Home /News /national-international /VIDEO: રસ્તા પર જઈ રહી હતી કાર, અચાનક આકાશમાંથી આવી પડી મિસાઈલો, વીડિયો જોઈ હચમચી જશો

VIDEO: રસ્તા પર જઈ રહી હતી કાર, અચાનક આકાશમાંથી આવી પડી મિસાઈલો, વીડિયો જોઈ હચમચી જશો

યુક્રેનમાં મિસાઈલ અટેક

આ વીડિયોને એક કારમાંથી શૂટ કરવામા આવ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે, એક કાર રસ્તા પર જઈ રહી છે. ત્યારે અચાનક મિસાઈલ આવીને પડી હતી અને આગના ગોળા દેખાઈ રહ્યા છે.

    યુક્રેન પર રશિયાનો હુમલો થંભવાનું નામ નથી લેતો. રશિયા યુક્રેનના શહેરો પર ઉપરાઉપરી હુમલાઓ કરી રહ્યું છે. તો વળી નિપ્રો શહેરમાંથી એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પર અમુક કાર પસાર થતી દેખાઈ રહી છે, તે જ સમયે અચાનક મિસાઈલો આવીને પડે છે અને ચારેતરફ અફરાતફરી મચી જાય છે. આ વીડિયો ગુરુવારનો છે. તેને યુક્રેનના રક્ષા મંત્રાલયના ટ્વિટર હેંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. ગુરુવારે જ રશિયાએ પોતાની કેલિબ્ર ક્રૂઝ મિસાઈલ કીવ પર છોડી હતી.


    વીડિયોમાં શું દેખાય છે


    આ વીડિયોને એક કારમાંથી શૂટ કરવામા આવ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે, એક કાર રસ્તા પર જઈ રહી છે. ત્યારે અચાનક મિસાઈલ આવીને પડી હતી અને આગના ગોળા દેખાઈ રહ્યા છે. ચારેતરફ અફરાતફરી મચેલી છે. ગાડીઓ આગળના ગોળાથી બચવા માટે આમતેમ જવા લાગે છે.

    આ વીડિયો શેર કરતા યુક્રેનના રક્ષા મંત્રાલયે લખ્યું છે કે, યુક્રેનનું નિપ્રો શહેર. આજે 21મી સદી છે. આતંકીઓને સજા નથી મળતી. અમે ન્યાય કરીશું. અમે ઈંટરનેશનલ ઓર્ડરની રક્ષા કરીશું. યુક્રેનના વિદેશ બાબોતના ફર્સ્ટ ડેપ્યુટી મિનિસ્ટર એમાઈન ડઝેપરે પણ વીડિયો શેર કરતા કહ્યું કે, નિપ્રોમાં રશિયાના હુમલા બાદ 15 વર્ષની એક છોકરી સહિત 14 લોકો ઘાયલ થઈ ગયા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Russia and Ukraine War

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन