Home /News /national-international /મોદી-પુતિનની દોસ્તી કામ આવી: પશ્ચિમી દેશોએ ભારતને આંખ દેખાડી તો રશિયા ઢાલ બનીને ઊભું રહ્યું

મોદી-પુતિનની દોસ્તી કામ આવી: પશ્ચિમી દેશોએ ભારતને આંખ દેખાડી તો રશિયા ઢાલ બનીને ઊભું રહ્યું

ભારતની મદદે આવ્યું રશિયા

ઓયલની કિંમતો પર લગામ લગાવવા માટે રશિયાએ ભારતને મદદ કરવાની ખાતરી આપી છે. હકીકતમાં જોઈએ તો, રશિયા પાસેથી તેલ ખરીદવા પર પશ્ચિમી દેશોએ ભારત પર ઈંશ્યોરન્સ સર્વિસ તથા ટેન્કર ચાર્ટરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નવી દિલ્હી: ઓયલની કિંમતો પર લગામ લગાવવા માટે રશિયાએ ભારતને મદદ કરવાની ખાતરી આપી છે. હકીકતમાં જોઈએ તો, રશિયા પાસેથી તેલ ખરીદવા પર પશ્ચિમી દેશોએ ભારત પર ઈંશ્યોરન્સ સર્વિસ તથા ટેન્કર ચાર્ટરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાએ ભારતને મોટી ક્ષમતાવઆળા શિપ ભાડે આપવાની અને તેને બનાવામાં સહયોગ કરવાની ખાતરી આપી છે. બંને દેશના રાજદૂતોએ તેલ સંકટ પર બે દિવસ પહેલા વાતચીત કરી હતી.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધઃ વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- ભારતે તેમના લોકોનો પક્ષ લીધો

નવી દિલ્હીથી રશિયાના દૂતાવાસે જાણકારી આપી


નવી દિલ્હીમાં રશિયાના દૂતાવાસે કહ્યું કે, યૂરોપિય સંઘ અને બ્રિટેનમાં ઈંશ્યોરન્સ સર્વિસ અને ટેન્કર ચાર્ટરિંગ પર બેન લગાવી દીધો છે. ભારત તેની ઈંશ્યોરન્સ સર્વિસ અને ટેન્કર ચાર્ટરિંગ પર નિર્ભર ન રહે તેના માટે રશિયા મદદ કરવા તૈયાર છે. દૂતાવાસે જણાવ્યું છે કે, રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝેંડર નોવાકે ભારતના રાજદૂત સાથે શુક્રવારે મુલાકાત કરી હતી. રશિયાના ઉપ પ્રધાનમંત્રીએ ભારતને લઈને મોટી ક્ષમતાવાળા શિપને લીઝ પર આપવા અને તેના નિર્માણમાં મદદ કરવાની ખાતરી આપી છે. રશિયાના સહયોગથી ભારતની નિર્ભરતા પશ્ચિમી દેશો પર રહેશે નહીં અને તે આત્મનિર્ભર થઈને તેલની આયાત કરવા માટે આઝાદ રહેશે. એલેક્ઝેંડર નોવાકે શુક્રવારે મોસ્કોમાં ભારતીય રાજદૂત પવન કુમાર સાથે મીટિંગ કરી હતી.

આ પણ વાંચો: Russian Oil : ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા અધધ ₹35000 કરોડ, શું આગળ પણ ડિસ્કાઉન્ટ ખરીદી ચાલુ રાખશે?

ભારતમાં રશિયાના તેલની આયતા વધી, પશ્ચિમી દેશો નારાજ




રશિયાના દૂતાવાસે જણાવ્યું છે કે, છેલ્લા આઠ મહિનામાં ભારતમાં રશિયાનું તેલ નિકાસ ખૂબ આગળ વધ્યું છે. ભારતમાં રશિયા તેલ નિકાસ વધીને 16.35 મિલિયન ટન થઈ ગયું છે. રશિયામાંથી તેલ શિપમેન્ટના મામલામાં ભારત બીજા સ્થાન પર છે. જો કે, યુક્રેન-રશિયા યુદ્ધના કારણે પશ્ચિમી દેશો ભારતના આ પગલાથી ખૂબ નારાજ છે. પશ્ચિમી દેશોએ યુક્રેનમાં યુદ્દધની વચ્ચે રશિયામાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. જેને લઈને ભારતની પશ્ચિમના દેશોએ ખૂબ ટિકા પણ કરી હતી. તો વળી બીજી બાજૂ ભારતે બંને દેશોને શાંતિની અપીલ કરતું રહ્યું છે. ભારતે હંમેશા પોતાના દેશહીતની વાતને આગળ રાખી છે. ભારતે પોતાના નાગરિકોને હીતમાં તેલ ખરીદતા હોવાની વાત કરી છે તેથી આ ડીલ ખૂબ આગળ વધી રહી છે.
First published:

Tags: India Russia

विज्ञापन