Home /News /national-international /

રશિયાનો દાવો- અમારી કોરોના રસી 'Sputnik V' 95% અસરકારક

રશિયાનો દાવો- અમારી કોરોના રસી 'Sputnik V' 95% અસરકારક

પ્રતિકાત્મક તસવીર

Sputnik V Vaccine: રશિયાએ આવતા વર્ષ સુધી પોતાના અને અન્ય દેશ માટે કોરોના વાયરસની રસીના એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

    નવી દિલ્હી: રશિયા (Russia)એ દાવો કર્યો છે કે કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) સ્પૂતનિક વી (Sputnik V) બીજા વચગાળાા તારણ પ્રમાણે 95 ટકા પ્રભાવી છે. વેક્સીનનું ઉત્પાદન કરતા લોકોએ મંગળવારે આ જાણકારી આપી હતી. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય, રાજ્ય સંચાલિત ગામલેયા અનુસંધાન કેન્દ્ર અને RDIF (Russian Direct Investment Fund) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ગણતરી 42 દિવસ બાદ મળેલા પ્રારંભિક આંકડાઓ પરથી કરવામાં આવી છે. જોકે, તેમણે આ માટે કેસની સંખ્યા ધ્યાનમાં લીધી ન હતી.

    આ પહેલા ફાઇઝર અને મૉડર્ના પોતાના તરફથી તૈયાર કરવામાં આવનારી કોવિડ-19ની રસી 90 ટકા પ્રભાવી બતાવી ચુક્યા છે. રશિયાએ ઓગસ્ટ મહિનામાં સ્પૂતનિક વીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રસીની ડોઝ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દીકરીને પણ આપવામાં આવ્યો છે. કોરોના સામે લડવા બનાવવામાં આવેલી આ રસીની કિંમતને લઈને ખુલાસો થયો છે. રશિયાએ જાહેરાત કરી છે કે અન્ય રસીની સરખામણીમાં તેની રસીની કિંમત ઓછી હશે. રશિયાએ આવતા વર્ષ સુધી પોતાના અને અન્ય દેશ માટે એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

    આ પણ વાંચો: 

    રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક વીના બે શૉટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ વ્યક્તિ 20 ડૉલરથી ઓછી હશે. એટલે કે દરેક શૉટની કિંમત 10 ડૉલરથી ઓછી હશે. રશિયા સંપ્રભુ ધન નિધિ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

    આ મહિનાની શરૂઆતમાં સ્પૂતનિક વીના નિર્માતા આરડીઆઈએફ અને ગામલેયા ઇન્સ્ટિટ્યૂટે વિસ્તૃત ટ્રાયલ બાદ વચાગાળાના ડેટાને આધારે જણાવ્યું હતું કે આ રસી 92 ટકા અસરકારણ છે.

    આ પણ જુઓ-

    એક અધિકારિક નિવેદન પ્રમાણે રશિયાના નાગરિકો માટે રસીની કોઈ કિંમત નહીં હોય. જ્યારે જે ગ્રાહકોએ આ રસી માટે અરજી કરી છે તેમને પ્રથમ બેચ માર્ચ 2021 સુધી મળી રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, COVID-19, Russia, Sputnik-V

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन