પુતિને ભારતનો આભાર માન્યો, કોરોનો સામે જંગમાં મદદ કરવા માટે ભારતની કરી પ્રશંસા

News18 Gujarati
Updated: April 17, 2020, 10:53 PM IST
પુતિને ભારતનો આભાર માન્યો, કોરોનો સામે જંગમાં મદદ કરવા માટે ભારતની કરી પ્રશંસા
પુતિને ભારતનો આભાર માન્યો, કોરોનો સામે જંગમાં મદદ કરવા માટે ભારતની કરી પ્રશંસા

કોરોના વાયરસ સામેના જંગમાં ભારતના સહયોગના કારણે બંને દેશોના સંબંધ વધારે ગાઢ બન્યા

  • Share this:
મોસ્કો : કોરોના વાયરસ સામે લડવા માટે રશિયાએ ભારતની મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. આ વિશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા તરફથી નિવેદન આવ્યું છે. રશિયાએ કહ્યું છે કે તે કોરોના વાયરસ સાથે લડવામાં ભારતે મોકલેલી દવાઓના સપ્લાય માટે આભાર વ્યક્ત કરે છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતીય સહયોગ અને આ દિશામાં ઉઠાવેલા ભારતના પગલાંની પ્રશંસા કરીએ છીએ. એએનઆઈના ટ્વિટના મતે રશિયામાં ભારતીય દૂતાવાસને આભાર સંદેશ પ્રાપ્ત થયો છે.

રશિયાની એક ન્યૂઝ એજન્સીના મતે ક્રેમલિને આને બે દેશોની મજબૂત પાર્ટનરશિપનું ઉદાહરણ બતાવ્યું છે. શુક્રવારે ક્રેમલિનના પ્રવક્તા દિમીત્રી પેસ્કોવએ આ વિશે રિપોર્ટ્સને બતાવ્યું હતું કે તેમણે કોરોના સામે લડવામાં દવાઓની સપ્લાઇ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. મોસ્કો એ વાતથી ખુશ છે કે ભારતની સરકારે અમને કોરોના વાયરસ સામે લડવામાં દવાઓનું શિપમેન્ટ મોકલીને મદદ કરી છે. અમે આ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે 25 માર્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. કોરોના વાયરસ સામેના જંગમાં ભારતના સહયોગના કારણે બંને દેશોના સંબંધ વધારે ગાઢ બન્યા છે. ભારત પોતે પણ આ મહામારીમાં પસાર થઈ રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં દવાઓ મોકલવાના નિર્ણય બંને દેશો વચ્ચે મજબૂત પાર્ટનરશિપનું એક ઉદાહરણ છે.

આ પહેલા ભારતમાં રશિયાના રાજદૂત નિકોલેઈ કુવાશેવે કહ્યું હતું કે ભારત રશિયાના કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ માટે દવા મોકલાવી છે. શિપમેન્ટમાં મોટાભાગની પેરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોકિન જેવી મેડિસીન છે.
First published: April 17, 2020, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading