Home /News /national-international /યુક્રેન પર રશિયાનો સૌથી ભયાનક હુમલો, મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 44ના મોત, અનેક મકાનો ધરાશાયી
યુક્રેન પર રશિયાનો સૌથી ભયાનક હુમલો, મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 44ના મોત, અનેક મકાનો ધરાશાયી
યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હુમલો
Russia big missile attack on ukraine: દક્ષિણપૂર્વ યુક્રેનમાં રહેણાંક મકાન પર રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં પાંચ બાળકો સહિત કુલ 44 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે કાટમાળમાંથી અન્ય એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક જગ્યાએ એકઠા થયેલા નાગરિકોની સંખ્યાના આધારે ડિનિપ્રો શહેરમાં થયેલો આ હુમલો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો છે.
કિવ: દક્ષિણપૂર્વ યુક્રેનમાં રહેણાંક મકાન પર રશિયન મિસાઈલ હુમલામાં પાંચ બાળકો સહિત કુલ 44 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, મંગળવારે કાટમાળમાંથી અન્ય એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. એક જગ્યાએ એકઠા થયેલા નાગરિકોની સંખ્યાના આધારે ડિનિપ્રો શહેરમાં થયેલો આ હુમલો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સતત જાનહાનિના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલા તેજ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેન્કોએ જણાવ્યું હતું કે, શનિવારના હુમલામાં પાંચ બાળકો સહિત 44 લોકો માર્યા ગયા હતા, જ્યારે 79 ઘાયલ થયા હતા. બહુમાળી ઇમારતમાં લગભગ 1,700 લોકો રહેતા હતા અને અંતિમ મૃત્યુઆંકમાં હુમલા પછી ગુમ થયેલા બે ડઝન લોકોનો સમાવેશ થાય છે.
400 લોકોએ પોતાના ઘર ગુમાવ્યા
nipro સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે, આપાત દળોએ ચાલુ રાહત અને બચાવ કામગીરી દરમિયાન લગભગ નવ મેટ્રિક ટન કાટમાળ હટાવી લીધો છે. તેમણે જણાવ્યું કે, લગભગ 400 લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે. હુમલામાં 72 એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે 236ને ખરાબ રીતે નુકસાન થયું છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર