં (Russia warned Ukrainian troops), રશિયાએ યુક્રેનની સેનાને તાત્કાલિક તેના શસ્ત્રો નીચે મૂકવા કહ્યું છે (lay down arms). ડોનબાસમાં બળવાખોર જૂથો (rebel groups in Donbass) સાથે યુક્રેનના ઉગ્ર સંઘર્ષ બાદ રશિયાએ યુક્રેનિયન સૈનિકોને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ટૂંક સમયમાં બને એટલા જલ્દી શસ્ત્રો નીચે મૂકી દો. દરમિયાન, રશિયાએ યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલ પર કબજો કરી લીધો છે, પરંતુ રશિયા હજુ પણ કેટલાક યુક્રેનિયન સૈનિકોના પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. એટલા માટે રશિયાએ ચેતવણી આપી છે કે જલદી તમારા હથિયાર નીચે મૂકી દો.પરંતુ યુક્રેન કોઈપણ કિંમતે હથિયાર મૂકવા તૈયાર નથી. HT ના અહેવાલ મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના (Ukrainian President Volodymyr Zelensky) સલાહકાર, ઓલેકસી એરિસ્ટોવિચે કહ્યું છે કે રશિયા તેના ઉદ્દેશ્યમાં ક્યારેય સફળ થશે નહીં. તેમણે કહ્યું, અમે છેલ્લા શ્વાસ સુધી રશિયા સામે લડીશું.

    ડોનબાસ (Donbass) માં મોટા હુમલાની તૈયારીઓ


    આ દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમક હુમલો કર્યો છે. શનિવારે, તેણે લવિવ (Lviv) શહેરમાં ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો. યુક્રેન ડોનબાસમાં બળવાખોર જૂથો સાથે જોરદાર લડાઈ કરી રહ્યું છે.

    આ પણ વાંચો: બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારતની મુલાકાતે, ભાગેડુ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ પર થઈ શકે છે વાતચીત

    વિદ્રોહી જૂથોને રશિયાનું સમર્થન છે. વિદ્રોહી જૂથોને વિજય અપાવવા માટે રશિયા હવે ડોનબાસમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયા ડોનબાસમાં ફરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અહીં રશિયન સૈનિકો અને હથિયારોની સંખ્યા વધી રહી છે.

    ઝેલેન્સકીએ તો ત્યાં સુધી કહ્યું કે વ્લાદિમીર પુતિન દ્વારા પરમાણુ શસ્ત્રોના નિકટવર્તી ઉપયોગ માટે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે અમે રશિયન સેનાને જડબાતોડ જવાબ આપીશું.

    એક દિવસમાં 1200 સ્થળો પર હુમલા


    અહીં, કાળા સમુદ્રમાં રશિયન યુદ્ધ જહાજ ડૂબી ગયા પછી, રશિયન સંરક્ષણ પ્રધાને પણ હુમલો વધુ તીવ્ર બનાવવાનું કહ્યું છે. સોમવારથી હુમલા વધુ તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

    રશિયાએ દાવો કર્યો છે કે એક જ રાતમાં યુક્રેનના 1200થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે યુક્રેનનું એક મિગ-29 એરક્રાફ્ટ ડોનેત્સ્ક ક્ષેત્રમાં તોડી પાડવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Kabul : શાળામાં એક બાદ એક 3 બ્લાસ્ટ, લગભગ 25 વિદ્યાર્થીઓના મોત

    રશિયાના કર્નલ જનરલ મિખાઇલ મિઝિન્તસેવે પણ માર્યુપોલમાં યુક્રેનિયન સૈનિકોને સમય આપ્યો છે કે જો તેઓ આટલા લાંબા સમય સુધી શસ્ત્રો નહીં મૂકે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. એક અઠવાડિયા પહેલા, રશિયાએ દાવો કર્યો હતો કે મેરીયુપોલમાં 1,000 થી વધુ યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Russia, Russia ukraine war, Ukraine

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन